News of Thursday, 21st November 2024
ભૂપગઢમાં ટ્રેકટરમાંથી પાઇપ ઉતારવાનું કહેતાં વિપુલ પર લોખંડના ઘણથી હુમલો
અન્ય મજુર વિષ્ણુએ સાળા કનૈયા અને સસરા સાથે મળી હુમલો કર્યોઃ આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૧: સરધારના ભૂપગઢમાં રહેતાં અને કડીયા કામ કરી ગુજરાન ચલાવતાં વિપુલ છગનભાઇ રાઠોડ (ઉ.વ.૨૮)ને રાતે સાડા નવેક વાગ્યે ગામમાં આવેલી સાગરભાઇ ભીમજીભાઇની વાડીએ કડીયા કામ માટે ગયો હતો ત્યારે સાથે કામ કરતાં ગોધરાના મજૂરો વિષ્ણુ અને તેના સાળા કનૈયા તથા સસરાએ મળી લોખંડના ઘણથી હુમલો કરી જમણા ખભ્ભે ઇજા પહોંચાડતાં તેમજ છાતીમાં ઢીકાપાટા મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ સહિતે કરતાં આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. બી.આર. વસાણીએ વિપુલની ફરિયાદ નોંધી હતી. તેના કહેવા મુજબ પાઇપ ભરીને ટ્રેકટર વાડીએ આવ્યું હોઇ તેણે મજૂર વિષ્ણુને પાઇપ ઉતારવાનું કહેતાં તેણે તથા તેના સાળા, સસરાએ અમે પાઇપ નહિ ઉતારીએ કહી ઝઘડો કરી ગાળો દઇ હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવાયું હતું.
(2:09 PM IST)










