<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

હવે સ્‍માર્ટ સિટી ‘‘અટલ સિટી'' તરીકે ઓળખાશે

બોર્ડમાં અરજન્‍ટ ૩ સહિત કુલ ૯ દરખાસ્‍ત સર્વાનુમતે મંજુર : બહુમાળી ભવન પાસે સર્કલ બિરસા મુંડા નામકરણ તથા પ્રતિમા રેસકોષમાં મુકવા, હોકર્સઝોનના ભાડાના દરો સહિતની દરખાસ્‍તો અંગે બોર્ડની લીલીઝંડી

 

 

રાજકોટ,તા.૧૯ : મ્‍યુનિ. કોર્પોરેશનની આજે મળેલ જનરલ બોર્ડ બેઠકમાં ધ સ્‍ટ્રીટ વેન્‍ડર્સ(પ્રોટેકશન ઓફ લાઈવલીહુડ એન્‍ડ રેગ્‍યુલેશન ઓફ સ્‍ટ્રીટ વેન્‍ડિંગ) એકટ,૨૦૧૪ની કલમ ૨૨ અને ગુજરાત સ્‍ટ્રીટ વેન્‍ડર્સ(પ્રોટેકશન ઓફ લાઈવલીહુડ એન્‍ડ રેગ્‍યુલેશન ઓફ સ્‍ટ્રીટ વેન્‍ડિંગ) નિયમો, ૨૦૧૬ની જોગવાઈ મુજબ ટાઉન વેન્‍ડિંગ કમિટીની રચના કરવા, હોકર્સ ઝોનમાં રજીસ્‍ટ્રેશન અને માસિક ભાડાના દરો તથા નિયમો રિવાઈઝડ કરવા શહેરના ટી.પી સ્‍કીમનં.૩૨(રૈયા) ૯૩૦ એકર જ્‍ગ્‍યામાં વિકસાવવામાં આવેલ વિસ્‍તારનું અટલ સ્‍માર્ટ સિટી-રાજકોટ નામકરણ કરવા તેમજ સંબંધિત જગ્‍યામાં આવેલ સરોવરનું નામ ૩ અરજન્‍ટ બીઝેનશ સહિત કુલ ૯ દરખાસ્‍તો સર્વાનુમતે મંજુર થઇ છે.

આજે મળેલી જનરલબોર્ડમાં એજન્‍ડા પર કુલ ૬ દરખાસ્‍ત છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોને સેવાનિવળત્તિ આપી, તેઓની જગ્‍યાએ તેમના વારસદારને નિમણુંક આપવા, શહેરના વોર્ડ નં.૦૨માં રેસકોર્ષ રિંગ રોડ, બહુમાળી ભવન પાસે આવેલ સર્કલનું ‘‘ક્રાંતિકારી બિરસા મુંડા સર્કલઁ નામકરણ કરવા તેમજ સ્‍વાતંત્ર સેનાની ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમા મુકવા માટે જગ્‍યા ફાળવવા, નાયબ કમિશનરશ્રીઓને રૂ.૧૦ લાખ સુધીના ખર્ચ અને કરાર કરવાની સત્તા એનાયત કરવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ હસ્‍તકની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પાર્ટટાઇમ હમાલનો પગાર વધારો મંજુર કરવા,  શહેરના વોર્ડ નં.૦૩માં મુસ્‍લિમ લાઈનમાં તથા જુની લોધાવાડ પોસ્‍ટ ઓફીસવાળા ઢાળીયો પાસે આવેલ પે એન્‍ડ યુઝ ટોઇલેટ તથા નરસંગપરામાં આવેલ કોમ્‍યુનિટી ટોઇલેટ દૂર કરવા તથા શહેરના વોર્ડ નં.૦૭/બ માં વિજય પ્‍લોટ શેરી નં.૦૨, વોંકળાના કાંઠે આવેલ પે એન્‍ડ યુઝ ટોઇલેટ દૂર કરવા સહિતની ૬  તથા અરજન્‍ટ ૩ અરજન્‍ટ બીઝનેશ  દરખાસ્‍ત અંગે નિર્ણય કરવામાં આવ્‍યો હતો.

(4:25 PM IST)