હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રામકથામાં આવનારા ૧૦ હજાર મહેમાનોનું થશે સ્વાગત
અતિથિ દેવો ભવઃ મહેમાનો નો આદર-સત્કાર કરી તેની આગતા-સ્વાગતા કરવી એ આપણી વર્ષો જુની પ્રણાલિકા રહી છે : દેશ વિદેશના મહેમાનોના સ્વાગત માટે તૈયાર કરાયો સ્વાગત કક્ષઃ સ્વાગત સમિતિની સમગ્ર ટીમ દ્વારા તડામાર તૈયારીઓ

રાજકોટઃ સેવાનુ઼ પરમ ધામ સર્જવાની નેમ સાથે શહેરથી ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદ્ભાવના વૃધ્ધાશ્રમનું નિર્માણ થવા જઇ રહયું છે તેમજ વૈશ્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદભાવના વૃધ્ધાશ્રમ દ્રારા પૂ.મોરારીબાપુના શ્રીમુખે વૈશ્વિક રામકથાનું આયોજન આપણા રાજકોટના આંગણે કરવામાં આવેલ છે. રામકથા તા.ર૩ નવેમ્બરથી શરૂ થઇને તા.૧ ડિસેમ્બર સુધી ચાલશે. વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમી ભાવિકો રામકથા શ્રવણ અને ભોજન-પ્રસાદનો લહાવો લેશે.
આ તકે સ્વાગત સમિતિના અધ્યક્ષ પ્રવિણભાઇ પાઘડારએ જણાવેલ કે અતિથિ દેવો ભવઃ એટલે અતિથિ દેવ સમાન છે. આપણે ત્યાં આવે તો આપણે તેને દેવ સમાન ગણી તેનો આદર-સત્કાર કરી તેની આગતા-સ્વાગતા કરવી એ આપણી વર્ષો જુની પ્રણાલિકા રહી છે. શ્રીમદ ભાગવદ ગીતા અનુસાર દરેક વ્યકિતમાં પરમાત્માનો અંશ હોય છે. આપણાં આંગણે આવેલ પ્રત્યેક વ્યકિતને રૂડો આવકાર આપી તેમનો આદર-સત્કાર કરવો એ જ આપણી પ્રાચિન પરંપરા રહી છે. ત્યારે રાજકોટના આંગણે રામકથા શ્રવણનો લ્હાવો લેવા આવનાર મહેમાનો માટે કથામંડપ પાસે વિશેષ સ્વાગત કક્ષ તૈયાર કરવામાં આવ્યો છે. જયાં મહેમાનોનું આગમન થતાં તેમને ખેસ પહેરાવી આવકારવામાં આવશે. બાદમાં સદભાવના વૃધ્ધાશ્રમના નવા બિલ્ડીંગનું શિલારૂપે પૂજન કરાવી તેમને કથામંડપ સુધી લઇ જવામાં આવશે.
મહેમાનોના સ્વાગતનો આ સિલસિલો કથાના પ્રથમ દિવસથી અંતિમ દિવસ સુધી યથાવત રહેશે. મહેમાનોના સ્વાગત માટે પ્રવિણભાઇ પાઘડારના માર્ગદર્શન તળે પ્રદિપભાઇ ડવ, પુષ્કરભાઇ પટેલ, કિશોરભાઇ ડી.રાઠોડ, ડી.વી.મહેતા, નરેન્દ્રસિંહ ઠાકુર, વિક્રમભાઇ પુજારા, રાજદિપસિંહ જાડેજા, મયુરભાઇ શાહ, કિરીટભાઇ પાઠક, મનુભાઇ વઘાસિયા, પૂર્વેશભાઇ ભટૃ, પ્રવિણભાઇ ઠુંમર, નિતીનભાઇ ભુત, અશ્વીનભાઇ ભોરણીયા, જયદીપભાઇ જલુ, અલ્પાબેન ત્રીવેદી, મનસુખભાઇ વેકરીયા, પંકજભાઇ કપુપરા, હેમુભાઇ પરમાર, શ્યામભાઇ ડાભી જહેમત ઉઠાવી રહયા છે.
તસવીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે મયુરભાઇ શાહ, પ્રવિણભાઇ પાઘડાર, મનુભાઇ પટેલ, હેમુભાઇ પરમાર અને પ્રવિણભાઇ ઠુંમર નજરે પડે છે. (તસવીરઃ સંદિપ બગથરીયા)










