<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

સદ્‌ગુરૂદેવ પૂ.પારસમૂનિ મ.સા.ની આજે રાજકોટમાં સ્‍થિરતાઃકાલે સવારે વિહાર

સત્‍યનારાયણ પાર્ક,નાણાવટી ચોક પાસે દર્શન-વંદનનો લાભ મળશે

રાજકોટઃતા.૧૯ : ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.જગદીશમૂનિ મ.સા.ના સુશિષ્‍ય સદ્દગુરૂદેવ પૂ.પારસમૂનિ મ.સા.આજે કાલાવડથી વિહાર કરી રાજકોટ પધાર્યા છે. શહેરમાં કાલ સુધી સ્‍થિરતાના ભાવ ધરાવે છે. પૂ.પારસમૂનિ મ.સા.સત્‍યનારાયણ પાર્ક,નાણાવટી ચોક પાસે ખાતે બિરાજમાન છે.શ્રાવક-શ્રાવિકાઓને દર્શન વંદનનો લાભ મળી શકશે. વધુ માહિતિ માટે ચંદ્રકાંતભાઇ શેઠ (મો.૯૮૨૪૦૪૩૭૬૯),મયૂરભાઇ શાહ (મો.૯૪૨૮૨૦૦૦૭૫), અજયભાઇ ભીમાણી(મો.૯૩૭૪૧૦૦૧૫૯) તથા નીતીનભાઇ મહેતા   (મો.૯૨૨૭૨૧૨૦૪૫)નો સંર્પક કરી શકાશે.

(4:38 PM IST)