<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

અમાલ મલીક- નિકિતા ગાંધીના સુરે થીરકયા રાજકોટીયનો

મનપાના સ્‍થાપના દિવસે સ્‍થપાયું નાગરિકોના ઉત્‍સાહનું ઘોડાપુર : બોલીવુડના નવા ગીતોએ શહેરીજનોને ઘેલુ લગાડયું: લોકો આફરીન પોકારી ગયા :શહેરના ૯ મહાનુભાવોને પ્રતિષ્‍ઠિત ‘મેયર એવોર્ડ' એનાયત કરી સન્‍માનિત કરાયાઃ રંગોળી સ્‍પર્ધાના ગ્રુપ તથા વ્‍યકિતગત સ્‍પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ

રાજકોટ તા.૨૦: મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકાની સ્‍થાપનાની ૫૧મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે ગઈકાલે તા.૧૯ રાત્રે ૮:૩૦ કલાકે ડી.એચ.કોલેજના ગ્રાઉન્‍ડ ખાતે સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર અમાલ મલિક અને નિકિતા ગાંધી ઙ્કસ્‍તુત ‘બોલિવૂડ મ્‍યુઝિકલ નાઈટ' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રમાં મહત્‍વપૂર્ણ યોગદાન આપનાર શહેરના ૯ મહાનુભાવોને પ્રતિષ્‍ઠિત ‘મેયર એવોર્ડ' એનાયત કરી સન્‍માનિત કરવામાં આવેલ તેમજ દિવાળી પર્વ નિમિતે ‘રંગીલું રાજકોટ દિવાળી ઉત્‍સવ' યોજાયેલ ‘‘રંગોળી સ્‍પર્ધાના વિજેતાઓને પુરસ્‍કાર વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમનું દિપ સામાજીક અગ્રણી મૌલેશભાઈ ઉકાણી(બાન લેબ્‍સ)ના હસ્‍તે કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ. આ કાર્યક્રમ મેયર નયનાબેન પેઢડીયાના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયો હતો.

આ કાર્યક્રમમા પ્રાસંગિક ઉદબોધન આપતા અગ્રણી ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન મૌલેશભાઈ ઉકાણી(બાન લેબ્‍સ) એ જણાવ્‍યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારના કાર્યક્રમનું સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવું છું. આજનો આ કાર્યક્રમ બોલવાનો નહી પરંતુ માણવાનો છે. રાજકોટ આવનારા સમયમાં દેશભરમાં નંબર વન બને તેવી શુભેચ્‍છા પાઠવું છું.

આ કાર્યક્રમમા પ્રાસંગિક ઉદબોધન આપતા મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્‍યું હતું કે, સૌ પ્રથમ તો હું શહેરીજનોને નવા વર્ષની ખુબ ખુબ શુભકામના પાઠવું છું. નવું વર્ષ સૌના જીવનમાં સુખમય, શાંતિમય નીવડે અને આરોગ્‍ય સારું રહે તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજકોટએ ‘રંગીલું રાજકોટ' અને ઉત્‍સવપ્રિય શહેર છે. રાજકોટ શહેર વિશ્વનું સાતમા ક્રમનું ઝડપી વિકાસ પામતું શહેર છે. રાજકોટ શહેરના વિસ્‍તારમાં છેલ્લા એક દસકામાં સાત ગામનો સમાવેશ થતા રાજકોટ શહેરનો વિસ્‍તારનો વ્‍યાપ ખુબ મોટો થયો છે.

આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘‘બોલિવૂડ મ્‍યુઝિકલ નાઈટ'' અને મેયર એવોર્ડ એનાયતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં છે. હરીશભાઈ હરિયાણી સેવા, કિશોરભાઈ રાઠોડ સેવા, પરાક્રમસિંહ જાડેજા (જ્‍યોતિ સી.એન.સી. લિ.) ઉદ્યોગ, હેલીબેન ત્રિવેદી (મહાત્‍મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્‍ટ) શિક્ષણ નિર્લોકભાઈ પરમાર નાટય, લક્ષ્મીબેન ડોબરીયા સાહિત્‍ય, ધીરુભાઈ ધાબલીયા ગાંધીવાદી વિચારધારા, દિલીપભાઈ સખિયા (ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટ) જળસંચય - પર્યાવરણ તથા હેમંતભાઈ ચૌહાણ લોકસાહિત્‍ય ભજનિકમાં યોગદાન બદલ શિલ્‍ડ અર્પણ કરી, શાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવેલ.

દિવાળી કાર્નીવલ દરમ્‍યાન યોજાયેલ રંગોળી સ્‍પૃધામાં સ્‍લોગન ગળપ રંગોળીના પાંચ વિજેતા વૈભવ રાણપરિયા, હીર સાકરીયા, રીતુ સાવલિયા,  હિતાર્થી સખિયા તથા મૈત્રી વેકરીયાને પ્રત્‍યેકને રૂ.૫૦૦૦નું રોકડ પુરસ્‍કાર અને સર્ટીફીકેટ આપવામાં આવ્‍યા. ગળપ રંગોળીમાં સ્‍પેશ્‍યલ થીમ બેઇઝ્‍ડ રંગોળી બનાવનાર બે કલાકાર શિવમ અગ્રવાલ અને માહી અકબરી પ્રત્‍યેકને રૂ.૨૦૦૦ રોકડ પુરસ્‍કાર અને સર્ટીફીકેટ આપવામાં આવ્‍યા.

ઉપરાંત વ્‍યક્‍તિગત રંગોળીમાં બાર કલાકારો દિવ્‍યેશ પરમાર, ડો.રિદ્ધિ કાલરીયા, પળષ્ટી વિરમગામા, ધન્‍વી પાનસુરિયા, દર્પણ ધોળકિયા, જીજ્ઞેશભાઈ ધોળકિયા, તુલસી દફતરી, અંજના વીંછી, ધારા ખંભાયતા, બ્રિજ પરમાર, નિતાંશુ પારેખ તથા નિકિતા પટેલ પ્રત્‍યેકને રૂ.૫૦૦૦ રોકડ પુરસ્‍કાર અને સર્ટીફીકેટ આપવામાં આવ્‍યા.

આ કાર્યક્રમમાં સામાજીક અગ્રણી મૌલેશભાઈ ઉકાણી(બાન લેબ્‍સ), મેયર નયનાબેન પેઢડીયા, વિધાનસભા-૬૯ના ધારાસભ્‍ય ડો.દર્શિતા શાહ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, જીલ્લા કલેકટર અને ઈ.ચા.મ્‍યુનિ.કમિશનર પ્રભવ જોશી, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, કોર્પોરેટર પ્‍લાનીંગ કમિટી ચેરમેન ચેતનભાઈ સુરેજા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન સોનલબેન સેલારા, બીપીનભાઈ બેરા, નરેન્‍દ્રસિંહ વાઘેલા, કંચનબેન સિધ્‍ધપુરા, જ્‍યોત્‍સનાબેન ટીલાળા તથા બહોળી સંખ્‍યામાં શહેરીજનો ઉપસ્‍થિત રહી કાર્યક્રમને માણ્‍યો હતો.

આ કાર્યક્રમનું દિપ પ્રાગટય સામાજીક અગ્રણી મૌલેશભાઈ ઉકાણી(બાન લેબ્‍સ)ના વરદ્દ હસ્‍તે કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શાબ્‍દિક સ્‍વાગત પ્રવચન સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમન જયમીન ઠાકર દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમમાં ડાયસ પર ઉપસ્‍થિત મહાનુભાવોનું ખાદીના રૂમાલ અને પુષ્‍પથી સ્‍વાગત ને અંતમાં આભારવિધિ સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ.

અમાલ-નિકિતા તથા યશ નર્વેકરે મચાવી ધુમ

  • અમાલ મલિક

- મેં હૂ હીરો તેરા.....

- સોચ ના શકે....

- બોલ દો ના જરા.....

- કોન તુજ્‍હે યૂં પ્‍યાર કરેગા.....

 

  • નિકિતા ગાંધી

- રાબતા......

- કાફીરાના....

- તેરે પ્‍યાર મેં.....

- જુગનૂ......

- નાચ મેરી રાની......

  • યશ નર્વેકર

- ગુલાબી હુમા

- મુકાબલા

  • સંયુક્‍ત ગવાયેલ ગીતો

- સૂરજ ડૂબા હે યારો.....

- પસૂરી તો સાવન મેં લગી ગઈ આગ.....

- ના ઉમ્ર કી સીમા હો.....

- કભી કભી મેરે દિલ મેં ખ્‍યાલ......

- લગ જા ગલે......

- તુજે કિતના ચાહને લગે હમ......

 

(3:24 PM IST)