<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

દેશળભગત ટ્રસ્‍ટ દ્વારા જાન્‍યુઆરીમાં સમૂહલગ્ન

નામ નોંધણી ચાલુ : દિકરીઓને ૧૦૦થી વધુ વસ્‍તુ કરીયાવરમાં અપાશે : તડામાર તૈયારીઓ

રાજકોટ તા. ૨૦ : દેશળભગત એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આગામી તા. ૧૯-૧-૨૦૨૫ ના રવિવારે ૨૩ માં સમૂહલગ્નનું આયોજન કરાયુ છે.

આ અંગેની વિગતો વર્ણવતા આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે સંતશ્રી દેશળભગત તથા સંતશ્રી દેવુભગતના આશીર્વાદથી દેશળભગત એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા મવડીનગરપાલીકાના માજી પ્રમુખ ભલાભાઇ ચૌહાણની આગેવાની હેઠળ આ વર્ષે પણ સમૂહલગ્નની તૈયારી આદરવામાં આવી છે.

સમુહલગ્નમાં દિકરીઓને કરીયાવરમાં સોનાની નાનકની ચુંક, ચાંદીના સાંકળા, ડબલ બેડની સેટી-પલંગ, કબાટ, ટીપાઇ, સ્‍ટીલના બેડા, મામટ ભરેલી કોઠી, પાનેતર જેવી પાયાની ઘરવખરી મળી અંદાજે ૧૦૦ જેટી વસ્‍તુઓ દાતાઓના સહયોગથી અપાશે.

સમુહલગ્નમાં જોડાવા માટેના ફોર્મ મેળવવા (૧) શીવાની બેટરી, યોગેશભાઇ ચૌહાણ, ૧૫૦ ફુટ રીંગરોડ, મવડી પ્‍લોટ, મવડી ચોકડી બ્રીજ પાસે, રાજકોટ મો.૯૪૨૬૯ ૮૭૬૧૮, (ર) શીવાની બેટરી, ચિરાગભાઇ જી. વાઘેલા, રામાપીર ચોકડી, ૧૫૦ ફુટ રીંગરોડ, ગાંધીગ્રામ, રાજકોટ મો.૯૭૨૩૯ ૭૯૭૧૦, (૩) દિનેશભાઇ ચૌહાણ, નીતિનભાઇ કબર, શ્‍યામ હોલ, દેશળભગતની વાડી, ૧/૩ શ્‍યામનગર, નાનામવા રોડ, રાજકોટ, મો.૯૭૨૫૮ ૬૬૫૫૪, મો.૯૯૨૫૩ ૬૧૫૪૧, (૪) ધર્મેશભાઇ ચૌહાણ, શીવાની બેટરી, રાધાકૃષ્‍ણ એપાર્ટમેન્‍ટ, ગોપાલ પેટ્રોલ પંપ સામે, ચુનારાવાડ ચોક, ભાવનગર રોડ, રાજકોટ મો.૯૯૨૫૧ ૨૭૯૮૮, (૫) છોટુભાઇ મારૂ, અતુલભાઇ મારૂ, ગોપાલનગર મેઇનરોડ, સુર્યમુખી હનુમાન પાસે, સુર્યમુખી પાન રાજકોટ, મો.૯૪૨૮૧ ૯૬૬૩૩, મો.૯૮૨૪૯ ૦૫૩૭૯, (૬) સોમીતભાઇ પરમાર, આદર્શ કલાસીસ, ‘શિવકૃપા' ૬/૫ શાષાીનગર, પોપટપરા નાલાની પાસે, દેવી હોલની સામે, રેલ્‍વે જંકશન મેઇનરોડ, મો.૯૫૭૪૭ ૪૬૧૨૯ ખાતે સંપર્ક કરવા જણાવાયુ છે.

વિગતો ભરેલા ફોર્મ તા. ૫-૧-૨૦૨૫ સુધીમાં વહેલા તે પહેલાના ધોરણે શિવાની બેટરી, યોગેશભાઇ ચૌહાણ, મવડી પ્‍લોટ, ૧૫૦ ફુટ રીંગરોડ ખાતે પહોંચતા કરવાના રહેશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા ભલાભાઇ ચૌહાણની આગેવાની હેઠળ દેશળભગત ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ પ્રવિણભાઇ કે. રાઠોડ, રણજીતભાઇ ડાભી, વજુભાઇ ચૌહાણ, રમેશભાઇ ચૌહાણ, અતુલભાઇ સોલંકી, રતીભાઇ જાદવ, નીતીનભાઇ કબર, દિનેશભાઇ ચૌહાણ, જીતેન્‍દ્રભાઇ બારડ, ભીખુભાઇ રાઠોડ, પ્રતાપભાઇ ડોડીયા, જયંતિભાઇ ડાભી, જયંતિભાઇ પરમાર, હિરેનભાઇ રાઠોડ, ભરતભાઇ રાઠોડ, ધર્મેશભાઇ ચૌહાણ, જયેશભાઇ જાદવ, બીપીનભાઇ મકવાણા, છોટુભાઇ મારૂ, અતુલભાઇ મારૂ, હિતેશભાઇ પરમાર, યોગેશભાઇ ગોહિલ, સુમિતભાઇ પરમાર, બુધાભાઇ પઢીયાર, ચેતનભાઇ પરમાર, કરશનભાઇ ચોહાણ, રાજુભાઇ ચૌહાણ, વિરેનભાઇ ચૌહાણ, રાજુભાઇ પરમાર, જગદીશભાઇ પાંડવ, દિનેશભાઇ હાડા, જયંતિભાઇ જાદવ તથા દેશળદેવ યુવા સેના દ્વારા તડામાર તૈયારીઓ આદરવામાં આવી છે.  સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં વસતા જ્ઞાતિજનોએ આ ૨૩ માં સમૂહલગ્નોત્‍સવમાં પધારવા પ્રવિણભાઇ કે. રાઠોડની યાદીમાં અનુરોધ કરાયો છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા દેશળભગત ટ્રસ્‍ટના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:46 PM IST)