<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

બોર્ડમાં લોક પ્રશ્નની ચર્ચાનો ફરી છેદ ઉડયોઃ સભામાંથી કોંગ્રેસ બહાર

સ્‍થાપના દિને પણ લોકોની ચિંતા ન કરતુ઼ તંત્ર! વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ રોગચાળો, ઘરે-ઘરે કચરા એકત્રીકરણ સહિતના મુદાની ચર્ચાની માંગ કરતા શાસકો સાથે તું તું મૈં મૈં: કોંગ્રેસ-ભાજપના નગરસેવકો વચ્‍ચે દર વખતની જેમ રાજકીય આક્ષેપબાજી

રાજકોટ તા. ૧૯ :.. મ્‍યુનિ. કોર્પોરેશનના આજે મળેલા જનરલ બોર્ડમાં એક કલાકના પ્રશ્નોતરી કાળમાં ફરી વખત માત્ર એક કોર્પોરેટરના સવાલના જવાબમાં પુરૂ બોર્ડ સમાપ્ત થઇ ગયું હતું. ક્રમ પ્રમાણે વિપક્ષના સભ્‍યોનો વારો ખુબ પાછળ હોય, અર્ધા કલાક સુધી ચર્ચાઓ બાદ વિપક્ષી કોર્પોરેટરો ચર્ચા વચ્‍ચે કૂદી પડતા શાસક પક્ષના અને વિપક્ષના વશરામભાઇ વચ્‍ચે તું તું... મૈં મૈં... થવા પામ્‍યું હતું. સભા અધ્‍યક્ષ નયનાબેન પેઢીયાએ કોંગી સભ્‍યોને ગૃહ બહાર કાઢવા આદેશ કર્યો હતો.

મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આજરોજ મળેલ મ્‍યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈ રજા ઉપર હોવાના કારણે ઈન્‍ચાર્જ તરીકે ડે. કમિશનરે બોર્ડની કાર્યવાહી કરી હતી. મેયરની અધ્‍યક્ષતામાં ૧૧ વાગ્‍યે શરૂ થયેલ બોર્ડમાં ભાજપના કોર્પોરેટર મગનભાઈ સોરઠિયાએ પુછેલા અમળત મિશનના તમામ કામોનો હિસાબ કમિશનરે આપવાનું શરૂ કરતા વિપક્ષી નેતા વસરામભાઈ સાગઠિયાએ  લોકોના વિકાસના કામો તેમજ લોકોની સમસ્‍યાઓની ચર્ચાની માંગ કરતા  શાસકપક્ષના સભ્‍યો  અને વશરામભાઇ સાગઠીયા વચ્‍ચે તું.. તું... મૈં... મૈં... થવા પામ્‍યુ હતું. તેમ વશરામભાઇ ની બોર્ડમાંથી બહાર કાઢયા કરાયા બાદ એક પ્રશ્નના જવાબમાં જ જનરલ બોર્ડ પુરૂ થઇ ગયું હતું.

મનપાના જનરલ બોર્ડમાં એજન્‍ડાની સાથો સાથ ભાજપના ૧૬ કોર્પોરેટર એન કોંગ્રેસના બે કોર્પોરેટર દ્વારા ૨૪ પ્રશ્ર્‌નો રજૂ કરાયા હતાં. પરંતુ બોર્ડનો સમય ફક્‍ત એક કલાકનો રાખવામાં આવતો હોય દર વખતે એક પ્રશ્ર્‌નનો જવાબ પણ પુરો આપી શકાતો નથી. જેવું આ વખતે પણ બનવા પામ્‍યું છે. ભાજપના વોર્ડ નં. ૧૨ના કોર્પોરેટર મગનભાઈ સોરઠિયા દ્વારા અમળત મિશન યોજના અંતર્ગત પાણી પુરવઠાના થયેલા કામોનો હિસાબ માંગવામાં આવેલ જે અંતર્ગત ઈન્‍ચાર્જ કમિશનરે વોર્ડવાઈઝ થયેલ ખર્ચ સહિતનો હિસાબ આપવાનું શરૂ કરતકા આ એક પ્રશ્ર્‌નના જવાબમાં જ એક કલાકનો સમય નિકળી જશે તેવું વિપક્ષને લાગતા બોર્ડ શરૂ થયા બાદ આવેલા વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાએ વચ્‍ચે ઉભા થઈ લોકોની સમસ્‍યાનું નિવારણ થાય તેવા પ્રશ્ર્‌નોની ચર્ચા કરો તેમ કહી શાસકપક્ષને આડેહાથ લીધા હતાં. જેના લીધે શાસકપક્ષના સભ્‍યોએ તેમણે કરેલા આક્ષેપનો એક સાથે જવાબ આપવાનું શરૂ કરતા જનરલ બોર્ડમાં થોડા સમય માટે ધમાસાણ સર્જાયું હતું. છતાં અધ્‍યક્ષ દ્વારા પ્રશ્ર્‌નોતરી ચાલુ રાખવાનીસુચના અપાઈ હતી. છતાં વશરામભાઈએ બોલવાનું ચાલુ રાખતા અધ્‍યક્ષના આદેશના પગલે કમાન્‍ડોએ વરરામભાઈને  બોર્ડની બહાર કાઢયા હતાં. ત્‍યારે બાદ પ્રશ્ર્‌નોનો જવાબ આપવામાં બોર્ડનો સમય પુરો કરવામાં આવ્‍યો હતો. 

(4:32 PM IST)