<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

સંઘની વિચારધારા અને શિસ્‍તનો વિજયઃ સભાસદોનો વિશ્વાસ કાયમ

રાજકોટ નાગરિક બેંકની ચુંટણીના સહકાર પેનલના વિજેતા ઉમેદારો અકિલાના આંગણે બેન્‍કમાં નીવિષયક નિર્ણયો માટે બોર્ડ ઓફ ડિરેકટર અને શાખા વિકાસ સમિતિ નિયમીત રીતે કાર્યરતઃ જીમ્‍મીભાઇ દક્ષિણી

રાજકોટઃ તા.ર૦ રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. મૉ ૧૯પ૩થી આજદિન સુધીમાં પાંચ વખત ચુંટણી યોજાયેલી. તે પૈકી ચુંટણી ર૦ર૪માં સંઘ વિચારધારા અને સામુહિક નેતૃત્‍વ હેઠળની સહકાર પેનલનો ભવ્‍ય વિજય થયો છે. સંઘ પ્રેરીત સહકાર પેનલના કુલ ૧પ ઉમેદવારો જંગી બહુમતીથી વિજયી થયેલા છે અને અગાઉ સહકાર પેનલના ૬ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા હોય રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ર૧ બેઠક ઉપર સહકાર પેનલનો ભવ્‍ય વિજય બન્‍યા છે અને આ વિજય સંઘની વિચારધારા અને સંઘનીશિસ્‍તનો વિજય છે.

અકિલાની મુલાકાતે આવેલા નાગરિક બેંકના આગેવાનોએ જણાવેલ છે કે રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ચુંટણી ર૦ર૪ માં સહકાર પેનલના ર૧ ડિરેકટરો વિજેતા

હસમુખભાઇ ચંદારાણા- ૧પ૬ મત,માધવભાઇ દવે- ૧પ૮ મત,સીએ. ચંદ્રેશભાઇ ઘોળકિયા- ૧પ૭ મત,અશોકભાઇ ગાંધી - ૧પર મત,સીએ. બ્રિજેશભાઇ મલકાણ- ૧પ૦ મત, દેવાંગભાઇ માંકડ-૧૬૦ મત,ડો. નરશીભાઇ જે. મેઘાણી- ૧પ૧ મત, કલ્‍પેશભાઇ ગજજર પંચાસરા-૧પ૪ મત, વિક્રમસિંહ પરમાર-૧પ૧ મત, જીવણભાઇ પટેલ-૧પ૪ મત, દિનેશભાઇ પાઠક-૧પ૪ મત, ચિરાગભાઇ રાજકોટિયા-૧૪૮ મત, સીએ. ભૌમિકભાઇ શાહ-૧પ૦ મત, શ્રીમતી જયોતિબેન ભટ્ટ-ર૯૦ મત, કિર્તીદાબેન જાદવ-ર૮૬ᅠમત,ઉપરાંત બિનહરીફ વિજેતામાં: નવીનભાઇ પટેલ(રાજકોટ) (એસસીઊએસટી અનામત), સુરેન્‍દ્રભાઇ પટેલ(અમદાવાદ) સીએ. દીપકભાઇ બકરાણી(મોરબી), મંગેશભાઇ જોશી(મુંબઇ), હસમુખભાઇ હિંડોચા(જામનગર), લલીતભાઇ વોરા(ધોરાજી)

આ ચુંટણીમાં મહિલા અનામત બે બેઠક માટે બહાગામ અને રાજકોટ શહેરના કુલ ૩૩ર મતદારોએ મતદાન કરેલ હતું અને બાકીની ૧૩ બેઠક માટે ૧૮૯ મતદારોએ મતદાન કરેલ હતું.

સહકારી બેંકિગમાં નવા નિયમો અનુસાર પ્રથમવાર રાજકોટ જીલ્લા કલેકટર અને રીટર્નીંગ ઓફિસરશ્રી પ્રભાવ જોશીના નેતૃત્‍વ હેઠળની પ્રથમ ચુંટણીનું સફળ આયોજન થયેલ હતું. આ ચુંટણીનું સૌથી અગત્‍યનું પાસું એ છે કે રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ના પૂર્વ ચેરમેનો પૈકી સ્‍વ. જન્‍મશંકરભાઇ અંતાણી, સ્‍વ. કેશવલાલ પારેખ,સ્‍વ. એ.પી. મહેતા, સ્‍વ. પ્રાણલાલભાઇ જોશી, સ્‍વ. અરવિંદભાઇ મણિઆર, શ્રી વજુભાઇ વાળા, સ્‍વ. લાલજીભાઇ રાજદેવ, સ્‍વ. ચંદ્રકાંતભાઇ પાવાગઢી, શ્રી જયોતિન્‍દ્રભાઇ મહેતા, શ્રી નલીનભાઇ વસા, શ્રી કલ્‍પકભાઇ મણિઆર, શ્રી શૈલેષભાઇ ઠાકર અને કાર્યકારી  ચેરમેન શ્રી જીમ્‍મીભાઇ દક્ષિણી સુધીના સૌના નેતૃત્‍વ હેઠળ રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની રાજકોટ સહિત ગુજરાત અને મહારાષ્‍ટ્રમાં ૩૮ શાખાઓ મારફત સાડા ત્રણ લાખ સભાસદો કાયમી વિશ્વાસ કાયમ રહ્યો છે. રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.નું ૧૦ હજાર કરોડનું ટર્ન ઓવર થકી વિકાસમાં મહત્‍વનું યોગદાન રહેલુ છે. એટલું જ નહીં વિશ્વાસ વધુ દ્રઢ બન્‍યો છે.

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. મા઼ નીતિવિષયક નિર્ણયો માટેનું આંતરિક માળખું બોર્ડ ઓફ ડીરેકટર અને શાખા વિકાસ સમિતિ નિયમિત રીતે એક ટીમ તરીકે  કાર્યરત હોય છે.

રાજકોટ નાગરિક સહકારી બેંક તેના ડેલીગેટ સાથે વાતચીતનો સેતુ વઘુ ગાઢ બને તે માટે દર ત્રણ મહિને માર્ગદર્શક મંડળની મીટીંગ મળતી રહે છે. દરેક ડેલીગેટ સાથે દર ત્રણ મહિને માર્ગદર્શક મંડળની બેઠક દ્વારા વાર્તાલાયઃ ડેલીગેટના સૂચનોઃ ફરિયાદોનું નિવારણ અને બીજી મિટિંગમાં તેનું ફોલોઅપ રિપોર્ટિગમાગદર્શક  મંડળમાં કરવામાં આવે છે. આ રીતે ડેલીગેટ પણ બેંકની નીતિવિષયક બાબતોમા઼ સક્રિય યોગદાન આપતા હોય છે.

આ ચૂંટણીમાં રિઝર્વ બેન્‍ક ઓફ ઇન્‍ડિયાના નોટિફિકેશન પ્રમાણે ૮ વર્ષ કરતા વધુ સમય બેંકમાં ડીરેકટર ન રહી શકે તે ધ્‍યાનમાં રાખીને પ્રવર્તમાન બોર્ડના ૧૦ ડીરેકટર સર્વશ્રી જીમીભાઇ દક્ષિણીઃ  શૈલેષભાઇ ઠાકર, નલીનભાઇ વસા, જયોતીન્‍દ્રભાઇ મહેતા, ટપુભાઇ લીંબાસિયા, અર્જુનભાઇ શીંગાળા, હંસરાજભાઇ ગજેરા, દિપકભાઇ મકવાણા, શ્રીમતી રાજશ્રીબેન જાની, કાર્તિકેયભાઇ પારેખ ચૂંટણી લડેલ ન હતા. એટલું જ નહીં પરિવારવાદને પ્રોત્‍સહન ન મળે તે માટે તેમના પરિવારમાંથી કોઇપણ બ્‍લડ રિલેશનવાળા ઉમેદવાર પણ પસંદ કરવામાં આવ્‍યા નથી.

(4:14 PM IST)