<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

શહેરના ૮૦ ફુટ રોડ ઉપર ફુડ શાખા ત્રાટકીઃ અખાદ્ય મંચુરીયન-પાઉંનો નાશ

મનપા દ્વારા ઉપલા કાંઠા વિસ્‍તારમાં સર્વેલન્‍સ ચેકીંગની કાર્યવાહી : જય માતાજી ચાઇનીઝ એન્‍ડ પંજાબી તથા સાવરીયા પાઉંભાજી એન્‍ડ પુલાવમાંથી ૯ કિલો વાસી ખોરાક ઝડપાયોઃ ખાણીપીણીના ૧૩ ધંધાર્થીઓને લાઇસન્‍સ અંગે નોટીસ

 

રાજકોટ, તા., ૧૯: શહેરમાં ઠંડીનો ચમકારો દેખાવા લાગ્‍યો છે. ત્‍યારે મનપાના ફુડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોમાં ખાદ્ય પદાર્થ ઉત્‍પાદક અને વિક્રેતાઓને ત્‍યાં સર્વેલન્‍સ ચેકીંગ હાથ ધરવામાં આવી રહયું છે. જે અંતર્ગત ૮૦ ફુટ રોડ ખાતેના જય માતાજી ચાઇનીઝ એન્‍ડ પંજાબીમાંથી પ કિલો અખાદ્ય મંચુરીયન તથા સાવરીયા પાઉંભાજી એન્‍ડ પુલાવમાંથી ૪ કિલો વાસી પાઉંનો જથ્‍થો મળી આવતા નાશ કરવામાં આવેલ. જયારે કુવાડવા રોડ વિસ્‍તારના ર૮ ખાણીપીણીના ધંધાર્થીઓને ત્‍યાં ચકાસણી દરમિયાન ૧૩ ને લાઇસન્‍સ અંગે નોટીસ આપવામાં આવી હતી.       

મનપાની સત્તાવાર યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન હુન્‍ડાઇ શોરૂમ પાસે, ૮૦ ફૂટ રોડ, રાજકોટ મુકામે  આવેલ જય માતાજી ચાઇનીઝ એન્‍ડ પંજાબી  પેઢીની તપાસ કરતા સ્‍થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલ વાસી અખાદ્ય મંચુરિયનનો અંદાજીત ૦૫ કિ.ગ્રા. જથ્‍થો મળી આવતા સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્‍ય સ્‍ટોરેજ કરવા, તેમજ હાઈજેનિક કન્‍ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

ઉપરાંત સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન હોન્‍ડાઇ શોરૂમ પાસે, ૮૦ ફૂટ રોડ, રાજકોટ મુકામે આવેલ સાવરીયા પાઉંભાજી એન્‍ડ પુલાવ પેઢીની તપાસ કરતા સ્‍થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલ વાસી અખાદ્ય પાઉંના પેક્‍ડનો અંદાજીત ૦૪ કિ.ગ્રા. જથ્‍થો મળી આવતા સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્‍ય સ્‍ટોરેજ કરવા, તેમજ હાઈજેનિક કન્‍ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન ઉમિયા ચોકથી બાપસીતારામ ચોક સુધીના તથા કુવાડવા રોડ વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૮ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૩ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્‍યચીજોના કુલ ૨૮ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ.જેમાં ધોરાજી ગાંઠિયા રથ, શ્રી યમુના ફરસાણ, ભગવતી શિખંડ , બજરંગ ડેરી ફાર્મ, સદગુરુ ડેરી ફાર્મ, બાલાજી ઘૂઘરા, પટેલ ચાઇનીઝ પંજાબી, નટરાજ પાન, જોકર ગાંઠિયા, શક્‍તિ કોલ્‍ડ્રિંક્‍સ, ક્રિષ્‍ના પાણીપુરી, મહાકાળી પાણીપુરી, મારવાડી પાણીપુરીને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ

(4:18 PM IST)