News of Tuesday, 19th November 2024
આત્મનિર્ભર ફાઉન્ડેશન દ્વારા રવિવારે બહેનો માટે વિનામુલ્યે ગાયનેક કેમ્પ

રાજકોટ તા. ૧૯ : આત્મનિર્ભર ફાઉન્ડેશન દ્વારા કાલે તા. ૨૧ ના બહેનો માટે વિનામુલ્યે ગાયનેક કેમ્પનું આયોજન કરાયુ છે.
સંસ્થાના પ્રમુખ તન્વીબેન લહેરૂએ જણાવેલ કે બહેનોની સમસ્યાઓનો હલ લાવવા આ કેમ્પ ગોઠવ્યો છે. કાલે તા. ૨૧ ના સાંજે ૪ થી ૬ બજરંગાવડી સર્કલ, રાધે રાધે શોપ, મેઇન રોડ, સંજીવની લેબોરેટરીની બાજુમાં યોજાનાર આ કેમ્પમાં લેબોરેટરી તપાસ પણ વિનામુલયે કરી અપાશે.
કેમ્પમાં લેબોરેટરી તપાસ સેવા મહેશ રાઠોડ અને અશ્વિન ગોહેલ આપશે. શ્રીજી ગ્રુપના રાજુભાઇ વેદ અને છાયાબેન આ કેમ્પ માટે જહેમત ઉઠાવી રહ્યા છે.
કેમ્પનો લાભ લેવા અને વધુ માહીતી માટે મો.૮૮૪૯૮ ૦૨૬૫૬ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આત્મનિર્ભર ફાઉન્ડેશનના તન્વી લહેરૂ અને ક્રિસ્ટલ પટેલ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:08 PM IST)










