તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th November 2024
શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ, રાજકોટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સભ્ય પરિવારનું સ્નેહમિલન, વિદ્યાર્થી તથા દાતા સન્માન સમારોહ રંગે ચંગે સંપન્ન

રાજકોટ તા. ૧૯ઃ શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ, રાજકોટ દ્રારા સંસ્થાના આંગણે તાજેતરમાં પ્રેમી ભાઈઓ તથા બહેનો માટે શ્રી નાથજીની ઝાંખી તથા સત્સંગી ભાઈઓ બહેનોનો રાસોત્સવ નો કાર્યક્રમ પુરા ઉત્સાહથી ઉજવાયેલ.
આ કાર્યક્રમમાં ગુર્જર સુતાર પ્રગતિ મંડળ, રાજકોટના અધ્યક્ષ અરવિંદભાઈ ગજજર તથા પ્રમુખશ્રી રમણીકભાઈ પાટણવાડીયાના સંકલ્પને સાકાર કરવા ગાયક ચંદ્રેશભાઈ ગજજર સત્સંગ ગૃપના સથવારે સભ્ય પરિવારના ભાઈઓ બહેન, બાળકોઍ આ કાર્યક્રમને મનભરીને રસસભર રીતે મોડી રાત્રી સુધી માણ્યો હતો. આ કાર્યક્રમ દ્રારા મળેલ ભેટની રકમ ગૌશાળા, પક્ષીઓને ચણ અને મેડીકલ, સામાજીક કાર્યમાં વાપરવામાં આવશે.
બીજા દિવસે જ્ઞાતિ આગેવાનો દ્વારા ભગવાનશ્રી વિશ્વકર્મા દાદાનુ દીપ પ્રાગ્ટય કરી સમારંભની શરૂઆત કરવામાં આવેલ. શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ, રાજકોટ દ્વારા દર વર્ષે યોજાતા કાર્યક્રમથી વિશેષ સ્નેહમિલન, સભ્ય પરિવારના ધોરણ ૧ થી ૧૨ ના વિધાર્થીઓમાંહેથી રજુ થયેલ માર્કશીટના આધારે નંબર ઍકથી ત્રણ ક્રમાંક આશરે ૨૦૦ થી વધારે વિદ્યાથીઓને પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં આવેલ. તેમજ ધોરણ બાર થી આગળ અયાસ કરતા વિધાર્થીઓને સ્કોલરશીપના ચેક અર્પણ કરવામાં આવેલ તેમજ સભ્ય પરિવારની ઍક વિદ્યાર્થી જેમણે સી.ઍ. પુર્ણ કરેલ છે તેમને તથા ઍક વિધાર્થી પી.ઍચ.ડી.માં અભ્યાસ કરી રહેલ છે તે બન્ને વિધાર્થીનું વિશિષ્ટ સન્માન મેડલ અને સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવેલ.
કાર્યક્રમની ગરીમા વધારવા તાજેતરમાં સ્થપાયેલ શ્રી અખિલ વિશ્વકર્મા સુથાર સંઘ, ગુજરાત પ્રદેશના અધ્યક્ષશ્રી અને યુવા ઉધોગપત્તિ તથા અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલ યોગિનભાઈ છનીયારા મુખ્ય મહેમાન તરીકે તથા શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘ, અમદાવાદના પ્રમુખશ્રી ધર્મેન્દ્રભાઈ દેવળીયા, તથા સૌરાષ્ટ ગુર્જર સુતાર જ્ઞાતિ યુથ ફોરમના પ્રમુખ શાંતિભાઈ ખોડદીયા, ઉના દેલવાડાના પ્રમુખ નરેશભાઈ મોડાસીયા, તેમજ ગોંડલ, ધોરાજી, સોમનાથ, સુરેન્દ્રનગર, વિરમગામ, પડધરી, તાલાળા, કેશોદ, વેરાવળ વિગેરે ગુર્જર સુતાર સમાજ ગુજરાતની અનેક સંસ્થાઓના પ્રતિનિધીઓ હાજર રહેલ. તેમજ આજના કાર્યક્રમમાં સંસ્થાની ગત વર્ષની મીનીટ બુક શૈલેષભાઈ માંડવીયા, મંત્રીશ્રી, વર્ષ ૨૦૨૪-૨૫ નુ સુચિત બજેટ પ્રફુભાઈ કરશાળા સહ ખજાનચી તથા વર્ષ ૨૦૨૩-૨૪ નો ઓડીટ રીપોર્ટ ખજાનચી વિમલભાઈ સોંડાગરઍ રજુ કર્યો અને ઉપસ્થિતની બહાલી મેળવી. પ્રમુખ સ્થાનેથી પ્રમુખશ્રી રમણીકભાઈ પાટણવાડીયાઍ સંસ્થાની સેવાકિય પ્રવૃત્તિઓ, સામાજીક ઉત્કર્ષના કાર્યો, તેમજ આ વર્ષથી શરૂ કરવામાં આવેલ વિધાર્થીઓને વિના મુલ્યે આપવામાં આવેલ પાઠય પુસ્તકો, પ્રફુલ સ્કેપ નોટબુક અને સ્કોલરશીપની વિગતો રજુ કરેલ તેમજ સંસ્થાને શૈક્ષણીક ફંડ તથા આર્થિક રીતે સહયોગ આપનાર દાતાશ્રીઓને સન્માનીત કરવામાં આવેલ.
આ સમગ્ર કાર્યક્રમના આયોજન અને વ્યવસ્થા માટે તથા સફળ બનાવવા માટે છેલ્લા બે મહીનાથી અધ્યક્ષશ્રી અરવિંદભાઈ ગજજર તથા પ્રમુખ રમણીકભાઈ પાટણવાડીયાના માર્ગદર્શન નીચે સંસ્થાના ઉપાધ્યક્ષ મથુરભાઈ પાટણવાડીયા, ટ્રસ્ટીશ્રીઓ અરવિંદભાઈ ગંગાજળીયા, જગદીશભાઈ સોંડાગર, ગોરધનભાઈ ચાપાનેરા, રસીકભાઈ વાઘસણા તેમજ કારોબારી સમીતીના ઉપ પ્રમુખશ્રી વિનોદભાઈ ધારૈયા, મંત્રીશ્રી, શૈલેષભાઈ માંડવીયા, ખજાનચી શ્રી વિમલભાઈ સોંડાગર, સહ ખજાનચી શ્રી પ્રફુલભાઈ કરશાળા, કારોબારી સભ્યો સુરેશભાઈ સોડાગર, રમેશભાઈ સોનીગરા, અશોકભાઈ સોનીગરા, નલીનભાઈ ગંગાજળીયા, જીતેન્દ્રભાઈ ધારૈયા, ગોપાલભાઈ ખંભાયતા, નિતિનભાઈ બકરાણીયા, ઈશ્વરભાઈ પંચાસરા તેમજ કાર્યકર્તાઓ શ્રી વિજયભાઈ સાપરા, દિપકભાઈ ચંદવાણીયા, રમેશભાઈ પાટણવાડીયા, જયસુખભાઈ સોનીગરા, રમેશભાઈ સોંડાગર, રાજુભાઈ ઉછડીયા, કમલેશભાઈ સોનીગરા, શૈલેષભાઈ ચાપાનેરા, જગદીશભાઈ પાટણવાડીયા, વિજયભાઈ સોંડાગર, રાજ માંડવીયા, અર્ચના બકરાણીયા, વિગેરેઍ કાર્યક્રમને સફળ બનાવવા ખુબ જહેમત ઉઠાવેલ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન પ્રમુખશ્રી રમણીકભાઈ પાટણવાડીયાઍ કરેલ.
(4:00 PM IST)










