News of Wednesday, 20th November 2024
પૂ. મોરારીબાપુએ માનસ મુદ્રીકા, માનસ વાલ્મિકી, માનસ હરિહર નામથી રાજકોટમાં શ્રીરામકથા કરી'તી
શનિવારથી રાજકોટમાં સાતમી શ્રીરામ કથાઃ પૂ. મોરારીબાપુની ૯૪૭ મી કથા

રાજકોટ તા.૨૦: પૂજ્ય મોરારીબાપુ દ્વારા રાજકોટ ખાતે ૨૩ ડિસેમ્બર, શનિવારથી ‘‘માનસ સદભાવના'' શિર્ષક અંતર્ગત રામકથાનું મંગલ ગાન આરંભાઇ રહ્યું છે. તલગાજરડી વ્યાસ પીઠના કુલ કથાક્રમની આ ૯૪૭ મી કથા છે તેમ જ રાજકોટ ખાતેની પૂ.મોરારીબાપુની આ સાતમી કથા છે.
પૂ.મોરારીબાપુના વ્યાસાસને રાજકોટ ખાતે સહુ પ્રથમ રામકથા ૨૨-૧૧-૧૯૭૬ માં યોજાઇ હતી, જે કુલ કથાક્રમની ૧૩૭મી કથા હતી.
ત્યારબાદ ૨૫૯મી કથા ૨૬-૩-૧૯૮૨ના રોજ અને ૩૪૯ મી કથા ૨૦-૯-૧૯૮૬ના રોજ આરંભાઇ હતી. એ પછી ૧૨-૯-૯૮ એ રાજકોટની ચોથી રામકથા ‘‘માનસ મુદ્રિકા''અંતર્ગત ગવાઇ, જે કુલ કથા ક્રમની ૫૪૩મી કથા હતી. ૬૬૨મી કથા માનસ વાલ્મિકી ૨૦-૩-૨૦૦૭ માં યોજાઇ અને રાજકોટની છઠ્ઠી તેમ જ કુલ કથા ક્રમની ૭૩૧મી કથા ‘‘માનસ હરિહર નામાભિધાન સાથે ૧૪-૪-૨૦૧૨ માં થઇ.
આ કથા સદભાવના ટ્રસ્ટના લાભાર્થે થઇ રહી છે. વિજયભાઇ ડોબરિયા દ્વારા સ્થાપિત અને સંચાલિત એવા સદભાવના ટ્રસ્ટના બે ઉદ્દેશ્ય છે. એક તો નિઃસંતાન, નિર્ધન, અશક્ત, રોગીષ્ટ અને નિરાધાર વળદ્ધજનોની સાર સંભાળ અને સેવા સુશ્રુષા માટે વળદ્ધાશ્રમનો વિસ્તાર કરવો અને બીજું, રાષ્ટ્રમાં આગામી વર્ષોમાં વિપુલ પ્રમાણમાં વળક્ષો વાવીને એનો ઉછેર કરવો. સમગ્ર ભારત વર્ષને હરિયાળું બનાવવા માટે એકસો પચાસ કરોડ વળક્ષો ઉછેરવાનું મહા કાર્ય આ ટ્રસ્ટ કરવા ઇચ્છે છે. ૧૫ ઓગસ્ટ ૨૦૧૫માં પાંચ વળદ્ધોથી શરુ થયેલા સદભાવના વળદ્ધાશ્રમમાં આજે ૬૦૦ નિઃસહાય વળદ્ધો સન્માન સાથે સારવાર મેળવીને જીવી રહ્યા છે. ટ્રસ્ટે દેશભરના આવા વળદ્ધોને સાચવવા માટે ૩૦ એકર જગ્યા ખરીદી લીધી છે. જેમાં ૩૦૦ કરોડના ખર્ચ સાથે, તમામ આધુનિક સુવિધાઓ ધરાવતી ૧૪૦૦ રૂમો બાંધીને એમાં ૫૦૦૦ વળદ્ધ માવતરને સમાવી લેવાનું આયોજન છે. માનવતાના આ મહાયજ્ઞમાં આહુતિ આપવાના હેતુથી માનસ સદભાવના રામકથા યોજાઇ રહી છે. આપણે સહુ પણ આ યજ્ઞ કાર્યમાં યથાશક્તિ સમિધ અર્પણ કરીએ.(-નિલેશ વાવડીયા-સંગીતની દુનિયા-તલગાજરડા)
‘‘માનસ સદ્ભાવના'' શ્રી રામકથારૂપી સેવા યજ્ઞ- કાર્યમાં આપણે પણ યથાશકિત સમિધ- સહાય અર્પણ કરીએઃ નિલેશ વાવડીયા
(4:08 PM IST)










