<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

શનિવારે આદિવાસી સમાજનો સ્‍નેહમિલન સમારોહ

‘‘એક તીર એક કમાન સારે આદીવાસી એક સમાનનો'' નારો ગજાવી એકતાનો સંદેશ પ્રસરાવવા વાસવીબેન સોલંકીના જન્‍મદિવસની ઉજવણી સાથે સમાજ ઉત્‍થાનનો કાર્યક્રમ : તાપીની ટીમ જન્‍મથી મૃત્‍યુ સુધીના જીવનચક્ર પર પ્રકાશ પાડશે : છુટાછવાયા આદીવાસીઓની રૂઢી પ્રથાને સુનિયોજીત કરાશે : સ્‍વરૂચી ભોજનની પણ વ્‍યવસ્‍થા

રાજકોટ તા. ૨૦ : આદીવાસી સમાજના ઉત્‍થાન અર્થે ભીલ આદીવાસી મહિલા ઉત્‍કર્ષ મંડળ દ્વારા રાજકોટના આંગણે તા. ૨૬ ના શનિવારે એક સ્‍નેહમિલન સમારોહનું આયોજન કરાય છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ભીલ મંડળના બહેનોએ જણાવ્‍યુ હતુ કે છુટાછવાયા આદીવાસી સમાજને સુનિયોજીત કરવા આ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો છે. દરમિયાન ગુજરાત ભીલ મહિલા પ્રમુખ વાસવીબેન સોલંકીનો જન્‍મ દિવસ પણ આ સાથે ઉજવવામાં આવશે.

તા. ૨૬ ના શનિવારે બપોરે ૩.૩૦ થી મોડી સાંજ સુધી ભીલવાડા ચોક, સદર ખાતે સ્‍વરૂચી ભોજન સમારોહ પણ રાખવામાં આવ્‍યો છે.

આ સમારોહમાં એકતા આદિવાસી પરિષદના મહીલા અધ્‍યક્ષ પ્રેમીલાબેન વસાવા, સુમિત્રાબેન વસાવા અને અન્‍ય રાજયોમાંથી આદિવાસી પ્રતિનિધિઓ પધારશે. તાપી જીલ્લામાંથી મનુદાદા અને તેમની ટીમ ઉપસ્‍થિત રહી જન્‍મથી મરણ સુધીના જીવનચક્ર અંગે સમજ આપશે.

દરમિયાન રતનપર રાજકોટવાળા પ્રવિણસિંહ જાલા તેમજ જયપાલસિંહ ઝાલા દ્વારા ભીલ આદિવાસી સમાજના બેહેનોને શિક્ષણ, વાંચન, વીડીયો લાઇબ્રેરી સાથે મોબાઇલવાન રીક્ષા માટે ધનરાશી અર્પણ કરાતા તેમનું આ તકે અભિવાદન કરાશે.

સમગ્ર આયોજન માટે આદિવાસી મહિલા મંડળના આશાબેન ચૌહાણ, કૈલાસબેન રાઠોડ, જયાબેન રાઠોડ, ચંદ્રીકાબેન મુલીયાણા, મીનાબેન મકવાણા, મીનાબેન ચોહાણ, સંગીતાબેન ચૌહાણ, સુરભીબેન મે, કમળાબેન વાગડીયા, જયોતીબેન પેંગીયાતર, સરોજબેન રાઠોડ, કવિતાબેન વાગડીયા, સુશીલાબેન રાઠોડ, રશ્‍મીબેન વાગડીયા, જયાબેન રાઠોડ, અંજુબેન વાગડીયા, લાલીબેન, પુષ્‍પાબેન પેંગીયાતર, ગીતાબેન રાઠોડ, સુસુમબેન મે , અરૂણાબેન, ગીતાબેન, દક્ષાબેન, સલુબેન ચૌહાણ, મીનાબેન રાઠોડ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

વધુ માહીતી માટે મો.૭૭૭૮૦ ૯૩૫૮૮ અથવા મો. ૯૯૦૪૬ ૨૪૨૮૬ ઉપર સંપર્ક કરી શકાશે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ગુજરાત ભીલ મહિલા પ્રમુખ વાસવીબેન સોલંકી અને ભીલ જ્ઞાતિના મહિલા આગેવાનો જયાબેન ચૌહાણ, આશાબેન લીડીયા, મીનાબેન ચૌહાણ, કમળાબેન વાગડીયા નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:18 PM IST)