<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

-ડીએનએ વેલનેસ રાજકોટમાં ગર્ભાશયના મુખના કેન્‍સરની તપાસ માટે નવી ટેકનોલોજી લાવ્‍યું

કંપનીએ ‘સર્વિશ્‍યોર' લેબોરેટરી લોન્‍ચ કરી, જે ગર્ભાશયના મુખના કેન્‍સરનો ટેસ્‍ટ કરી વહેલા નિદાનની સુવિધા પૂરી પાડશેઃ પત્રકાર પરીષદમાં માહિતિ આપતા પથીક ભંડેરી, ડો. કલ્‍પના ખંઢેરીયા

રાજકોટ તા. ૧૯: ગર્ભાશયના મુખનું કેન્‍સર એ ભારતમાં કેન્‍સરને કારણે મળત્‍યુ પામતીસ્ત્રીઓ પાછળનું મુખ્‍ય કારણ છે, જેના પરિણામે નેશનલ કેન્‍સર રજિસ્‍ટ્રી રીપોર્ટ ૨૦૨૩ મુજબ, ફક્‍ત ગુજરાતમાં જ વર્ષ ૨૦૨૩માં ગર્ભાશયના મુખના કેન્‍સર સંબંધિત ૧૭,૦૦૦ કેસ અને ૧,૮૦૦ મળત્‍યુ નોંધાયા હતા. ભારતમાં દર વર્ષે ગર્ભાશયના મુખના કેન્‍સરના લગભગ ૧,૨૫,૦૦૦ કેસ નોંધાય છે અને દર વર્ષે લગભગ ૭૭,૦૦૦ મળત્‍યુ થાય છે. સમગ્ર વિશ્વના મેડિકલ પ્રેક્‍ટિશનરોએ ગર્ભાશયના મુખના કેન્‍સરના વહેલા નિદાન પર ભાર મૂકયો છે તેને અનુરૂપ રહીને ડીએનએ વેલનેસ ઇન્‍ડિયા પ્રાઇવેટ લિમિટેડ (ડીએનએ વેલનેસ) આ સફળ નવીનીકરણ મારફતે રાજકોટ અને સૌરાષ્‍ટ્રની લાખોસ્ત્રીઓનું સશક્‍તિકરણ કરશે.

ડીએનએ વેલનેસએ મંગળવારના રોજ ગર્ભાશયના મુખના કેન્‍સરની તપાસ માટેની એક સમર્પિત ટેસ્‍ટિંગ લેબોરેટરી ‘સર્વિશ્‍યોર'ના લોન્‍ચની સાથે ગુજરાતના માર્કેટમાં તેના વિસ્‍તરણની જાહેરાત કરી હતી. ડીએનએ વેલનેસએ હાલમાં જ ડીએનએ પ્‍લોઇડી ટેસ્‍ટ હાથ ધરવા માટેના વિશેષાધિકારો પ્રાપ્ત કર્યા છે, જે કેનેડામાં આવેલ બ્રિટીશ કોલંબિયા કેન્‍સર રીસર્ચ એજન્‍સી દ્વારા વિકસાવવામાં આવેલું એક સાધન છે. બ્રાન્‍ડનેમ ‘સર્વિશ્‍યોર' તરીકે ઓળખાતો આ ટેસ્‍ટ ગર્ભાશયના મુખના કેન્‍સરનું નિદાન કરવા માટેની ઝડપી, સચોટ અને નોન ઇન્‍વેસિવ પદ્ધતિ છે, જે પરંપરાગત રીતે ઉપલબ્‍ધ હોય તેવી કોઈ પણ પદ્ધતિઓ કરતાં બે વર્ષ વહેલું નિદાન કરી શકે છે.

આ નવી લોન્‍ચ કરવામાં આવેલી લેબોરેટરી બી-૨૨૧, આર. કે. આઇકોનિક, ૧૫૦ ફૂટ રિંગ સેડ, શીતલ પાર્ક સર્કલ નજીક, રાજકોટ ખાતે આવેલી છે. શહેરની મધ્‍યમાં આવેલી આ લેબોરેટરી અલ્‍ટ્રા-મોડર્ન ટેકનોલોજીથી સજજ છે, જે સર્વિશ્‍યોર ટેસ્‍ટ હાથ ધરવા માટે  પાત્ર સ્‍ટાફના સભ્‍યો ધરાવે છે. અમદાવાદ અને વડોદરા બાદ સૌરાષ્‍ટ્ર પ્રદેશના દર્દીઓની જરૂરિયાત પૂરી કરવા માટે રાજકોટ પર પસંદગી ઉતારવામાં આવી છે અને તે પ્રતિ દિન ૨૦૦ ટેસ્‍ટ-હાથ ધરવા માટે સંપૂર્ણપણે સજજ છે, જે તેને મહિનામાં ૫,૦૦૦ ટેસ્‍ટ કરવા માટે સક્ષમ બનાવે છે.

‘સર્વિશ્‍યોર'ના લોન્‍ચ પરડીએનએ વેલનેસના સહ-સ્‍થાપક શ્રી પથિક ભંડારીએ પત્રકાર પરીષદમાં જણાવ્‍યું હતું કે, ‘ડીએનએ પ્‍લોઇડી ટેસ્‍ટની વિશેષ ટેકનોલોજીને ભારતમાં લાવવી એ ભારતને ગર્ભાશયના મુખના કેન્‍સરથી મુક્‍ત કરવાના અમારા વિઝનને સાકાર કરવાની દિશામાં લેવામાં આવેલું પ્રથમ પગલું છે. આ ટેસ્‍ટસ્ત્રીઓને વહેલા નિદાનની સુવિધા પૂરી પાડી સમગ્ર ભારતની મહિલાઓનું સશક્‍તિકરણ કરશે અને પ્રભાવિત થયેલા દર્દીઓના આ રોગમાંથી ઉગરવાના દરોને સુધારશે. અમે સમગ્ર ભારતમાં અમારી સમર્પિત લેબોરેટરીઓ સ્‍થાપવા માંગીએ છીએ, જે ‘સર્વિશ્‍યોર'ની વ્‍યાપક પહોંચની ખાતરી કરશે.આગળ જતાં, ડીએનએ વેલનેસની યોજના વર્ષ ૨૦૨૭ સુધીમાં તબક્કાવાર રીતે સમગ્ર ભારતમાં ૧૦૦ જેટલી સમર્પિત સર્વિશ્‍યોર લેબોરેટરી સ્‍થાપવાની છે.

અમદાવાદમાં આવેલી સરદાર વિમેન્‍સ હોસ્‍પિટલમાં કાર્યરત ગાયનેકોલોજિસ્‍ટ ડો. સુરેશ પટેલએ યાદીમાં જણાવ્‍યું હતું કે, ‘ગર્ભાશયના મુખનું કેન્‍સર ભારતીયસ્ત્રીઓમાં સૌથી વધુ પ્રવર્તમાન કેન્‍સરોમાંથી એક છે, તેમ છતાં તે સૌથી વધુ નિવારી શકાય તેવા કેન્‍સરોમાંથી પણ એક છે. જીવ બચાવવા માટે વહેલું નિદાન સૌથી મહત્ત્વપૂર્ણ છે અને સર્વિશ્‍યોરની પહેલના ભાગરૂપે ડીએનએ પ્‍લોઇડી ટેસ્‍ટની શરૂઆત એ આ દિશામાં ભરવામાં આવેલી હરણફાળ, છે. અત્‍યંત્ત ઊંચી સંવેદનશીલતા અને ચોક્કસતા ધરાવતા આ ટેસ્‍ટની મદદથી અમે કેન્‍સર પૂર્વેના ફેરફારોની જાણકારી ગર્ભાશયના મુખનું કેન્‍સર થાય તેના ઘણાં પહેલાં જ મેળવી શકીએ છીએ, જેસ્ત્રીઓને સમયસર હસ્‍તક્ષેપ કરવાની અને તેને નિવારવાની તક આપે છે.

જામનગર કેન્‍સર રીસર્ચ ઇન્‍સ્‍ટિટયૂટના પ્રેસિડેન્‍ટ ડો. કલ્‍પના ખંઢેરીયાએ જણાવ્‍યું હતું કે, ‘આપણને ગર્ભાશયના મુખના કેન્‍સરોની ઘટનાઓમાં વધારો જોઇએ છીએ. ત્‍યારે આ પ્રકારના નવીનીકરણો પરિણામોને સુધારવામાં ઘણાં મદદરૂપ થાય છે અને આપણને એવા ભવિષ્‍યની નજીક લઇ આવે છે. જેમાં કોઇપણસ્ત્રીએ આ બીમારીની તપાસ વગર રહેવું પડે નહીં.

(4:10 PM IST)