News of Wednesday, 20th November 2024
પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૧૮૩ આવાસો સામે ૬ હજારથી વધુ અરજીઓનો ઢગલો
MIG કેટેગરીના ૫૦ આવાસો સામે કુલ-૧૯૨૯ તથા EWS-2 કેટેગરીના ૧૩૩ આવાસો સામે કુલ-૪૧૭૭ અરજીઓ ઓનલાઇન માધ્યમથી આવી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા EWS-2 અને MIG કેટેગરીમાં ખાલી પડેલ આવાસોના ઓનલાઇન ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ૧૬ના રોજ પૂર્ણ થયેલ છે. જેમાં EWS–2 કેટેગરીમાં ૧૩૩ આવાસો સામે કુલ-૪૧૭૭ ફોર્મ ભરાઇને પરત આવેલ છે જયારે MIG કેટેગરીમાં ૫૦ આવાસો સામે કુલ-૧૯૨૯ અરજીઓ ઓનલાઇન માધ્યમથી આવેલ છે. તેમ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનરશ્રી દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણીએ જણાવ્યું હતું.(૨.૨૪)
(4:39 PM IST)










