<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

૨૦ નવેમ્‍બરઃ વર્લ્‍ડ પાઈલ્‍સ ડે ભગંદર-ફીશર રોગો વિશે, સારવાર વિશે ફેલાયેલી ગેરમાન્‍યતા અને અંધશ્રધ્‍ધા વિશે વિગતવાર જાણીએ : ડો.વેકરીયા

ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. જો તમારૂ શરીર નરવું હશે તો તમામ સુખ તમારા દાસ છે. આજે પાઇલ્‍સ ડે નિમિતે સૌરાષ્‍ટ્રના સુપ્રસિધ્‍ધ પ્રોકટોલોજીસ્‍ટ મળ માર્ગના નિષ્‍ણાંત ડૉ. એમ.વી.વેકરીયા હરસ, મસા-પાઇલ્‍સ વિષે  સવિસ્‍તાર તેના થવાના કારણો, તેના લક્ષણો, હરસથી બચવાના અને ન થાય તે માટેની પરેજી, તેની વૈજ્ઞાનિક સચોટ સારવાર અને હરસની સારવાર માટે આપણા માનસમા પ્રવર્તી રહેલી પ્રચલિત ગેરમાન્‍યતા, અંધશ્રધ્‍ધા વિશે સચોટ માહિતી આપશે. ડૉ. એમ.વી.વેકરીયા સૌરાષ્‍ટ્રમાં સૌપ્રથમ અતિઆધુનિક ટેકનોલોજી અમેરીકન અલ્‍ટ્રાસોનીક હાર્મોનીક ફોક્‍સ, યુરોપિયન એડવાન્‍સ્‍ડ લેસોટ્રોનીક્‍સ લેસર, જર્મન ઇન્‍ફ્રારેડ કોએગ્‍યુલેશન (આઇ.આર.સી.) જાપાનીઝ હેલ-સ્‍ટેપલર, વેસલ સીલર,  ક્ષારસૂત્ર જેવી હરસ માટેની ટેકનોલોજીનો આવિષ્‍કાર કરેલ છે.

હરસ મસા એટલે શું? મળમાર્ગમાં રહેલી લોહીની નળીઓ રોજ બરોજ કબજીયાતના પ્રેશરના કારણે તેમજ લાઇફ સ્‍ટાઇલ તેમજ વારસાગતને કારણે ત્‍યાંની મળ માર્ગની ત્‍વચા-મ્‍યુકોઝાની નીચે રહેલી લોહીની નળીઓ ફુલાઈને ગંઠો આચળ જેવું જે બને તેને હરસ કહેવામાં આવે છે. હરસ મસા એ મળમાર્ગમાં થતો અતિકષ્ટકાયક વ્‍યાધિ છે. જેમાં ખાસ કરીને અસહ્ય દુઃખાવો, બળતરા તથા લોહી પડે છે. આ આચળ ગઠાને આપણે ગુજરાતીમાં હરસ મસા-હીન્‍દીમાં બવાસીર-સંસ્‍કળતમાં અર્શ અંગ્રેજીમાં પાઇલ્‍સ મેડીકલમાં હેમોરોઇડસ લેટીનામાં પીલા કહેવાય છે.

હરસ થવાના કારણોઃ કબજીયાતને સર્વે રોગની જનની માતા કહી છે. હરસ થવામાં પણ મુખ્‍ય કારણ કબજીયાત છે. તેથી પહેલા તો કબજીયાત કરે તેવા આહારવિહાર છોડવા, બંધ કરવા. આજની લાઇફસ્‍ટાઇલ, મળમાર્ગના રોગોને નોતરે છે. -વાહી, છાશ, દૂધ, પાણી, ફુટ, સુપ, જયુસ વધારે લેવા. તેમજ પાન, બીડી, તમાકુ, ફાકી બંધ કરવા. કબજીયાત કરે તેવો આહાર તેમજ તીખું, તળેલું તમતમતું અને મસાલાવાળો ખોરાક ઓછો લેવો. ખોરાકની અનિયમિતતા, ફાઇબરલેસ ડાયેટ અને ફાસ્‍ટ ફુડ, જંકફુડનું વધતુ જતુ પ્રમાણ, બેઠાડુ જીવન, કસરતનો અભાવ, ચિંતા, ક્રોધ અને ઉજાગરા, સંડાસમાં અતિશય જોર કરવાની ટેવ, વારંવાર સંડાસ જવાની ટેવ, તેમજ વારંવાર ઝાડા અને મરડો થવો, લેડીઝમાં પ્રેગ્નેન્‍સી દરમ્‍યાન તેમજ વારસાગત અને આપણા શરીરનુ બંધારણ, ફિઝીયોલોજી, ગ્રેવીટેશન વગેરે કારણોથી હરસ થાય છે.

હરસ-ફીશર ભગંદરમાં જોવા મળતા સામાન્‍ય લક્ષણોઃ મળત્‍યાગ વખતે મળમાર્ગમાં દુઃખાવો, બળતરા અથવા રક્‍તષાાવ થવો. સંડાસ જતી વખતે આચળ જેવો કંઇક બહાર નીકળવો. કાયમી કબજીયાત, ગેસ ટ્રબલ, અપચો રહેવો. બેસવામાં તકલીફ થવી. દુઃખાવો થવો.  મળમાર્ગમાં ખંજવાળ આવવી, રસી નીકળવા, ચીકાશ આવવી કે ભીનું લાગવું. વારંવાર મળમાર્ગની આસપાસ ગડગુમડ જેવું થઈને રસી નીકળવી. વારંવાર મરડો અથવા ઝાડા થવા. સંડાસ માટે કાયમી જુલાબ કે રેચક દવા લેવાની જરૂર પડે છે. ભુખ ન લાગવી, જમ્‍યા પછી પેટમાં ભારે લાગવું, ગેસ ટ્રબલ રહેવી, શરીર ફીકકુ રહે, શરીર આખું દુઃખે, પીંડીમાં કે કમરમાં દુઃખાવો રહેવો. મળત્‍યાગ કંટ્રોલ ન હોવો, લાંબા સમયે મળમાર્ગ નબળો પડવો.

હરસ-મસા ભગંદર, ફીશર ન થાય તે માટે સોનેરી સૂચનો : જરૂરી પરેજી : ખીચડી, કઢી, રોટલી, શાક, મગનું શાક, કઠોળ, કચુંબર, દાળ ઢોકળી, ખાંખરા, પાત્રા લેવા. ઊંધીયુ, લસણીયા બટેટા, ભરેલા મરચા, રગડા પેટીશ, અથાણુ, બાજરીનો રોટલો, ફાસ્‍ટ ફુડ, ગાંઠીયા જેવો ખરાક ટાળવો. મળમાર્ગના રોગો માટે જવાબદાર એવી કબજીયાતને અવગણશો નહીં. કાયમ કોઈ પણ જાતના જુલાબ કે રેચક દવા લેવી એ અત્‍યંત હાનિકારક છે.

કુદરતી હાજતના વેગને ગમે તેવા સંજોગોમાં રોકશો નહીં. બિનજરૂરી ઉજાગરા, ચિંતા, ટેન્‍શન ન લેવું.

ભુખ લાગે ત્‍યારે ફળ અને શાકભાજી સુપાચ્‍ય આહાર પૂરતા પ્રવાહી સાથે લેવાથી કબજીયાત અટકે છે. ઉકાળેલું કે ફીલ્‍ટર કરેલું પાણી રાત્રે સુતા પહેલા બે ગ્‍લાસ અને સવારે ઉઠીને નરણા કોઠે બે ગ્‍લાસ પીવું. દરરોજ સવારે એક વખત સંડાસ જવાની નિયમિત ટેવ પાડવી. સંડાસ જતા જોર ન કરવું, ઉંડા શ્વાસોશ્વાસ લેવા. થોડો સમય બેસવું. ઉતાવળ ન કરવી. દરરોજ સવારે બે થી ત્રણ કિલોમીટર ચાલવું. વધુ પડતો તીખો-તળેલો, ચીકણો, બેકરીનો અને કબજીયાત કરે તેવો ભારે આહાર લેશો નહીં. પાન, બીડી, તમાકુ, સોપારી, જદા, દારૂ લેવા નહીં. ઝાડો ચીકાશ વગર, બંધાયેલો કોઇપણ જાતની બળતરા કે દુઃખાવા વિના સંતોષપૂર્વક થાય એ સ્‍વાસ્‍થ્‍યની નિશાની છે. મળમાર્ગમાં રક્‍તષાાવ, દુઃખાવો, બળતરા, ખંજવાળ આવે અથવા મળમાર્ગની આસપાસ ફોલ્લા અથવા ગડગૂંમડ થાય, રસી આવે, ચીકાશ આવે અથવા મળત્‍યાગ સમયે કોઇ ભાગ દેખાય તો તુરત નિષ્‍ણાંત ડૉક્‍ટરની સલાહ લેવી જોઇએ.

હરસ-મસા (પાઈલ્‍સ) ની સરળ - સચોટ વૈજ્ઞાનિક સારવારઃ એડવાન્‍સ ટેકનોલોજી ફોર પ્રોક્‍ટોલોજી : એડવાન્‍સ સાયન્‍સ પ્રમાણે નવીનવી ટેકનોલોજી દ્વારા સારવાર થાય છે, જેમાં હાલની સૌથી એડવાન્‍સ ટેકનોલોજી આ પ્રમાણે છે.

અલ્‍ટ્રાસોનિક હાર્મોનિક ફોકસ (ઈથીકોન કંપની અમેરીકા) : અલ્‍ટ્રાસોનિક હાર્મોનિક ફોકસ સ્‍કાલપેલ ટોટલી ઓટોમેટીક મશીન છે. જેની ડીઝાઇન એકદમ કોમ્‍પેક્‍ટ છે. તેમાં એવો કોમ્‍પ્‍યુરાઇઝડ સોફ્‌ટવેર -ોગામ છે. જેમાં કોઇ નવા રિસર્ચ ભવિષ્‍યમાં થાય તો તે સોફ્‌ટવેર પ્રોગામ તેમા અપડેટ થઇ શકે છે. એકદમ પરફેકટ અને માઇક્રો ડિસેકશન થઇ શકે છે. લાર્જ વેસલ-લોહીની નળીને પણ સીલીંગ કેપેસીટી ધરાવે છે. આ મશીન ટચ સ્‍ક્રીનથી ઓપરેટ થાય છે. આ મશીનના મુખ્‍ય ફાયદા એ છે કે તેમાં અલ્‍ટ્રાસોનીક દ્વારા સીલીંગ સાથે જ કટીંગ કરે છે. તેમાં ઇલેકટ્રીસીટીનો ઉપયોગ ન થતો હોવાથી બીજી બધી જ ટેકનોલોજી કરતા આજુબાજુના ટીસ્‍યુ મ્‍યુકોઝા ચામડીને નહીવત ડેમેજ કરે છે, જેથી બ્‍લડ લોસ અને બર્નીંગ નહીવત થાય છે. અને હીલીંગ ઝડપથી થાય છે. બેભાન કરવાની કે દાખલ થવાની જરૂર પડતી નથી.

આ અતિ લેટસ્‍ટ મશીન ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટમાં એસ્‍ટ્રોન ચોક ખાતે આવેલ સુશ્રળત હોસ્‍પિટલમાં ઉપલબ્‍ધ છે. સરળતાથી સફળતાપૂર્વક આ મશીનથી સારવાર અપાઇ રહી છે. કોમ્‍પલીકેશન રેઇટ ૨ થી ૩% છે.

લેસોટ્રોનીક્‍સ લેસરઃ આ ટેકનોલોજી યુરોપિયન લેસર ટેકનોલોજી છે. જેના દ્વારા હરસ-મસા-ભગંદર-ફિશરની સરળ સારવાર થઇ શકે છે. નહીવત દુઃખાવા સાથે અને લોહી પડવાના ઓછા અથવા નહીવત ચાન્‍સ સાથે ઓપરેશન થઇ શકે છે. ઝડપી હીલીંગ અને મળમાર્ગ સંકોચાવાના કે કંટ્રોલ ન થવાના ચાન્‍સ ખૂબ જ નહીવત હોય છે. આ ટેકનોલોજીમાં રીકરન્‍સ રેટ ખૂબ જ ઓછા છે. અને આ ટેકનોલોજી હરસ-મસા-ભગંદર-ફિશરની સારવાર માટેની અતિ આધુનિક અને સરળ ટેકનોલોજી છે.

પ્રોસીજર ફોર પ્રોલેપ્‍સ પાઈલ્‍સ અને મીનીમાઈઝ ઈન્‍વાસીવ પ્રોસીજર ફોર પાઈલ્‍સ : આ મશીન દ્વારા ફકત અંદરના ફોર્થ ડિગ્રીના મોટા હરસની સ્‍ટેપલીંગ એન્‍ડ કટીંગ દ્વારા સારવાર કરવામાં આવે છે. આ મશીન સ્‍ટેપલર મશીન કહેવાય છે. જોન્‍સન એન્‍ડ જોન્‍સન કંપની દ્વારા મશીન બનાવવામાં આવે છે. સ્‍ટેપલરની જેમજ અંદરના મોટા હરસને કાપીને બંને છેડાને સ્‍ટેપલરની જેમ ચોટાડી દેવામાં આવે છે. આ પધ્‍ધતીમાં ચાર મેજર કોમ્‍પલીકેશન થવાથી ઉપયોગ ઓછો થાય છે. હરસને આ મશીનથી બહારના મસાની સારવાર થતી નથી. તેના ચાર મેજર કોમ્‍પ્‍લીકેશન પણ થઇ શકે છે. જે આ પ્રમાણે છે.

(૧) એનોરેક્‍ટલ સ્‍ટેનોસીસ (૨) પેલવીરેક્‍ટલ ફીશચ્‍યુલા (ભગંદર) (૩) પ્રોફુયુસ બ્‍લીડીંગ - વધારે પડતું લોહી પડવું. (૪) ઇનકોન્‍ટીનન્‍સ - મળ ત્‍યાગનો કંટ્રોલ જતો રહેવો.

હેલ ટેકનોલોજી : જાપાનનાં સર્જન ડો. કે મોરી નાગાએ-૧૯૯૫માં હરસ-મસાના દર્દીની સારવાર માટે આધુનીક ટેકનીક મશીનની મદદથી હરસને પોષણ આપતી લોહીની નળીઓને આવાજના મોજાની મદદથી શોધીને બંધ (લાઈગેશન) કરવામાં આવે છે. તેના માટે તેમણે એક નવુજ મશીનનું સંશોધન કર્યું જેને ટુંકમાં HAL- હેલ ટેકનોલોજી કહે છે. વિકસીત દેશોમાં ખુબ સફળ થયેલ છે.આ અમેરીકન જાપાનીઝ ટેકનીકથી હિમોરોડલ આર્ટરીને ડોપલર ગાઈડેડ અલ્‍ટ્રાસોનીક મશીન દ્વારા લાઈગેશન કરવામાં આવે છે

જેનાથી અંદરના હરસ ધીમે ધીમે સુકાય જાય છે. નેક્રોસીસ થઈ જાય છે. આના રીજલ્‍ટ ખુબ સારા છે. હોસ્‍પીટલમા દાખલ થવાની જરૂર નથી.

જર્મન ટેકનીકથી હિમોરોડલ આર્ટરીને કોએગ્‍યુલેશન (લોહીની નળીને સુકવી નાખીને) હરસને પોષણ-બ્‍લડ ન મળતા ધીમે ધીમે અંદરના હરસ સુકાઈ જાય છે. આ -ોસીઝરના રીઝલ્‍ટ પણ સારા છે. આમાં પણ બેભાન કરવાની કે દાખલ થવાની જરૂર પડતી નથી. વિકસીત દેશોમાં સરળ અને સફળ ટેકનોલોજી સાબિત થયેલ છે.

વેસલ સીલર : ટેકનીકથી બહારના મસાને નહીવત દુઃખાવાથી માઇક્રો કટીંગ કરવામાં આવે છે.થોડા સમયમાં જ ઓપરેશન કરવામાં આવે છે. આ ટેકનોલોજીમાં ઇલેકટ્રીસીટીના લીધે બર્નીંગ થાય છે. રૂઝ થોડી ધીમી આવે છે. અલ્‍ટ્રાસોનીક જેવા સારા પરિણામો મળતા નથી. તેથી વિકસીત દેશોમાં સ્‍વીકાર કે સ્‍વીકળત થયેલ નથી.

 પાર્શીયલ ફીસ્‍ટયુલેક્‍ટોમી : હાલમાં આ ખૂબ જ સફળ પદ્ધતિનો હું ઉપયોગ કરું છું. જેમાં એડવાન્‍સ્‍ડ ટેકનોલોજી અલ્‍ટ્રાસોનિક ફોક્‍સ દ્વારા ભગંદરના સ્‍પીટર સિવાયના સડાને સર્જરી કરીને કાઢી નાખવામાં આવે છે. અંદરના સડા (ટ્રેક)માં લેસર સારવાર કરી જરૂર જણાય તો ક્ષારસૂત્ર એપ્‍લાય કરવામાં આવે છે. એમ એક સાથે ત્રણ સારી થેરાપીઓનો ઉપયોગ કરવાથી સૌથી વધારે ઉત્તમ સારવાર આપવામાં આવે છે. ભગંદર માટે આ સફળ સારવાર સાબિત થયેલ છે.

ક્ષારસુત્ર સારવારઃ ભગંદર માટેની ક્ષારસુત્ર પદ્ધતિ એ અત્‍યંત -ચલિત પદ્ધતિ છે. ક્ષારસૂત્ર એક આયુર્વેદિક મેડીકેટેડ થ્રેડ છે. આ ક્ષારસુત્રમાં સર્જીકલ લિનેન થ્રેડમાં આયુર્વેદની ત્રણ -કારની મેડીસીન એસ્‍ટ્રેટની સાત ભાવના (કોટીંગ) આપીને બનાવવામાં આવે છે. આ દવાની એક્‍શન ભેદન (પેનીટ્રેટીંગ), છેદન (કટીંગ), લેખન (સ્‍ક્રેપીંગ), રોપણ (હીલીંગ) એમ ચાર -કારના ફંક્‍શન એકસાથે થાય છે. જેને ટુંકમાં સમજવું હોય તો બરફના મોટા ટુકડાને દોરી બાંધવાથી જે રીતે દોરી ગાંઠ સાથે બરફને ધીમે ધીમે કીંગ કરે છે. પરંતુ બરફના ટુકડાના બે ભાગ થતા નથી. આ રીતે મળમાર્ગના સ્‍પીટરને નુક્‍સાન પહોંચાડયા વગર ભગંદરની સારવાર થાય છે.

આ સિવાય ઉપયોગમાં લેવાતી સારવાર પધ્‍ધતિઓ જેવી કેઃ

સ્‍ક્‍લેરો થેરાપીઃ જેમાં સબમ્‍યુકોઝલ સ્‍કેલેરોજન્‍ટ ઇન્‍જેકશન પાઇલ્‍સના મૂળમાં આપવામાં આવે છે. જેનાથી પાઇલ્‍સ નેક્રોસ થઇને સુકાય જાય છે. પરંતુ આ થેરાપીમાં સોજો આવવો તથા મળમાર્ગ સાંકડો થઈ જવાની સંભાવના ખૂબ જ વધારે છે.

આર.બી. થેરાપી : રબરબેન્‍ડ લીગેશન પધ્‍ધતિમાં પાઇલ્‍સના મૂળમાં રબરબેન્‍ડ એપ્‍લાય કરવામાં આવે છે. જેથી પાઇલ્‍સ નેક્રોસ થઇને સુકાય જાય છે. પરંતુ આ થેરાપીમાં બ્‍લીડીંગ થવાની સંભાવના ખૂબ જ વધારે છે.

પ્‍લગ થેરાપી : ભગંદરના રોગમાં વપરાતી આ ટેકનોલોજી (પધ્‍ધતિને) ફીસ્‍ટુલા બાયો-ોસ્‍થેટીક પ્‍લગ થેરાપી કહેવામાં આવે છે. પરંતુ આ થેરાપીની સારવારમાં રીકરન્‍સ રેટ એટલે કે ફરીવાર થવાની અને ન મટવાની સંભાવના ખૂબ જ વધારે એટલે કે ૫૦% જેટલી રહેલી છે. તેથી તે થેરાપીનો ઉપયોગ ઓછો કરવામાં આવે છે.

ક્રાયો સર્જરી : નાઇટ્રોજન ગેસથી ઠંડા કરીને શીતદગ્‍ધથી હરસને સુકવવા. સકસન આર.બી. સકશન દ્વારા રબ્‍બરબેન્‍ડ લીગેશન.  ઓપન હેમરોઈડેક્‍ટોમી : ઓપરેશન સર્જરી સારવાર વગેરે હરસ મસા માટે સારવાર પધ્‍ધતિ પ્રચલિત છે.

હરસની સારવાર માટે આપણા માનસમાં પ્રર્વતતી પ્રચલીત ગેરમાન્‍યતા-અંધશ્રધ્‍ધા :

જેમ કે હરસને શરીર પર ડામ દેવાથી મટાડી શકાય છે.  ઘણા લોકો માનતા / દિવા માને છે. હરસને મંત્રાવે છે. મંત્રેલી ચા પીવે છે. હરસને પાણીમાં બેસાડીને ખેરવી નાખે છે. મંત્રેલ પાણીમાં બેસાડે છે. હરસ ચેકીંગ વગર (તપાસ્‍યા વગર), દુઃખાવા વગર, ઓપરેશન વગર, પોસ્‍ટથી દવા મોકલવી જેવી લોભામણી જાહેરાતથી દર્દીને છેતરે છે. તેનાથી દુર રહેવું જોઇએ. કારણ કે તપાસ્‍યા વગર સારવાર કરવાથી ઘણી વાર હરસ-મસા ન હોય અને બીજા ઘણા કારણોની - મળમાર્ગમાં લોહી પડે છે. જેમ કે આંતરડાનું અલ્‍સર, અલ્‍સેરેટીવ કોલાઇટીસ-લીવરના રોગ, કેન્‍સર, ફીશર જેવા ઘણા કારણોથી મળમાર્ગમાં લોહી પડે છે. તેથી તપાસ્‍યા વગર નિદાન કરાવ્‍યા સિવાય સારવાર લેવાથી ઘણા દર્દીઓ માટે ઘાતક નીવડે છે.

જાતે સેલ્‍ફ દવા લેતા હોય છે. ગમે ત્‍યાંથી જે તે દવા લેવી, ડૉકટરની સલાહ વગર દવા લેવી હિતાવહ નથી. હરસની મંત્રની વિંટી પહેરે છે વગેરે... ચાલીને જવાની માતાજીની માનતા માને છે પણ ચાલવાથી હરસ-મસા વકરે છે. વડોદરાની નજીક તારાપુર ચોકડી પાસે, મધરોલમાં પાણીમાં બેસાડીને હરસ ખેરી નાખવાની ખોટી માન્‍યતા ખુબ પ્રચલીત છે. વગેરે અંધ માન્‍યતાથી આપણે સમાજે દુર રહેવું જોઈએ.

આજના આધુનીક યુગમાં પણ હરસ-ફીશરના ઘણા દર્દીઓ-અનક્‍વોલીફાઈડ ડૉક્‍ટરો પાસે, એસીડ જેવા કેમીકલ લગાવીને ઓપરેશન કરાવે છે. જેમાં ખૂબ જ પીડાય છે અને ભગંદર જેવા કોમ્‍પલીકેશન થાય છે.

આલેખન :

ડો.એમ.વી.વેકરીયા

માર્ગના રોગોના નિષ્‍ણાંત

(4:26 PM IST)