<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

‘હિટ એન્‍ડ રન'માં ઘવાયેલા સેટેલાઇટ ચોકના વૃધ્‍ધ દામજીભાઇ દોમડીયાનું મોત

ગઇકાલે અજાણ્‍યો વાહન ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો

રાજકોટ તા. ૨૦: શહેરના મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં ઇન્‍દ્રપ્રસ્‍થ સોસાયટી-૧માં રહેતાં દામજીભાઇ ટપુભાઇ દોમડીયા (ઉ.વ.૭૦) ગઇકાલે સવારે સાડા નવેક વાગ્‍યે મોરબી રોડ વેલનાથપરામાં ચાલીને જઇ રહ્યા હતાં ત્‍યારે અજાણ્‍યા મોટરસાઇકલનો ચાલક ઠોકરે ચડાવી ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ આજે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હિટ એન્‍ડ રનની આ ઘટના અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર વૃધ્‍ધ છુટક મજૂરી કરતાં હતાં. તે છ ભાઇ અને બે બહેનમાં ત્રીજા હતાં. પોલીસે અકસ્‍માત સર્જી ભાગી ગયેલા વાહનચાલક અંગે તપાસ શરૂ કરી છે.

(4:39 PM IST)