News of Tuesday, 19th November 2024
રાજકોટ હમેંશા યાદ રાખે તેવી જમાવટ કરીશું: અમાલ મલિક
રાજકોટ મહાનગર પાલિકાના બાવનમાં સ્થાપના દિવસની ઉજવણીઃ પહોંચી જજો સાંજે ડી.એચ.કોલેજના મેદાનમાં : ૮.૩૦ કલાકથી કાર્યક્રમ શરૂ થશેઃ જબ તક તુજે પ્યાર સે, બોલ દો ના જરા, કોૈન તુજે યું પ્યાર કરેગા, મૈં રહુ યા ના રહું, તેરે પ્યાર મેં, કાફીરાના સહિતના યુવા હૈયાઓને ગમતા ગીતોની સાથે ઓલટાઇમ હિટ ગીતોની પણ રમઝટ બોલશેઃ રાજકોટવાસીઓને ઉમટી પડવા જાહેર આમંત્રણ:

આજે સુરતાલ રેલાશેઃ મનપાએ યોજી પત્રકાર પરિષદઃ અમાલ મલીક હાજર રહ્યા
રાજકોટ : મનપાના આજે પ૧ માં સ્થાપના દિવસ નિમિતે રાત્રે ૮-૩૦ કલાકથી ડીએચ કોલેજ ખાતે બોલીવુડ મ્યુઝીકલ નાઇટમાં પ્રખ્યાત ગાયકો અમાલ મલીક તથા ગાંધી શહેરીજનોને પોતાના ગીતોથી થીરકવા મજબૂર કરશે. ત્યારે મનપા દ્વારા કાર્યક્રમની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં સીંગલ અમાલ મલીકની સાથે મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઇ રાડીયા તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ મારૂતિ આપી હતી. (તસ્વીર : અશોક બગથરીયા) (પ-ર૪)
રાજકોટ તા. ૧૯: બોલીવૂડમાં નેપોટીઝમ નથી ચાલતું, ગ્રુપીઝમ ચાલી રહ્યું છે...અહિ એવુ નથી કે તમે ફલાણા સુપરસ્ટારના દિકરા છો તો તમને એન્ટ્રી સરળતાથી મળી જાય, તમારામાં ટેલેન્ટ હોય તો જ તમે અહિ આગળ વધી શકો છો. લોકડાઉન પછી સંગીમાં ઘણુ પરિવર્તન આવ્યું છે, આજે પણ યુવાનો નેવુના દસકના અમર કહી શકાય તેવા ગીતો સાંભળે છે, હાલના સમયના અમુક ગીતો પણ તેમને ગમે છે. હું સંગીતની દુનિયામાં એવુ કામ કરીશ કે બધા મને યાદ રાખે. આ વાત આજે રાજકોટના મહેમાન બનેલા બોલીવૂડના જાણીતા યુવા સિંગર અમાલ મલિકે પત્રકારોને જણાવી હતી. રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાની બાવનમી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આજે સાંજે ૮.૩૦ કલાકે ડો. યાજ્ઞિક કરોડ પર આવેલી ડી.એચ.કોલેજના મેદાનમાં સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર અમાલ મલિક અને નિકિતા ગાંધી એક એકથી ચડીયાતા ગીતો પ્રસ્તુત કરી કમાલ કરી નાખવાના છે. મહાનગર પાલિકાએ રાજકોટવાસીઓને આ ગીતોનો કાર્યક્રમ માણવા માટે પધારવા આમંત્રીત કર્યા છે. અમાલ મલિકે કહ્યું કે-રાજકોટ કદી ભુલી નહિ શકે તેવી જમાવટ અમારી ટીમ કરવાની છે.
અમાલ મલિકે કહ્યું કે અત્યારના નેપોટીઝમ નથી ચાલતું...ગ્રુપીઝમ ચાલે છે...જેમ કે કોઇ એક ડિરેક્ટર તેની ફિલ્મ બનાવે છે તો તે એવા સિંગર કમ્પોઝીટરને જ લેશે જે અગાઉ પણ તેમની ફિલ્મ કરી ચુક્યા છે. નેપોટીઝમને અહિ સ્થાન નથી. લોકડાઉન પછી મ્યુઝિકમાં વધુ પરીવર્તન, મેલોડી સહિતના ગીતો વધુ પસંદ કરે છે. મને ગીત સંગીત વારસામાં મળ્યું છે. ૧૯૫૧-૨૨થી મારા દાદા સરદાર મલિક આ ઇન્ડસ્ટ્રીમાં છે, મારા માતા, પિતા, ભાઇ પણ ગાયક છે, હું આ વારસાને આગળ લઇ જઇશ. અમાલે આગળ કહ્યું કે ગુજરાતી અને કોલકત્તાના લોકો સાચુ સારુ સંગીત વધુ પસંદ કરે છે. આથી જ મને ગુજરાતીઓ અને કોલકત્તાના લોકો પસંદ કરે છે. મારા ગ્રુપમાં પણ હેડ ગર્લ તરીકે શિવાની પટેલ છે જે ગુજરાતી છે. હું રાજકોટમાં પહેલી જ વખત આવ્યો છુ, પણ આ પહેલી જ વખતના મારા કાર્યક્રમને કમાલનો બનાવી દઇશ, લોકો હમેંશા યાદ રાખે તેવી જમાવટ મારી ટીમ કરશે.
અમાલ મલિકે કહ્યું કે આલ્કોહોલનો પ્રચાર થાય, પ્રદર્શન થાય તેવા ગીતો મેં કદી ગાયા નથી અને ભવિષ્યમાં પણ કદી ગાઇશ નહિ. અમાલની નજરે બોલીવૂડમાં હાલના સમયમાં બેસ્ટ મેલ સીંગર અરીજીતસિંઘ અને ફિમેલ સિંગર શ્રેયા ઘોષાલ છે. આ ઉપરાંત દર્શન રાવલ , અરમાન મલિક, વિશાલ મિશ્રા પણ હાલના શ્રેષ્ઠ કહી શકાય તેવા ગાયકો છે જેને બાળકો-યુવાનો, મોટેરા એમ બધા પસંદ કરે છે. સાંજે સંગીત સંધ્યામાં અમાલ પોતાના ગીતોની સાથે સાથે પિતાના હીટ ગીતો પણ રજૂ કરશે.
ઉલ્લેખનીય છે કે સંગીત સંધ્યાનો આરંભ થાય એ પહેલા આ અંગે વિવિધ ક્ષેત્રમાં મહત્વ્પૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને પ્રતિષ્ઠિત ‘મેયર એવોર્ડ' એનાયત કરી સન્માનિત કરવામાં આવશે તેમજ રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવ રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ પણ આ કાર્યક્રમમાં કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને યોજાશે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય સામાજિક અગ્રણી મૌલેશભાઈ ઉકાણી(બાન લેબ્સ)ના હસ્તે કરવામાં આવશે. મેયર નયનાબેન પેઢડીયા અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે આ સંગીત સંધ્યાને માણવા સોૈ રાજકોટ વાસીઓને પધારવા આમંત્રણ પાઠવ્યું છે. સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે મનપાની બાવનમી વર્ષગાંઠ નિમીતે પરંપરા મુજબ અમે રાજકોટની જનતા માટે બોલીવૂડના સિંગરનો ભવ્ય મ્યુઝિકલ શો ડી. એચ. કોલેજના મેદાનમાં રાખવામાં આવ્યો છે. જે સાંજે સાડા આઠે શરૂ થશે. મેયર નયનાબેન પેઢડીયાએ પણ રાજકોટ શહેરના રહેવાસીઓ માટે અમે ખુબ જાણીતા બોલીવૂડ સિંગર માટે કાર્યક્રમ રાખેલો છે, તે માણવા સોૈએ પધારવા આમંત્રણ છે.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, રામભાઇ મોકરીયા, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ધારાસભ્ય્ ઉદયભાઇ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, ઈ.ચા. કમિશનર પ્રભવ જોશી,શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, રાજકોટ મહાનગરપાલિકા અધિકારીઓ-કર્મચારીઓ, સંગઠનના હોદેદારો, પ્રેસ-મિડિયાના પ્રતિનિધિઓ તેમજ શહેરની સંગીત પ્રિય જનતાઉપસ્થિત રહેશે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ પણ શહેરીજનોને આ સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર અમાલ મલિક અને નિકિતા ગાંધી પ્રસ્તુત ભવ્ય બોલિવૂડ મ્યુઝિકલ નાઈટ માણવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે. (૧૪.૭)
એન્ટ્રી ક્યાંથી? પાર્કિંગ કયાં?
ઞ્જવી.વી.આઈ.પી. એન્ટ્રી પાસ (ગુલાબી કલર પાસ)-હેમુ ગઢવી હોલ સામેથી
એન્ટ્રી તેમજ ર્પાકિંગ વ્યવસ્થા એન.સી.સી.ગ્રાઉન્ડ પાસે રહેશે.
ઞ્જવી.આઈ.પી. એન્ટ્રી પાસ (બ્લુ કલર પાસ)-કોટક સાયન્સ કોલેજ ગેઇટ, ડો.યાજ્ઞિક રોડથી એન્ટ્રી તેમજ ર્પાકિંગ વ્યવસ્થા કોટક સાયન્સ કોલેજ કેમ્પસ, ડી.એચ.કોલેજ કેમ્પસ તથા સબ રજીસ્ટ્રાર કચેરી પાસે રહેશે.
ઞ્જ જનરલ એન્ટ્રી(એન્ટ્રી માટે પાસની જરૂરીયાત નથી)-હોમી દસ્તુર માર્ગથી એન્ટ્રી તેમજ ર્પાકિંગ વ્યવસ્થા હોમી દસ્તુર માર્ગ તથા એ.વી.પી.ટી.ગ્રાઉન્ડ તથા ડી.એચ.કોલેજ કેમ્પસમાં રહેશે.
રીમિક્સ બને તો મુળ કમ્પોઝર-ગાયકને પણ સન્માન આપોઃ અમાલ મલિક
ઞ્જલોકડાઉન પછી સંગીતમાં ખુબ બદલાવ આવ્યો છે, મારી સાથે કામ કરતાં અનેક છોકરાઓ કે પછી જે ડ્રાઇવર હોય કે પ્યુન હોય તે નેવુના દસકાના ગીતો વધુ સાંભળતા જોવા મળે છે, ત્યારના ગીતો અમર થઇ ગયા છે. હું હાલમાં ઓરીજીનલ મ્યુઝિક સાથે રિમીક્સ પણ કરી રહ્યો છું. ભુલભુલૈયા-૩માં મેં હાલમાં જ રિમીક્સ ગીત આપ્યું છે. મેરે ઢોલના...ગીતને રિક્રીએટેડ માટે મને પસંદ કરવામાં આવતાં મેં મુળ કમ્પોઝર-ગાયક પ્રિતમને પણ માન આપ્યું છે. રીમિક્સ આ રીતે બને તો તે સારુ ગણાય.
જાણો અમાલ મલિક અને નિકીતા ગાંધી વિશે
રાજકોટઃ અમાલ મલિક ભારતના પ્રસિદ્ધ સિંગર અને પ્લેબેક સિંગર છે. જેણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ગાયકીની ક્ષમતા સાબિત કરી નામના મેળવી છે. મુંબઇમાં ૧૯મી જૂન ૧૯૯૦ના રોજ થયેલ છે. અમાલ એક સંગીત પરિવારમાંથી આવે છે. અમાલ મલિક સંગીત નિર્દેશક સરદાર મલિકના પૌત્ર છે અને ડબુ મલિકના પુત્ર છે, સંગીતકાર અનુ મલિકના ભત્રીજા છે અને સિંગર અરમાન મલિકના ભાઈ છે. અમાલ મલિકએ પોતાના કરિયરની શરૂઆત ૨૦૧૪માં હિન્દી ફિલ્મ ખૂબસુરતના ગીત ઙ્કનૈનાઙ્ઘ થી કરેલ હતી. અમાલ મલિકને તેમના કામ બદલ અનેક એવોર્ડ્સ પણ મળેલ છે. જેમાં, ફિલ્મફેર એવોર્ડ, ઝી સીને એવોર્ડ અને મિર્ચી મ્યુઝિક એવોર્ડ છે.
પ્રખ્યાત ફિલ્મ એમ.એસ. ધોનીના તમામ ગીતો અમાલ મલિક દ્વારા આપવામાં આવ્યા હતા. તેણે માત્ર આઠ વર્ષની ઉંમરે સંગીત શીખવાનું શરૂ કર્યું. અમાલ મલિકે લંડનની ટ્રિનિટી કૉલેજ ઑફ મ્યુઝિકમાંથી સંગીતનું શિક્ષણ મેળવ્યું છે. આ ઉપરાંત તેમણે તેમના દાદા પાસેથી ભારતીય સંગીતનું સંપૂર્ણ શિક્ષણ મેળવ્યું છે. અમાલે તેની કારકિર્દી ખૂબ જ નાની ઉંમરથી શરૂ કરી હતી. ૧૦મું પાસ કર્યા પછી તેણે પ્રખ્યાત સંગીતકારોને મદદ કરવાનું શરૂ કર્યું. તેમણે સહાયક સંગીતકાર તરીકે ઘણી ફિલ્મોમાં સંગીત આપ્યું. ૨૦૦૮થી ૨૦૧૧ સુધી, તેણે ઘણી ફિલ્મોમાં સહાયક સંગીતકાર તરીકે પ્રીતમ સાથે કામ કર્યું. તેણે હિન્દી સિનેમામાં સંગીતકાર તરીકેની કારકિર્દીની શરૂઆત ફિલ્મ જય હોના ગીત નૈનાથી કરી હતી. આ ગીત તે સમયનું ચાર્ટબસ્ટર ગીત હતું. અમાલના ગીતો - જબ તક તુજે પ્યાર સે, મૈં હૂં હીરો તેરા, સોચ ના શક, બોલ દો ના જરા દિલ મેં જો હે છૂપા, કોન તુજે યું પ્યાર કરેગા અનેમૈં રહું યા ના રહું તુ મુજમે કહી બાકી રહેના સહિતના છે.
જ્યારે નિકિતા ગાંધી એક ભારતીય પ્લેબેક સિંગર છે, જે મુખ્યત્વે તમિલ, હિન્દી, તેલુગુ, બંગાળી અને કન્નડ ફિલ્મોના ગીતો ગાઇને જાણીતી બની છે. નિકિતા ચાર અલગ-અલગ ભાષાઓમાં ભારતીય ફિલ્મોમાં ઘણી સારી છે. તેણે ફિલ્મ રાબતાનું ગીત રાબતા ગાયું છે, જેના માટે તેને ચાહકો તરફથી ઘણી પ્રશંસા મળી છે. જગ્ગા જાસૂસ ફિલ્મમાં, નિકિતાએ અરિજીત સિંહ સાથે તેનું ગીત ઉલ્લુ કા પઠ્ઠા ગાયું હતું જે હિટ બન્યું હતું. તેણે સચિનઃઅ બિલિયન ડ્રીમ્સ, શેફ, જબ હેરી મેટ સેજલ અને ઇત્તેફાક જેવી ફિલ્મો માટે ગીતો પણ ગાયા છે. તેણીએ કોકપિટ માટે આતિફ અસલમ સાથે બંગાળી ગીત ૅમેથે આલોૅ પણ ગાયું છે, તેના ગીતો આઓ કભી હવેલી પેૅ અને ૅપોસ્ટર લગવા દો પણ લોકપ્રિય થયા હતા. તેરે પ્યાર મેં (રાબતા) અને કાફીરાના (જુગ્નુ)ના ગીતો પણ યુવાઓને ગમે છે. (૧૪.૮)
રિયાલીટી શોમાં વિજેતા થઇ ગયા પછી પણ તમારે અહિ સંઘર્ષ કરવો પડે છેઃ અમાલ
ઞ્જ અમાલ મલિકે કહ્યું કે-મારો સુપરસ્ટાર નાનો ભાઇ અરમાન નામ ફેમિલી છોડીને સારેગામાપા લિટલ ચેમ્પ્સમાં ગયો હતો પરંતુ તેનો આઠમો નંબર આવ્યો હતો. તેણે સો ટકા સારુ ગાવાનું શરૂ ન કર્યુ ત્યાં સુધી તેને અહિ સ્થાન મળ્યું નહોતું. અહિ દરેક ગીત પર જે તે ગાયકનું નામ લખ્યું હોય છે. રિયાલટી શોમાં વિજેતા થયેલા સ્પર્ધકને ઇન્ડસ્ટ્રીમાં શા માટે કામ નથી મળતાં? તે અંગે અમાલે કહ્યું કે-રિયાલીટી શોમાંથી સ્પર્ધકો જીતીને કે હારીને નીકળે પછી તરત કામ નથી મળી જતું, અહિ જીત્યા પછી પણ તમારે સંઘર્ષ કરવો પડે છે. અમાલે કહ્યું-કોઇ ખુબ સારુ ગાઇ રહ્યું હોય છતાં તેને તક ન મળતી હોય અને તમે તેને ઓળખતા હોવ અને તેની ભલામણ કરો તો તે નેપોટીઝમ નથી. જેને કંઇ નથી આવડતું પણ તે તમારા કુટુંબી છે અને છતાં તમે તેને તક અપાવો તો તે નેપોટીઝમ છે.
હમેંશા સાંભળવા ગમે એવા ગીતો હું લાવીશ એ મારુ પ્રોમીશ છે...
માર્કેટીંગવાળા ગીતો માત્ર બે ત્રણ મહિના જ સંભળાય છે કે જ્યારે ફિલ્મ પ્રમોટ થતી હોય છે. પણ ગીતો એવા લાવવા જોઇએ જે હમેંશા સાંભળવા ગમે, આજે આવુ ઓછુ છે પણ હું હાવુ સંગીત લઇને આવીશ એ મારુ પ્રોમીશ છે. દિલથી બનાવેલા ગીતો અહિ ભરપુર ચાલી જાય છે. દ્વીઅર્થી ગીતો અંગે તેણે કહ્યું કે અમુક વખતે ડિરેક્ટરની જ ડિમાન્ડ હોય છે, મેં પણ ક્યારેક આવા ગીતો ગાયા છે. કમ્પોઝર, લેખકને પણ ડિરેક્ટરનું માનવું પડે છે. પરંતુ આ ગીતોને સ્વીકારવા કે નહિ તે દર્શકો-શ્રોતાઓ જ નક્કી કરે છે. આવા ગીતોને અટકાવી શકાય નહિ, પણ તમે તેને ગાવાની ના પાડી શકો.
નાગરિક બેંકમાં ‘કલ્પક જૂથ'નો સફાયો
(3:33 PM IST)










