News of Wednesday, 20th November 2024
રાજકોટ વલસાડ મુંબઈ દિલ્હીમાં વાહનની ડેકી તોડી ચોરી કરતી છારા ગેંગના બે શખ્સને ક્રાઈમ બ્રાન્ચે પકડ્યા: એક શખ્સ ૪૧ અને બીજો ૫ ગુનામાં સામેલ: ૬.૫૮ લાખનો મુદ્દામાલ કબ્જે
ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી.બી. બસિયાની રાહબરીમાં પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર અને ટીમની કાર્યવાહી: કૃષ્ણદેવસિંહ, વિજયરાજસિંહ, પ્રદીપસિંહ અને મૈસુરભાઈની બાતમી

રાજકોટઃ શહેર ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદની છારા ગેંગના બે સાગરીતોને ઝડપી લઈ વાહનો ની ડેકી તોડી ચોરી કરવાના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે આ બંને રાજકોટ ઉપરાંત અમદાવાદ મુંબઈ અને વલસાડમાં ચોરીઓ કરી હોવાની કબુલાત આપી છે ક્રાઈમ બ્રાન્ચે બંને પાસેથી રૂ.6,58,700નો મુદ્દા માલ કબજે કર્યો છે ઝડપાયેલા પૈકી એક શખ્સની અગાઉ 42 ગુનામાં અને બીજા શખ્સની પાંચ ગુનાઓમાં સંડોવણી ખુલ્લી છે. આ બંને આંગણીયા પેઢીઓની ઓફિસ આસપાસ વોચ રાખતા હતા અને જે કોઈ વ્યક્તિ રોકડ લઈને નીકળે તથા વાહનની ડેકીમાં રાખી રવાના થાય ત્યારે તેનો પીછો કરતા અને જ્યારે એ વ્યક્તિ વાહન રેઢું મૂકે એ સાથે જ બને બાકી તોડી ચોરી કરી ભાગી જતા હતા.
ઝડપાયેલા બંને શખ્સના નામ મનીષ ઉર્ફે મનોજ કનૈયાલાલ સેવાણી છારા ઉ.વ.૪૪ ધંધો-મજુરી કામ રહે.સીંગલ ચાલી મહાકાળીના મંદિરની બાજુમાં, સત્યનારાયણ, દુધ ઘર બંગલા એરીયા રોડ, છારાનગર, કુબેરનગર, અમદાવાદ તથા ચંન્દ્રકાંત ઉર્ફે સોનું જેન્તીભાઈ પરમાર (તમંચે) છારા ઉ.વ.૪૮ ધંધો-મજુરી કામ રહે. નવખોલી, છારાનગર, કુબેરનગર તથા ગેલેકસી સિનેમાની સામે નરોડા અમદાવાદ છે.
ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચોરી, ચિલઝડપ, લૂંટ, વાહનની ડેકી તોડી ચોરીના ગુના અટકાવવા, બનેલા ગુના ડિટેકટ કરવા સૂચના અપાઈ હોઈ જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડકોન્સ. કૃષ્ણદેવસિંહ ઝાલા, વિજયરાજસિંહ જાડેજા તથા કોન્સ. પ્રદીપસિંહ જાડેજા અને મૈસુરભાઇ કુંભારવાડીયાને મળેલી ચોકકસ બાતમીના આધારે 'છારા ગેંગ'ના બે શખ્સોને પકડી રોકડા ૬ લાખ, કાળા કલરના હેલ્મેટ, કાળા કલરની કોલેજ બેગ (થેલો), એકસેસ મોટર સાયકલ જીજે૦૧વીયુ ૦૬૬૦, મોબાઇલ ફોન ડેકી તોડવાનુ 'ટી' આકારનુ સાધન, ટોપી, મોંઢા પર પહેરવાનું માસ્ક (ગોળાકાર માસ્ક), નમ્બર પ્લેટ બદલવા એ.બી.સી.ડી. તથા અંગ્રેજી આંકડાના સ્ટીકરોના પાના સહિત કબ્જે લીધું છે.
આ બંનેએ માલવિયા નગર પોલીસ સ્ટેશનના ૦૨, આજીડેમ પોલીસનો ૦૧ તેમજ વલસાડ ૦૧ મુંબઈ ૦૨ અને અને દિલ્હીનો ૦૧ મળી સાત ગુનાની કબુલાત આપી છે. ઝડપાયેલામાં મનીષ રીઢો ગુનેગાર છે તેણે રાજ્ય ભરમાં તથા અન્ય રાજ્યમાં આ પ્રકારના 41 ગુનાઓને અંજામ આપ્યો હતો. જ્યારે તેની સાથેનો અન્ય આરોપી પણ આ પ્રકારની ચોરીના પાંચ ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂક્યો છે.
આ બને જે તે શહેર વિસ્તારમાં આવેલ આંગડીયા પેઢીઓની ઓફીસ (દુકાનો)ની આજુ-બાજુ ફરીને આંગડીયા પેઢીઓમાંથી જે કોઇ વ્યક્તિઓ રૂપીયા લઇ પોતાના ટુવ્હીલર વાહનોની ડેકીમાં રાખતા હોય તે જોઇ તે વ્યક્તિનો પીછો કરી તે વ્યક્તિ પોતાનુ વાહન કોઇ જગ્યાએ મુકીને જાય, તરત જ તે વાહનની ડેકી પોતાના પાસે રાખતા 'ટી' ના સાધનથી ડેકીનુ લોક તોડી તેમા રહેલ રૂપીયાની ચોરી કરવાની મોડ્સ ઓપરેન્ડી ધરાવે છે.
આ કામગીરી શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા તથા નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ તથા મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ભરત બી. બસીયા તથા મદદનીશ પોલીસ કમિશ્નર વી.જી.પટેલ કંટ્રોલ રૂમની રાહબરીમાં શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા તથા પીઆઇ એમ.એલ.ડામોર એ.એન.પરમાર, એમ. કે. મોવલીયા, વી. ડી. ડોડીયા તથા એ.એસ.આઇ. જલદિપસિંહ વાઘેલા, હરદેવસિંહ જાડેજા તથા હિતેન્દ્રસિંહ ઝાલા, રણજીતસિંહ પઢારીયા તથા પો.હેડ કોન્સ. કૃષ્ણદેવસિંહ ઝાલા, વિજયરાજસિંહ જાડેજા, સંજયભાઇ દાફડા, પો.કોન્સ. મહાવીરસિંહ ચુડાસમાં તથા મોહિલરાજસિંહ ગોહિલ, ગોપાલભાઈ પાટીલ, અર્જુનભાઇ ડવ, પ્રદિપસિંહ જાડેજા, મૈસુરભાઇ કુંભારવાડીયા, તુલશીભાઇ ચુડાસમા, જીલુભાઇ ગરચર, સંજયભાઇ ખાખરીયા, પ્રવીણભાઇ જતાપરા, રમેશભાઇ માલકીયા ની ટીમોએ આ કામગીરી કરી છે.
(8:21 PM IST)










