News of Wednesday, 20th November 2024
મનપાએ ૩૧૯૯ કરોડના અલગ-અલગ પ્રોજેકટ કર્યા મંજુરઃ કામગીરીનો પ્રારંભ
શહેરની એર કવોલિટી સુધારવા ૩૭.પ૯ કરોડની ગ્રાન્ટ

રાજકોટ તા. ૨૦: સરકાર દ્વારા શહેરોની હવાચોકી કરવા માટે અલગ અલગ પ્રોજેક્ટો ઉપર ધ્યાન આપી ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે. જેમાં રાજકોટ શહેરને ૧૫માં નાણાપંચ એર ક્વોલિટી ૨૦૨૩-૨૪ અંતર્ગત કુલ રૂા. ૩૭.૫૯ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જે અનવયે મહાનગરપાલિકા દ્વારા ૩૧.૯૯ કરોડના ૧૪ પ્રોજેક્ટ હાથ ધરી કામ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ અમુક પ્રોજેક્ટ પુર્ણ થવામાં હોવાનું જાણવા મળેલ છે. જેમાં મુખ્ય ત્વે સ્મશાન ગળહો તેમજ ઈલેક્ટ્રીક બસ તેમજ મિયાવાકી પદ્ધતિથી થીમ ફોરેસ્ટ અને વનીકરણ તેમજ વળક્ષારોપણ ઉપર વધુ ભાર મુકવામાં આવ્યો છે.
વોર્ડ નં.૧૮ કોઠારીયા ખાતે નવું સ્મશાન ગળહ બનાવવાનું કામ, વોર્ડ નં.૧૫ માં નેશનલ હાઇવેને લગત આજી નદી પુલની ફરતે ફેન્સીંગ કરવાનું કામ, ટ્રાફીક મેનેજમેન્ટ માટે, એ.એન.પી.આર./આર.વી.એલ.ડી., ઇન્સ્ટોલ કરવાનું કામ, રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ રોડ ઈન્ટરસેક્શન્શ નાં સર્વે અને ડિઝાઈન માટેની ક્ધસલટન્સી સર્વિસ બાબત., વેસ્ટ ઝોન નાં ન્યારી ડેમ ૦૧ વનીકરણ વિસ્તારમાં મિયાવાકી પદ્ધતિથી થીમ ફોરેસ્ટ બનાવવાનું કામ, વોર્ડ નં.૦૬ માં પ્રધ્યુમન પાર્ક ની પાછળ આવેલ સફારી પાર્કની ખુલ્લી જગ્યામાં ઘનીષ્ઠ વળક્ષા રોપણ કરવાનું કામ., અટલ સરોવર પાસે આવેલ સ્માર્ટ સીટી વિસ્તારમાં નવું ઈલે. બસ ર્ચાજિંગ સ્ટેશન બનાવવાનું કામ, નાકરાવાડી લેન્ડફીલ સાઇટ ખાતે બહારના ભાગમાં દિવાલ બનાવવાનું કામ, નાકરાવાડી લેન્ડફીલ સાઇટ ખાતે બહારના ભાગમાં પાણીનો ટાંકો બનાવવાનું કામ, નાકરાવાડી લેન્ડફીલ સાઇટ ખાતે હયાત વે બ્રીજ લબાવવાનું અને નવી સિકયુરીટી રૂમ બનાવવાનું કામ, નાકરાવાડી લેન્ડફીલ સાઇટ ખાતે મુલાકાતીઓ માટે ર્પાકિંગ, રેસ્ટ રૂમ તથા વોચ ટાવર બનાવવાનું કામ, નાકરાવાડી લેન્ડફીલ સાઇટ ખાતે ખુલ્લી જગ્યામાં મીયાવાકી થીમ પધ્ધતિ થી વળક્ષારોપણ કરવાનું કામ, આજીડેમ નેશનલ હાઇવેની બાજુમાં (પમ્પ હાઉસ પાછળ) આવેલ ખુલ્લી જગ્યામાં મીયાવાકી થીમ પધ્ધતિ થી વળક્ષારોપણ કરવાનું કામ, નાકરાવાડી લેન્ડફીલ સાઇટ ખાતે લીગેસી વેસ્ટ પ્રોસેસીંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે
સોમવારે કતલખાનાઓ બંધ રાખવાઃ મનપાનું જાહેરનામું
સાધુ વાસવાણી મીટ લેસ ડે નિમિતે
જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે
રાજકોટ તા. ૨૦: આગામી ‘‘ સાધુ વાસવાણી મીટ લેસ ડે'' નિમિતે તા. ૨૫ ના એક દિવસ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાના ઓ બંધ રાખવા મ્યુનિ. કમીશ્નર પ્રભવ જોશી દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામામાં જણાવ્યું છે કે ે સંબંધકર્તાસર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ - ૧૯૪૯ ની કલમ ૩૨૯ ૩૩૬ તથા વંચાણે લીધેલ રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.
શહેરમાં વિવિધ વિસ્તારમાં હોકર્સઝોનમાં ૯૦૦ લારી-ગલ્લાના ધંધાર્થીઓને મનપા જગ્યા ફાળવશે
વધુ માહિતી માટે મનપાની દબાણ હટાવ શાખાનો સંપર્ક કરવા અનુરોધ
રાજકોટ તા. ૨૦: રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યાનું એક કારણ મુખ્ય માર્ગો ઉપર દબાણ કરીને ઉભા રહેતા લારી-ગલ્લાવાળાઓ પણ રહ્યા છે. જેની સામે મહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગ દ્વારા રોજે રોજ કાર્યવાહી કરવામાં આવી રહી છે. છતાં આજ સુધી આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. ત્યારે ગઈકાલે જનરલ બોર્ડમાં હોકર્સઝોન માટે કમિટિની રચના કરવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. આથી મનપાએ અલગ અલગ હોકર્સઝોનમાં ૯૦૦ જગ્યા ઉપર લારી ગલ્લા મુકી ધંધો રોજગાર કરવા માટે ધંધાર્થીઓને જગ્યા ફાળવવાનો નિર્ણય લીધો છે. દરેક રોડ ઉપર ઉભા રહેતા દરેક લારી-ગલ્લાવાળાઓ વોકર્સઝોનમાં કાયમી જગ્યા માટે મનપાની દબાણ હટાવ શાખાનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
(3:44 PM IST)










