News of Wednesday, 20th November 2024
ડો. પરાગ દેવાણીના હાઉસ વોર્મિંગ- ફેમિલી ગેધરીંગમાં આનંદની છોળો ઉછળી
રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના ટ્રસ્ટીઓ, અગ્રણીઓ, બિલ્ડર્સ, ડોકટર્સ, ઉદ્યોગપતિઓ વિગેરે મહાનુભાવોએ સહૃદય શુભેચ્છા પાઠવી

રાજકોટ તા. ૧૯: અકિલા પરિવારના અને ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના સમાજશાષા ભવનમાં સિનિયર આસી. પ્રોફેસર તરીકે ફરજ બજાવતા તથા રાજકોટ લોહાણા મહાજનનાં ટ્રસ્ટી ડો. પરાગ દેવાણીના સુવર્ણ ભૂમિ પરિસર ખાતેના નવા ફલેટ-હાઉસ વોર્મિંગ કમ ફેમિલી ગેધરીંગમાં એકદમ હળવા- આહ્લાદક-રમણિય વાતાવરણમાં રીતસર આનંદની છોળો ઉછળી હતી. હાજર રહેલ સૌ કોઇએ ડો. પરાગ દેવાણી, શ્રીમતિ જુલી દેવાણી, ફોરમ દેવાણી અને આર્યન દેવાણીને સહૃદય શુભેચ્છા પાઠવી હતી.
અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા, અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રા સહિત સમગ્ર અકિલા પરિવારે ડો. પરાગ દેવાણી પરિવારને અંતરના આશીર્વાદ આપી ખૂબ રાજીપો વ્યકત કર્યો હતો જે તસ્વીરમાં નજરે પડે છે.
વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' ના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના મહાજન ટ્રસ્ટીઓ, અગ્રણીઓ, બિલ્ડર્સ, ડોકટર્સ, ઉદ્યોગપતિઓ, એકસપોર્ટસ વિગેરે મહાનુભાવોએ પણ ડો. પરાગ દેવાણી પરિવારને આશીર્વાદ સાથે સહૃદય શુભેચ્છા પાઠવી હતી. સૌ કોઇએ મન મૂકીને યાદગાર હળવી પળો માણી હતી જે દ્રશ્યમાન થાય છે.
પ્રથમ તસ્વીરથી જોઇએ તો અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા, અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રા, શ્રી હિતેષભાઇ ચગ, કેશોદના વરીષ્ઠ પત્રકાર અને રઘુવંશી અગ્રણી વેપારી શ્રી દિનુભાઇ દેવાણી, રાજકોટના ટોચના ઉદ્યોગપતિ શ્રી નરેન્દ્રભાઇ નથવાણી, ડો. પરાગ દેવાણી, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટર અને શાસક પક્ષના દંડક શ્રી મનિષભાઇ રાડીયા, સામાજીક અગ્રણી અને રાષ્ટ્રીય શાળાના પ્રમુખ શ્રી જીતુભાઇ ભટ્ટ, મહાજન ટ્રસ્ટી અને ડીએમએલ ગ્રુપ રાજકોટના ચેરમેન શ્રી હરીશભાઇ લાખાણી, રાજકોટના જાણીતા સિનિયર સર્જન ડો. બંકીમભાઇ એમ. થાનકી, ઓન્કોલોજીસ્ટ ડો. હેતભાઇ થાનકી અને પરિવાર, અકિલા પરિવારના ધન્વીબેન નિમિષભાઇ ગણાત્રા, માહીબેન નિમિષભાઇ ગણાત્રા અને જેસનભાઇ પરેશભાઇ ચગ, મહાજન ટ્રસ્ટી અને અગ્રણી એકસપોર્ટર શ્રી હિરેનભાઇ ખખ્ખર, જાણીતા ઇ.એન.ટી. સર્જન ડો. હિમાંશુભાઇ ઠક્કર, ડો. પરાગ દેવાણી અને શ્રીમતિ જુલી દેવાણી સાથે ખૂબ જાણીતા એડવોકેટ શ્રી તુષારભાઇ ગોકાણી દંપતિ, પ્રભુગ્રુપના યુવા એમ.ડી. શ્રી દિશીત રાજુભાઇ પોબારૂ, જાણીતા શેર બ્રોકર શ્રી પરેશભાઇ વાઘાણી, રઘુવંશી અગ્રણી બિલ્ડર શ્રી છબીલભાઇ પોબારૂ, મહાજન ટ્રસ્ટી અને મારવાડી યુનિવર્સિટીના વાઇસ ચેરમેન શ્રી જીતુભાઇ ચંદારાણા, તિરૂપતિ એગ્રી-એકસપોર્ટસ- બ્રોકર્સના ચેરમેન શ્રી દિનેશભાઇ તન્ના દંપતિ, યુવા બિલ્ડર શ્રી સિધ્ધાર્થ છબીલભાઇ પોબારૂ અને શ્રીમતી પરીતાબેન સિધ્ધાર્થભાઇ પોબારૂ, શ્રીમતી સ્મિતાબેન છબીલભાઇ પોબારૂ, રાજકોટના અગ્રીમ હરોળના ઇન્ટીરીયર ડીઝાઇનર દંપતિ અને ઔરા ડીઝાઇનર કીચનના ઓનર શ્રી કલ્પેશભાઇ ગણાત્રા અને શ્રીમતી શૈલીબેન કલ્પેશભાઇ ગણાત્રા, ગિરિરાજ હોસ્પિટલના ઓનર અને ચીફ ફીઝીશ્યન ડો. મયંકભાઇ ઠક્કર દંપતિ, જાણીતા સ્કીન સ્પેશ્યાલીસ્ટ અને રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ ડો. ચેતનભાઇ લાલસેતા દંપતિ, સિનિયર પીડીયાટ્રીશ્યન ડો. સમીરભાઇ ઠકરાર, અગ્રણી એકસ્પોર્ટર અને મહાજન ટ્રસ્ટી શ્રી મુકેશભાઇ પાબારી, વિખ્યાત ઇગલ ટ્રાવેલ્સના ઓનર અને મહાજન ટ્રસ્ટી શ્રી દિનેશભાઇ બવારીયા (દિનેશભાઇ ગોળવાળા), જીનીંગ એન્ડ સ્પીનીંગ ઇન્ડસ્ટ્રીઝના અગ્રણી શ્રી નરેન્દ્રભાઇ લાખાણી, સેવર સ્ટાર બિલ્ડર્સના શ્રી વિશાલભાઇ ઉનડકટ, અકિલાના સિનિયર પત્રકાર શ્રી ઉદયભાઇ વેગડા, સુવર્ણભૂમિ સોસાયટીના ડેવલપર-પાર્ટનર શ્રી પરેશભાઇ ગોહેલ, અગ્રણી ઇન્સ્યોરન્સ એડવાઇઝર કન્સલ્ટન્ટ શ્રી મનોજભાઇ નાયક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના સમાજશાષા ભવનના અધ્યક્ષા પ્રો. (ડો.) જયશ્રીબેન નાયક, રેડીયોલોજીસ્ટ ડો. નિશીતાબેન નિશાંતભાઇ ચોટાઇ, ટવીશાબેન ચોટાઇ સહિતના મહાનુભાવો રાજીપો વ્યકત કરતા નજરે પડે છે. ત્યારબાદની તસ્વીરમાં અકિલા પરિવારના શ્રીમતિ કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, શ્રીમતિ સ્નેહાબેન રાજુભાઇ પોબારૂ, શ્રીમતિ બીનાબેન જીતુભાઇ ભટ્ટ, શ્રીમતિ જુલીબેન પરાગભાઇ દેવાણી, મહાજન મંત્રી શ્રીમતિ રીટાબેન ભુપેન્દ્રભાઇ કોટક, શ્રીમતિ જલ્પાબેન પરેશભાઇ વાઘાણી, શ્રીમતિ સ્મિતાબેન છબીલભાઇ પોબારૂ, રઘુવંશી મહિલા અગ્રણીઓ ઇન્દુબેન ઠક્કર તથા દિશાબેન અતુલભાઇ જસાણી, મહાજન ટ્રસ્ટીઓ શ્રીમતિ અલ્કાબેન જગદીશભાઇ પૂજારા, શ્રીમતિ રીટાબેન સતીષભાઇ કુંડલીયા અને શ્રીમતિ નિકિતાબેન નરેન્દ્રભાઇ નથવાણી એકદમ ખુશખુશાલ મુદ્રામાં નજરે પડે છે. ગ્રુપ ફોટોમાં દિનુભાઇ દેવાણી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ડો. રમાબેન દિનુભાઇ દેવાણી સહિત સમગ્ર દેવાણી પરિવાર નજરે પડે છે. ત્યારબાદ તેની નીચેના ગ્રુપ ફોટોમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા તથા અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રા સાથે ડાબીબાજુ પ્રથમથી ડો. સમીરભાઇ ઠકરાર, શ્રી હિરેનભાઇ ખખ્ખર, શ્રી છબીલભાઇ પોબારૂ, શ્રી જીતુભાઇ ભટ્ટ, ડો. નિશાંતભાઇ ચોટાઇ, ડો. હિમાંશુભાઇ ઠક્કર, ડો. અતુલભાઇ જસાણી, શ્રી પરેશભાઇ વાઘાણી, શ્રી દિનેશભાઇ ચેતા, શ્રી દિપકભાઇ ઉંઘાડ, નિરજભાઇ શીંગાળા, ભુપેન્દ્રભાઇ કોટક, શ્રી રાજુભાઇ પોબારૂ, શ્રી નરેન્દ્રભાઇ નથવાણી, શ્રી દિનુભાઇ દેવાણી, શ્રી રાજુભાઇ શીંગાળા, શ્રી મનિષભાઇ રાડીયા, ડો. પરાગભાઇ દેવાણી, શ્રી હિતેષભાઇ વિઠ્ઠલાણી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી ધવલભાઇ રાચ્છ, શ્રી હિતેનભાઇ દક્ષિણિ-પારેખ વિગેરે નજરે પડે છે.
ગ્રુપ ફોટોની નીચેની તસ્વીરમાં દેવાણી પરિવાર સાથે સુવર્ણ ભૂમિ સોસાયટીના પ્રમુખશ્રી મનિષભાઇ ઠક્કર અને શ્રીમતિ રીનાબેન મનિષભાઇ ઠક્કર, શ્રી હિતેષભાઇ વિઠ્ઠલાણી અને શ્રીમતિ કાજલબેન હિતેષભાઇ વિઠ્ઠલાણી, શ્રી દિપકભાઇ ઉંઘાડ (ડીસીપી) અને શ્રીમતિ પ્રેરણાબેન દિપકભાઇ ઉંઘાડ, જાણીતા આંખના સર્જન અને મહાજન ટ્રસ્ટી ડો. ચેતનભાઇ હિન્ડોચા, શ્રીમતિ જયશ્રીબેન જીતુભાઇ ચંદારાણા, શ્રીમતિ યેશાબેન દિશીતભાઇ પોબારૂ, જાણીતા સ્કીન સ્પેશ્યાલીસ્ટ અને લોહાણા મહાજન ટ્રસ્ટી ડો. જનકભાઇ ઠક્કર દ્રશ્યમાન થાય છે. તસ્વીરોની સૌથી નીચેની લાઇનમાં ડાબેથી શ્રીમતિ ભાવનાબેન રાજુભાઇ શીંગાળા, રઘુવંશી અગ્રણી શ્રી રાજુભાઇ શીંગાળા, શ્રીમતિ જુલી દેવાણી, ડો. પરાગ દેવાણી, શ્રી દિનુભાઇ દેવાણી, ડો. રમાબેન દિનુભાઇ દેવાણી, શ્રી રાજુભાઇ પોબારૂ, શ્રી ઇલેશભાઇ ખખ્ખર, રઘુવંશી અગ્રણી શ્રી રામભાઇ હરકિશોરભાઇ બરછા, મહાજન ટ્રસ્ટી શ્રીમતિ અલ્પાબેન રામભાઇ બરછા, શ્રીમતિ ફાલ્ગુનીબેન સમીરભાઇ ઠકરાર, શ્રીમતિ પ્રિતિબેન પ્રતિશભાઇ સવજીયાણી તથા જાણીતા આંખના સર્જન ડો. પ્રતિશભાઇ સવજીયાણી આનંદિત મુદ્રામાં દ્રશ્યમાન થાય છે.
આ ઉપરાંત રાજકોટ લોહાણા મહાજનના અન્ય ટ્રસ્ટીઓ શ્રીમતિ ભાવિનીબેન ઇલેશભાઇ ખખ્ખર અને ડો. કૃપાબેન હિમાંશુભાઇ ઠક્કર, લોહાણા યુવક પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી યોગેશભાઇ જસાણી, રાજકોટ શહેર ભાજપ ડોકટર સેલના હોદ્દેદાર અને જાણીતા આંખના સર્જન ડો. પીયુષભાઇ ઉનડકટ, ડો. ખુશ્બુબેન ત્રિશાંતભાઇ ચોટાઇ, ડો. સંજીવભાઇ નંદાણી, ડો. નિતિકાબેન સંજીવભાઇ નંદાણી, ડો. નિશિતાબેન મેહુલભાઇ ચૌહાણ, જાણીતા રેવન્યુ પ્રેકટીશનર શ્રી રૂપેશભાઇ અનડકટ અને યશભાઇ અનડકટ, રોટરેકટ કલબ ઓફ રાજકોટના પ્રેસીડેન્ટ ડીમ્પલબેન મનોજભાઇ નાયક, ફેવરીટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ચેરમેન શ્રી દિલીપભાઇ મસરાણી, બુલીયન માર્કેટના અગ્રણી શ્રી જયભાઇ કિશોરભાઇ કોટક, રઘુવંશી મહિલા અગ્રણી શ્રીમતિ મનિષાબેન હિતેનભાઇ પારેખ સહિતના મહાનુભાવો ડો. પરાગ દેવાણીના હાઉસ વોર્મિંગ-ફેમિલી ગેધરીંગમાં સહૃદય શુભેચ્છા પાઠવવા હાજર રહયા હતા.
(2:31 PM IST)










