<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

ભીલ પંચના આગેવાનો દ્વારા મેયર સહિતના પદાધિકારીઓનું સન્‍માન

રેસકોર્ષમાં ‘‘ક્રાંતિકારી બિરસા મુંડા''ની પ્રતિમા મુકવા જગ્‍યા ફાળવવા બોર્ડમાં સર્વાનુમતે મંજુરઃ નિર્ણયને આવકાર

રાજકોટ તા. ર૦: વોર્ડ નં.૨માં રેસકોર્ષ રિંગ રોડ, બહુમાળીભવન ચોક ખાતે આવેલ સર્કલનું ‘‘ક્રાંતિકારી બિરસા મુંડા સર્કલ'' નામકરણ તથા રેસકોર્ષમાં ‘‘ક્રાંતિકારી બિરસા મુંડા''ની પ્રતિમા મુકવા જગ્‍યા ફાળવવા સામાન્‍ય સભામાં સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ નિર્ણયને આવકારી મેયર સહિતના મહાનગરપાલિકાના પદાધિકારીઓનું સન્‍માન ભીલ પંચના આગેવાનો દ્વારા કરવામાં આવ્‍યું હતું.

જળ-જંગલ-જમીનનો આપ્‍યો નારો, હંમેશા રહે નિજ ધામ માતળભૂમિ પર સ્‍વરાજ હોય, તેઓ સંદેશ જેમણે આપેલ છે તેમજ મુંડા લોકોને અંગ્રેજોથી મુક્‍તિ મળે તે માટે નેતળત્‍વ પ્રદાન કર્યું છે એવા ક્રાંતિકારી બિરસા મુંડાના નામનું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૨માં રેસકોર્ષ રિંગ રોડ, બહુમાળીભવન ચોક ખાતે આવેલ સર્કલનું ‘‘ક્રાંતિકારી બિરસા મુંડા સર્કલ'' નામકરણ કરવા તેમજ રેસકોર્ષ સંકુલમાં આવેલ કલ્‍પના ચાવલા મહિલા ગાર્ડનની સામેના ભાગમાં ‘‘ક્રાંતિકારી બિરસા મુંડા''ની પ્રતિમા મુકવા સમાજ કલ્‍યાણ સમિતિ દ્વારા સામાન્‍ય સભાની બહાલીની અપેક્ષાએ મંજુર કરવામાં આવેલ. જે નિર્ણયને રાજકોટ મહાનગરપાલિકાની ગત તા.૧૯/૧૧/૨૦૨૪ના રોજ યોજાયેલ દ્વિમાસિક સાધારણ સભામાં સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ છે. આ નિર્ણયને શ્રી ભીલપંચ રાજકોટના આગેવાનો દ્વારા આવકારી રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયાનું ફૂલહારથી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

(4:10 PM IST)