<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

પત્‍નિ સાથે ચાલતા કલેશને કારણે શૈલેષભાઇ મકવાણાએ જીવ દીધો

બાબરાના ખંભાળાના રિક્ષાચાલક આધેડે ઝેર પી લેતાં રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં મૃત્‍યુઃ બે પુત્રોએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં કલ્‍પાંત

રાજકોટ તા. ૨૦: બાબરાના ખંભાળા ગામે રહેતાં શૈલેષભાઇ ભનુભાઇ મકવાણા (ઉ.વ.૪૫) નામના રિક્ષાચાલક આધેડે પત્‍નિ સાથે ચાલતાં કલેશને કારણે ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

ખંભાળા ગામે રહેતાં શૈલેષભાઇ મનુભાઇ મકવાણા (ઉ.વ.૪૫) નામના આધેડે ગત ૮/૧૧ના રોજ ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત રાતે તેમણે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ મકવાણાએ બાબરા પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર શૈલેષભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. તે ચાર ભાઇમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર છે. નાના ભાઇ જગદીશભાઇએ કહ્યું હતું કે-શૈલેષભાઇને તેમના પત્‍નિ સાથે ગૃહકલેશ ચાલતો હતો, આ કારણે કંટાળીને તેમણે આ પગલુ ભર્યુ હતું. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(3:01 PM IST)