<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

ચોરી મારામારી હત્યામાં સામેલ સાવન ઉર્ફે બાલીને તમંચો કારટીસ સાથે એસઓજીએ પકડ્યો: પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ હરિયાણીની ટીમની કામગીરી: રાજેશભાઈ બાળા, સિધ્ધરાજસિંહ જાડેજા તથા કોન્સ. વિરદેવસિંહ જાડેજાની બાતમી

રાજકોટઃ શહેર એસઓજીની ટીમે અગાઉ મારામારી, ચોરી, મર્ડરમાં સંડોવાઈ ચૂકેલા શખ્સને દેશી તમંચો તથા કારટીસ સાથે પકડી લીધો છે. ગુનેગારો અને અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો અને દારૂગોળાનાં ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણ અને ઉપયોગ સંબંધીત પ્રવૃતિ ઉપર નિયંત્રણ લાવવા અન્વયે ખાસ ઝુંબેશ સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરાયું હોઈ તે અંતર્ગત એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ બાળા, સિધ્ધરાજસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ વીર દેવસિંહ જાડેજાને મળેલી બાતમી પરથી સાવન ઉર્ફે લાલી સંજયભાઈ વાઘેલા (ઉ.વ.૨૮ ધંધો મજુરી રહે.સાંઢીયા પુલ પાસે વાલ્મીકવાડી ઝુંપડપટ્ટી જામનગર રોડ)ને દેશી બનાવટનો તમંચો તથા જીવતા કારતુસ સાથે ભીસ્તીવાડ પાસે તોપખાના વાલ્મિકીવાડીના ગેઈટ પાસે પંચનાં મેલડી માતાજીનાં મંદિરના ઓટલા પાસેથી પકડી લીધો હતો. તમંચાની કિંમત 5000 અને કિંમત રૂપિયા 200 ગણવામાં આવી હતી. 

શહેરના ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ અને સ્પેશયલ બ્રાન્ચ) ડો.પાર્થરાજસિંહ ગોહીલ તથા મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ભરત બી.બસીયાની સૂચના અન્વયે પોલીસ ઇન્સપેકટર એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાના પો.સબ.ઈન્સ. એન.વી.હરીયાણી તથા પો.હેડ.કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા તથા રાજેશભાઈ બાળા તથા અજયભાઈ ચૌહાણ તથા જીજ્ઞેશભાઈ અમરેલીયા તથા યુવરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. વિરદેવસિંહ જાડેજા તથા મુકેશભાઈ ડાંગરે આ કામગીરી કરી હતી.

(10:46 PM IST)