<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

વડતાલમાં નિર્વિધ્‍ને મહોત્‍સવ સંપન્‍નઃ સ્‍વામીજીના આશીર્વાદ વરસ્‍યા

વડતાલ સ્‍વામિનારાયણ મંદિરના સંતો અકિલાના આંગણે

રાજકોટ : વડતાલમાં તાજેતરમાંૅ યોજાયેલ ક્ષિશતાબ્‍દી મહોત્‍સવનું સમાપન થયું  છે. લાખો લોકોએ આ મહોત્‍સવનો લાભ લીધો હતો. નિર્વિધ્‍ને આ મહોત્‍સવ સંપન્ન થયો હતો. અને સ્‍વામીજીએ આશીર્વાદ વરસાવ્‍યા હોય તેવો અનુભવ થયો હોવાનું કોઠારી શ્રી દેવપ્રકાશદાસજી સ્‍વામીએ જણાવ્‍યું હતું.

વડતાલ સ્‍વામિનારાયણ મંદિરના સંતો અકિલાના આંગણે આવ્‍યા હતા અને તેઓએ જણાવેલ કે આ દ્વિશતાબ્‍દી મહોત્‍સ્‍વના ૧પ દિવસ પહેલા વડતાલમાં વરસાદ પડયો હતો. મહોત્‍સ્‍વની તૈયારી માટે અમારી પાસે ફકત ૧પ દિવસનો સમય હતો. મહોત્‍સવ દરમ્‍યાન લાખો લોકોએ મહાપ્રસાદ સાથે લાભ લીધો હતો.

મહોત્‍સવ દરમ્‍યાન ર૦૦ રૂપિયાનો ચાંદીનો સિકકો અને ટપાલ ટીકિટ પ્રસિધ્‍ધ કરવામાં આવી હતી. આ મહોત્‍સવ ભારતીય સંસ્‍કૃતિનું પ્રતિક બની ગયો હતો. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિત તો રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, આર. એસ.એસ.ના સહ સરસંઘ સંચાલક ભૈયાજી જોશી સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતાં.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે કોઠારી શ્રી દેવપ્રકાશદાસજી સ્‍વામી (ચેરમેન વડતાલ ટેમ્‍પલ બોર્ડ), શાષાી શ્રી રાધારમણદાસજી સ્‍વામી (મહંત સ્‍વામીનારાયણ મુખ્‍ય મંદિર રાજકોટ), શ્રી મુનિવદનસ્‍વામીજી વડતાલ, શ્રી ચેતનભાઇ રામાણી, ભાજપ અગ્રણી શ્રી મધુભાઇ માશીયાળા -વડતાલ નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(4:05 PM IST)