News of Tuesday, 19th November 2024
વહાલુડીના વિવાહ : મુખ્ય યજમાન પદે સંજયભાઇ-માધવીબેન ધમસાણીયા
‘‘પંછી પાની પીને સે ઘટેના સરીતા નીર દાન કીયે ધન ના ઘટે સાય કરે રઘુવિર'' : ર૯ ડીસેમ્બરે માતા-પિતા વિહોણી દીકરીઓનો જાજરમાન લગ્નોત્સવ

રાજકોટ તા.૧૯ : ‘‘દિકરાનું ઘર'' વૃધ્ધાશ્રમ- ઢોલરા દ્વારા પ્રતિવર્ષ છેલ્લા છ વર્ષથી દર વર્ષે યોજાતા માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ દીકરીઓનો જાજરમાન લગ્નોત્સવ વહાલુડીના વિવાહ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ યોજવામાં આવે છે અને સમાજનો સુખી-સંપન્ન પરિવાર દર વર્ષે મુખ્ય યજમાન બનતા હોય છે. આ વર્ષે પણ આગામી તારીખ ર૯ ડીસેમ્બર રવિવારના રોજ સતત સાતમાં વર્ષે વહાલુડીના વિવાહ-૭ યોજવામાં આવેલ છે. આ વર્ષે પણ લગ્નોત્સવમાં સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગતમાં આદરભર્યુ સ્થાન ધરાવતા કડવા પટેલ સમાજના મોભી એઇસ સોફટવેર કંપનીના સફળ સંચાલક સંજયભાઇ અને માધવીબેન ધમસાણીયા પરિવાર મુખ્ય યજમાન તરીકે સહભાગી બનનાર છે અને સમગ્ર પરિવાર લક્ષ્મી સ્વરૂપ ર૩ દિકરીઓના આશિર્વાદના અધિકારી બનનાર છે. તેમ દિકરાનું ઘર સંસ્થાની યાદી જણાવે છે. રાજકોટ જીલ્લાના ધોરાજી મુળ વતની અને રાજકોટને પોતાની કર્મભુમી બનાવનારા રાજકોટ-સૌરાષ્ટ્રના સોલવન્ટ પ્લાન્ટસ અને ઓઇલ મીલ ઉદ્યોગ ના જાણીતા જુની પેઢીના સફળ ઉદ્યોગપતિ સ્વ.શ્રીહરિભાઇ ધમસાણીયા પરિવારના સંજયભાઇએ પોતાની આવડત, કુનેહ, કઠોર પરિશ્રમ, દિર્ઘદ્રષ્ટીથી પોતાની વિકાસયાત્રા દેશ-વિદેશમાં વિસ્તારેલ છે. અમેરિકા,યુરોપ,ઓસ્ટ્રેલીયા,સહિતના દેશોમાં સોફટવેર એકસપોર્ટ કરતા ગુજરાતની સફળ પબ્લીક લીસ્ટેડ સોફટવેર કંપની કે જેમાં ૮૦૦ જેટલા લોકો કામ કરે છે તે એઇસ સોફટવેર કંપનીના સંચાલક, નેચરોપેથી અને આયુર્વેદિક સારવાર થકી ટ્રીટમેન્ટ આપતી ‘‘આત્મનીય નેચરકયોર'' તેમજ રાજકોટના પ્રતિષ્ઠીત સરાજા રેસ્ટોરન્ટના કો-પ્રમોટર છે.
સફળ બીઝનેશમેનની સાથે ઇશ્વરે મને આપેલ સંપતિમાં કોઇ નો પણ ભાગ છે તેમ સમજી મારે સમાજ માટે કાંઇક કરી છૂટવું જોઇએ એવી ઉમદા ભાવના ધરાવતાં સંજયભાઇએ સમાજના વિવિધ સેવાકાર્યમાં શ્રીદાન કરીને પોતાની લક્ષ્મીને મહાલક્ષ્મીમાં પરીવર્તીત કરી છે. સમગ્ર ધમસાણીયા પરિવાર અતી સરળ, સાદગી ભયો, નિરાભીમાની અને સાત્વીક જીવનજીવનાર ધર્મપરાયણ પરિવાર છે.
બહુજન હિતાય-બહુજન સુખાયમાં માનનાર ધમસાણીયા પરિવારે દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ આયોજીત વહાલુડીના વિવાહ-૭ માટે માતુશ્રી જમકુંવરબેન, સંજયભાઇ ધમસાણીયા માધવીબેન ધમસાણીયા તેમજ અમેરીકામાં ઉચ્ચ અભ્યાસ કરતી બંને દીકરીઓ અવની અને અનોખી સહિતના પરિવારજનો રૂપીયા ૩૧ લાખનું ઉદાર શ્રીદાન આપવાની જાહેરાત કરેલ છે. સમગ્ર પરિવાર માત્ર આર્થિક યોગદાન આપીને નહિ પરંતુ સેવાભાવી, માનવતાવાદી, શિક્ષીત, સંસ્કારી પરિવાર તન-મન-ધનથી વહાલુડીના વિવાહ ૭ માં જોડાનાર છે.
ઉમીયા માતાજી મંદિર ટ્રસ્ટ સીદસરના ટ્રસ્ટી તેમજ અતિ નબળા પરિવારના બાળકોને વિનામુલ્યે શ્રેષ્ઠ શિક્ષણ સહીતની પ્રવૃતિ કરતી સંસ્થા હોપ વેલફેર ફાઉન્ડેશનના ટ્રસ્ટી તરીકે પણ સેવા આપતા મોટા ગજાના ઉદ્યોગપતિ માનવા જેમના લોહીમાં વહે છે તેવા સંજયભાઇ ધમસાણીયા અને માધવીબેન ધમસાણીયા દંપતિ ‘‘વહાલુડીના વિવાહ ૭'' ના મુખ્ય યજમાન બનેલ છે અને રૂપીયા ૩૧ લાખના ઉદાર શ્રીદાનની જાહેરાતને ‘દિકરાનું ઘર' વૃધ્ધાશ્રમ સંસ્થાના મુકેશ દોશી, અનુપમ દોશી, સુનિલ વોરા, કિરીટ આદ્રોજા, નલિન તન્ના, હસુભાઇ રાચ્છે આવકારી અને દાતા પરિવારની પવિત્ર ભાવનાને બિરદાવી સમગ્ર ધમસાણીયા પરિવારનો આભાર માનેલ છે.
‘‘દિકરાનું ઘર'' વૃધ્ધાશ્રમ દ્રારા પ્રતિવર્ષ યોજાતા આ લગ્નોત્સવમાં સમાજના અલગ- અલગ ક્ષેત્રના લોકો મુખ્ય યજમાનપદ નો લાભ લઇ ચુકયા છે જેમાં ભાવેશભાઇ તળાવીયા પરિવાર(પટેલ ટીમ્બર) શહેરના જાણીતા બિલ્ડર ધીરૂભાઇ રોકડ પરિવાર, જાણીતા ઉદ્યોગપતિ શિવલાલભાઇ આદ્રોજા પરિવાર, જાણીતા ઉદ્યોગપતિ મનસુખભાઇ પાણ પરિવારનો સમાવેશ થતો હોવાનું ‘‘દિકરાનું ઘર'' સંસ્થાના ટ્રસ્ટી શ્રી નલિનભાઇ તન્નાએ સંસ્થાની એક યાદીમાં જણાવ્યું છે.
(4:06 PM IST)










