News of Wednesday, 20th November 2024
જયાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી લડાઇ ચાલુ રહેશે : કલ્પક મણિયાર
રાજકોટ નાગરિક સહકારી બેંકમાં સર્જાયેલા કૌભાંડ બાબતે સંસ્કાર પરિવારના મોભીનો મોટો ધડાકો : મામા ભાણેજ ની લડાઈ, સત્તા માટેની લડાઈ કે વિચારધારા સામેની લડાઈ એ તો જે કૌભાંડો ચાલી રહ્યા છે એના પ્રત્યેથી ધ્યાનને ભટકાવવા માટેના આ બધા મુદ્દાઓ છેઃ તો એક પડાવ છે જે અમે હાંસિલ નથી કરી શકયા તો એનાથી અમારી લડત કે અભિયાન ચાલુ જ છે. અમે સાડા ત્રણ લાખ લોકોના હિતનું રક્ષણ કરવાના જ છીએ. ભારતમાં લોકો જાણે છે કે મણિયાર કુટુંબ સંઘ અને ભાજપનું આ વિસ્તારમાં પાયાના કુટુંબમાં નું એક છે. એટલે સપનામાં પણ અમને વિચાર ન આવે કે અમે સંઘ કે ભાજપ વિરુદ્ધ હોઈ શકીએ : જૂનાગઢમાં રેસીડેન્સીયલ પ્રોપર્ટીને કોમર્શિયલ બતાવી એની જંત્રી વેલ્યુ ઈનફલેટ કરી અને એનાથી પણ વધારે પ્રમાણમાં લોન આપી એને ફ્રોડ કહેવાય એમ આરબીઆઇએ સ્પષ્ટ જણાવ્યું હતું: તમે અમારું લોહી કાઢો તો બધાની લોહીમાંથી સંઘ અને ભાજપ જ નીકળે. સંઘ અને ભાજપના પાયામાં ૫૦ વર્ષથી હોય એને આવી રીતે ચીતરવાનું પ્રયત્ન કરવામાં આવે. હું ૩૨ વર્ષથી હતો અને આ બે મહિનાથી જ સંઘ અને ભાજપ વિરોધી થઈ ગયો? અને કયા મુદ્દાથી થયો? હું તો કૌભાંડ બહાર લઈ આવું છું : આટલું બધું ખોટું હોવા છતાં આપણે કોઈની સામે કંઈક કરીએ નહીં તો એ કેમ ચાલે? આવા તો ૨૦૦ એકાઉન્ટ. જો તેની બેલેન્સ કાઢીએ તો ૨૦ કરોડથી વધારે રકમ થાય. જુનાગઢ જેવા નાના ગામમાં આવડી રકમ હોય તો બીજી બ્રાંચોમાં પણ નહીં હોય એની શું ખાતરી?

રાજકોટ, તા. ૨૦:રાજકોટ નાગરિક બેંકની પ્રતિષ્ઠા ભરેલી યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર થતાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. નાગરિક બેંકની ચૂંટણીમાં મામા-ભાણેજ વચ્ચે રસાકસીભર્યો જંગ હતો. જેમાં મામા-ભાણેજના આ જંગમાં મામાની પેનલની જીત થઈ છે, એટલે કે જ્યોતિન્દ્ર મહેતાની સહકાર પેનલના તમામ ઉમેદવારોએ જીત નોંધાવી છે. જ્યારે ભાણેજની એટલે કે કલ્પક મણિયારની સંસ્કાર પેનલની હાર થઈ છે. ત્યારે કલ્પક મણિયારએ મોટો ધડાકો કર્યો છે. રાજકોટ નાગરિક સહકારી બેંકમાં થતા કૌભાંડ પર નિર્ભય ન્યુઝના પત્રકાર ગોપી ઘાંઘર- મણીયાર સાથેની વાત દરમિયાન જણાવ્યું કે સહકાર પેનલને જયોતીન્દ્ર મહેતા (મામા) અને સંસ્કાર પેનલને કલ્પક મણિઆર (ભાણેજ)નો દોરી સંચાર હતો. જેમાં ભાજપનુ સહકારી પેનલને શરૂઆતથી સમર્થન હતું. ત્યારે આજે મત ગણતરી શરૂ થયાના ૨ કલાક બાદ ચિત્ર સ્પષ્ટ જણાતા મેયર નયનાબેન પેઢડિયા અને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી સહિતનાઓ સહકાર પેનલના આગેવાનોને શુભેચ્છા આપવા માટે પહોંચી ગયા હતાં.
કલ્પકભાઇના આરોપને જનતાએ નકારી દીધા છે. કલ્પકભાઇ મણિયારે જણાવ્યું હતું કે, રાજકોટ નાગરિક સહકારી બેંક એ સંઘના સ્વયંસેવકોથી ચાલતી બેંક છે. અને છેલ્લા ૩૨ વર્ષથી હું આમાં સંઘના સ્વયંસેવકની ભૂમિકાથી ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યો છું. ૩૨ વર્ષ પછી અમારા વિનોદભાઈએ અમારું ધ્યાન દોર્યું કે અહીંયા કંઈક ગોટાળા ચાલી રહ્યા છે અને એમાં અભ્યાસ કરતા ખબર પડી કે વાત સાચી છે. ત્યારે સંઘના સાચા સ્વયંસેવક તરીકે જે બેંકના સાડા ત્રણ લાખ સભાસદ હોય એટલે કે માલિકો હોય તો જેણે મને ચૂંટયો હોય તો એમના હિતોનું રક્ષણ કરવું એ મારી પ્રાથમિક ફરજ છે. હું જે કામ બચાવી રહ્યો છું તેનો મને ગર્વ છે આનંદ છે. મામા ભાણેજ ની લડાઈ, સત્તા માટેની લડાઈ કે વિચારધારા સામેની લડાઈ એ તો જે કૌભાંડો ચાલી રહ્યા છે એના પ્રત્યેથી ધ્યાનને ભટકાવવા માટેના આ બધા મુદ્દાઓ છે. ફોર્મ ભરીને અમે જ્યારે બહાર નીકળે ત્યારે મીડિયા સમક્ષ અમે એલાન કરેલું કે જુનાગઢ બ્રાન્ચ અને કાલબાદેવી બ્રાન્ચમાં જે કૌભાંડો મળ્યા છે એ બાબતમાં બેંક જો ફરિયાદ કરી દેશે તો ૧૧મી તારીખ ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે. તો એ દિવસે અમે બધા જ લોકો ફોર્મ પાછા ખેંચી લેશું. ચૂંટણી તો એક પડાવ છે જે અમે હાંસિલ નથી કરી શકયા તો એનાથી અમારી લડત કે અભ્યાન ચાલુ જ છે. અમે સાડા ત્રણ લાખ લોકોના હિતનું રક્ષણ કરવાના જ છીએ. ભારતમાં લોકો જાણે છે કે મણિયાર કુટુંબ સંઘ અને ભાજપનું આ વિસ્તારમાં પાયાના કુટુંબમાં નું એક છે. એટલે સપનામાં પણ અમને વિચાર ન આવે કે અમે સંઘ કે ભાજપ વિરુદ્ધ હોઈ શકીએ.
બેન્કના નવા ચૂંટાયેલા ડીરેકટરશ્રી દેવાંગ માંકડે કહ્યું કે બેંકમાં કોઈ પણ પ્રકારનું કૌભાંડ નથી અને આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાની જીત છે. કલ્પકભાઈએ કહ્યું કે મેં કોઈ બળવો કર્યો નથી આ તો વિચારભેદ ની લડાઈ હતી. આ વાત મતભેદની છે અને કૌભાંડો પ્રત્યે ડીલ કેવી રીતે કરવું એની માનસિકતાની છે. અમારે તો આ બેંકને શુદ્ધ કરવી છે. સિદ્ધાંત આધારિત દીર્ઘદ્રષ્ટાથી પારદર્શિતાથી પોલીસી અંતર્ગત આ બેંક ચાલે એ અમારો પ્રયત્ન છે. નહીં કે ભ્રષ્ટાચાર ભય વ્યક્તિ આધારિત કે ગેરશિસ્ત વાળા લોકોથી આ ચલાવવાની. દેવાંગભાઈ હજુ નવા છે, તેમને ખબર નથી કે આમાં કઈ ટાઈપના ફ્રોડ છે. આરબીઆઈ બે વર્ષમાં ચાર વાર આવી ગઈ જેણે જુનાગઢ અને કાલબાદેવી ના ખાતાની મુલાકાત લીધી અને ચોકી ઉઠ્યા. જેમાં આરબીઆઈના જનરલ મેનેજર એ મીટીંગમાં ખાતાઓની ફરી તપાસ કરવા અને પોલીસ ફરિયાદ કરવી અને જે પણ કરવા પત્ર થતું હોય તે કરવા જણાવ્યું. અને જો અમારા ધ્યાનમાં એમ આવ્યો કે તમે છુપાવીને આ કરી રહ્યા છો તો અમારા પગલાં કોઈ વિશેષ પ્રકારના હશે તેમ પણ જણાવ્યું હતું. જૂનાગઢમાં રેસીડેન્સીયલ પ્રોપર્ટીને કોમર્શિયલ બતાવી એની જંત્રી વેલ્યુ ઈનફ્લેટ કરી અને એનાથી પણ વધારે પ્રમાણમાં લોન આપી એને ફ્રોડ કહેવાય એમ તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું.
આ બધું કરી કોણ રહ્યું છે? શ્રી મણીયારે જણાવ્યું હતું કે, વિબોધભાઈ કાલબાદેવી બ્રાન્ચમાં આખી બેંકનું સ્લીપેજ સંભાળતા હતા. એમના ધ્યાન પર આ બધી વસ્તુઓ આવી ત્યારે તેમણે નામજુક ફરિયાદ કરી કે જીએમ અને ડીજીએમ આમાં સંડોવાયેલા છે. પછી તેની તપાસ કરવામાં આવી અમે તપાસ કરી એ નિર્ણય ઉપર આવ્યા કે વાતમાં ખૂબ જ ધન્ય હોય પરંતુ દોઢ વર્ષથી એ બાબતમાં નિષ્ક્રિયતા કે પગલા લેવામાં આપણા લોકો ઉણા ઉતર્યા છે. જેમાં ડિસિઝન મેકર જેમાં હું પણ આવી જવું એ પગલા લેતા જ કાંઈ છે એ શા માટે તે મને હજી ખ્યાલ આવતો નથી.
તમે તો ચેરમેન હતા. ચેરમેન પદે તમે બધું જ કરી શકો? શ્રી કલ્પક મણીયાર કહે છે, હું ૨૦૦૬ થી ૨૦૧૨ રહ્યો છું. વિકમાં દર ગુરુવારે હું એક જ વાર આવતો. વર્ષમાં ૩-૪ મહિના વિદેશ રહેતો હતો. સંઘના સ્વયંસેવકો ચલાવતા હોય એટલે બીજું કંઈ આડુ અવળું વિચાર કરવાનો તો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. જ્યારે વિબોધભાઈએ બધી વાત કરી ત્યારે તેમને બેંક વિરોધી ગણી દૂર કરવામાં આવ્યા. ફ્રોડ સામે ડિરેકટરો સામે કઈ રીતે લડવું આ માનસિકતાની આ લડાઈ છે આપણા પૈસા નથી. આ નાના માણસોની મોટી બેંક છે. અમે ૨૦૦૬ થી ૧૨ દરમિયાન ખૂબ જ પોલીસી બનાવી અને પોલીસી ડ્રિવન બેંક કરી છે. ફ્રોડ અંગે અમારી પોલીસી છે એમાં કોઈને પણ છોડવા નહીં.
તમને લાગે છે કે આરબીઆઈ જાણી જોઈને ડીલે કરી રહી છે? આરબીઆઇ સ્પષ્ટ કહ્યું કે આરબીઆઈ એ સ્પષ્ટ કહ્યું કે, કઈ બ્રાન્ચમાં કયો ફ્રોડ થયો એ ગોતવાનું કામ આરબીઆઈનું છેજ નહીં. એકમ બેંક નું છે અને એ જાણ્યા પછી જો પગલા ન રહે તો આરબીઆઈ ના પગલા વિશેષ પ્રકારના હશે તેવું તેમને સ્પષ્ટ કર્યું છે.
સંસ્કાર પેનલ કયાંક પોલિટિકલ ઇન્ફ્લુએન્સ વાળી છે. કલ્પકભાઈ કહે છે તમે અમારું લોહી કાઢો તો બધાની લોહીમાંથી સંઘ અને ભાજપ જ નીકળે. સંસ્કાર કે સહકાર પેનલમાં બહારના કોઈ હતા જ નહીં બધા સંઘ અને ભાજપ વાળા જ હતા. કોંગ્રેસ કે બીજી વિચારસરણી વાળા કોઈ હતા જ નહીં. સંઘ અને ભાજપના પાયામાં ૫૦ વર્ષથી હોય એને આવી રીતે ચીતરવાનોં પ્રયત્ન કરવામાં આવે ? હું ૩૨ વર્ષથી હતો અને આ બે મહિનાથી જ સંઘ અને ભાજપ વિરોધી થઈ ગયો? અને કયા મુદ્દાથી થયો? હું તો કૌભાંડ બહાર લઈ આવું છું સંઘ અને ભાજપ પણ નથી ઈચ્છતો કે કોઈ કૌભાંડની બાજુમાં ઊભા રહેવું.
આ બધાની વચ્ચે સુરેન્દ્રકાકાની એન્ટ્રી થઈ. કલ્પકભાઈ કહે છે હું તો છ મહિના પહેલા તેમને બધું બતાવી આવ્યો છું. સુરેન્દ્ર કાકા તો અમારા વડીલ છે. સુરેન્દ્ર કાકાનો તો હું છોકરો છું અને છોકરા માટે બાપુજીએ મેદાનમાં ન આવવું પડે. લોકો એ જ સવાલ કરી રહ્યા છે કે છોકરાને માટે બાપુજીએ કેમ મેદાનમાં આવવું પડ્યું? કલ્પકભાઈ કહે છે એ મેદાનમાં નથી આવ્યા સુરેન્દ્ર કાકા તો વર્ષોથી આ કમિટીમાં છે. અત્યારે આપણી પાસે ૩૯ બ્રાન્ચ છે. એ રીતે દરેક બ્રાન્ચનો વારો આવતો હોય જેમાં આ વખતે અમદાવાદ બ્રાન્ચમાંથી કોઈ ડિરેક્ટર લેવાનો વારો હોઈ શકે. આમાં સુરેન્દ્ર કાકાને ખાસ મારી સામે લડવા મોકલ્યા હોય તેવું લાગતુ નથી.
તમારી સાથે લડવા કરતા તમને મનાવવાની વાત વધારે છે. કલ્પકભાઈ કહે છે? હું તો માનેલો છું. મને નહી બેન્કને બનાવવાની છે જે કરવાનું છે, એ બેન્ક એ કરવાનું છે.
આ સ્કીમ કરવામાં આવી અને કેટલા કરોડનું તમને લાગી રહ્યું છે અને નાના રોકાણકરોની હાલત શું હશે? કલ્પકભાઈ કહે છે પહેલા ફ્રોડ નાના પાયાથી ચાલુ થાય. પછી હિંમત વધતા ફ્રોડ મોટો થાય. આવું જ કંઈક જૂનાગઢમાં અને કાલબાદેવીમાં થયું છે. જૂનાગઢની વાત કરીએ તો દસેક લાખ રૂપિયા સુધીનું કોઈ મકાન હોય છે જેની સામે પહેલા લોન લેતા હતા. કોભાંડીએ શું કર્યું ? તે મકાનના ચાર અલગ અલગ રૂમ હોય તો ચારેયે ના અલગ અલગ દસ્તાવેજ કરી અને ચારેય સામે દસ દસ લાખ દીધા. દસ લાખની કિંમત હોય તો એની સામે ૪૦ લાખ રૂપિયા લઈ ગયા. હવે એ ફાવી ગયું એટલે એવું તે રિપીટ કરવા માંડ્યા. તો આ ૩૫ પૈકી ૨૪ કિસ્સા એવા નીકળ્યા જેમાં ખોટું કરી ખોટા દસ્તાવેજો આપણે ત્યાં મૂકયા હોય. આટલું બધું ખોટું હોવા છતાં આપણે કોઈની સામે કંઈક કરીએ નહીં તો એ કેમ ચાલે? આવા તો ૨૦૦ એકાઉન્ટ. જો તેની બેલેન્સ કાઢીએ તો ૨૦ કરોડથી વધારે રકમ થાય. જુનાગઢ જેવા નાના ગામમાં આવડી રકમ હોય તો બીજી બ્રાંચોમાં પણ નહીં હોય એની શું ખાતરી? કારણકે મારા જેવા ડાયરેક્ટરને પણ જૂનાગઢની એક પણ ફાઈલ રાઇટીંગમાં આપ્યા છતાં પણ મને આપવામાં ન આવે. સંઘના લોકો તો લોકોની સેવા કરવા અહીં આવે. આ તમામ વાતોના પુરાવા છે.
લાખ રૂપિયાની લોન માટે પણ બધા જ ડોકયુમેન્ટ જોઈતા હોય જો કોઈપણ પ્રકારના ડોકયુમેન્ટ વગર આ રીતે લોન થાય તો ઉપરથી લઈને નીચે સુધીનું આખું તંત્ર મળેલું હોય તો જ આ શકય બને તમને શું લાગે છે? આવું કંઈ આપણે ત્યાં ચાલી જ ન શકે. આવું કલ્ચર ડેવલોપ થાય. સંઘના સ્વયંસેવકો જે બેંક ચલાવતા હોય એને કડક હાથે ડામી દેવું જોઈએ.
કોણ લોકો હશે ? કર્મચારીઓ પણ બેંકના જ હશે ને ડિરેક્ટરો પણ કયાંક હશે? કલ્પકભાઈ કહે છે એ જ તો મારી લડત છે કે આ લોકોને આઈડેન્ટીફાય કરો અને અહીંયા થી જે કંઈ સજા કરવાની હોય એ કરો. ઊલટું જે લોકો બહાર પડે છે એને ચિતરવામાં આવે છે. જેમકે આ તો બેંક વિરોધી છે, આ તો સંઘ વિરોધી છે કે પાર્ટી વિરોધી છે. એ જ માનસિકતા બતાવે છે. મારી વાત જ એ છે કે હું કયાંય નથી જવાનો, હું કોઈ દી જઈ જ ન શકું. અરવિંદભાઈનો છોકરો કોઈ દિવસ સંઘ વિરોધી કે ભાજપ વિરોધી હોય જ ન શકે. એ લોકો પણ માનતા હોય પણ છતાંય અત્યારે તો એમણે આવું બધું ફેલાવવાનું, વાતો કરવાની અને લોકોને ભરમાવવાના આ સિવાયની શું વાત હોય અંદરના સિવાય આ શકય જ નથી. એ બધાને આપણે બહાર કાઢવા પડે, એને આઇડેન્ટિફાય કરવા પડે, એને યોગ્ય સજા અપાવવી પડે અને આપવી પડે આ જ તો અમારી લડાઈ છે અને અમારી લડાઈમાં વધારેમાં વધારે લોકો જોડાતા જાય છે. જ્યાં સુધી આનું નિરાકરણ ની આવે ત્યાં સુધી મારી લડાઈ ચાલુ રહેવાની છે.
(3:49 PM IST)










