News of Thursday, 21st November 2024
રેસકોર્ષમાં શ્રીરામકથા સાંભળવા આવતાં લોકો માટે ૧૩ સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા
નક્કી કરેલા સ્થળોએ જ વાહનો રાખવા ટ્રાફિક પોલીસનો અનુરોધ

રાજકોટ તા. ૨૧: શનિવારથી રેસકોર્સ મેદાન ખાતે મોરારીબાપુની શ્રીરામકથાનો આરંભ થઇ રહ્યો હોઇ મોટી સંખ્યામાં રાજકોટ તેમજ આસપાસના ગામો, શહેરોમાંથી લોકો કથા સાંભળવા ઉમટી પડશે. કથામાં વાહનો લઇને આવતાં લોકો પોતાના વાહનો યોગ્ય અને નક્કી કરેલા પાર્કિંગના સ્થળોએ પાર્ક કરે તે માટે શહેર પોલીસે વ્યવસ્થા ગોઠવી છે અને પાર્કિંગના ૧૩ સ્થળ નક્કી કર્યા છે.
ઇન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાએ આ જગ્યાએ પાર્કીંગની વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ડીસીપી ટ્રાફિક પુજા યાદવને સુચના આપી હોઈ એસીપી જે. બી. ગઢવી તથા સેકટર પીઆઇ એસ. એન. રાઠોડ સહિતે સ્થાનીક જગ્યાએ પાર્કીંગ અંગે નિરીક્ષણ કરી નીચે મુજબના સ્થળોએ પાર્કીંગની વ્યવસ્થા કરી છે. પાર્કિંગ માટે નક્કી થયેલા સ્થળોમાં (૦૧) મહીલા પોલીસ સ્ટેશન સામેથી ઇમરજન્સી ગેઇટ સામે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં વીવીઆઇપી પાર્કીંગ કેપેસીટી ૫૦૦ ફોર વ્હીકલ પાર્કીંગ, (૦૨) મહીલા પો.સ્ટે. થી મેયર બંગલા સુધી ફોર વ્હિકલ પાર્કીંગ કેપેસીટી ૧૦૦ ફોર વ્હિકલ પાર્કીંગ, (૦૩) બાલભવન અંદર જોકર વાળુ ગ્રાઉન્ડ કેપેસીટી ૧૦૦૦ ટુ વ્હિકલ પાર્કીંગ, (૦૪) ઇન્ડોર સ્ટેડીયમ ખાતે જનરલ પાર્કીંગ કેપેસીટી ૫૦૦ ટુ વ્હિકલ પાર્કીંગ, (૦૫) એથ્લેટીક ગ્રાઉન્ડ જનરલ પાર્કીંગ કેપેસીટી ૨૦૦ ટુ વ્હિકલ પાર્કીંગ, (૦૬) બાલ ભવનથી એથ્લેટીક ગ્રાઉન્ડ સુધી બ્લોક પાથરેલ છે ત્યા પાર્કીંગ કેપેસીટી ૫૦૦ ટુ વ્હિકલ પાર્કીંગ, (૦૭) માધવરાવ સીંધીયા ક્રીકેટ ગ્રાઉન્ડ ચબુતરા વાળુ ગ્રાઉન્ડ પ્રવેશ બહુમાળી ચોકથી અંદર પાર્કીંગ કેપેસીટી ૧૦૦૦ ટુ વ્હિકલ પાર્કીંગ, (૦૮) બાલભવન મેઇન ગેઇટથી આર્ટ ગેલેરી સુધીના રોડ ઉપર પાર્કીંગ કેપેસીટી ૫૦૦ ટુ વ્હિકલ પાર્કીંગ, (૦૯) ફનવર્ડ સામે સર ગોસલીયા માર્ગ વાળી શેરીમાં પાર્કીંગ કેપેસીટી ૧૦૦૦ ટુ વ્હિકલ પાર્કીંગ, (૧૦) રૂરલ એસ.પી. સાહેબના બંગલા વાળી શેરીમાં પાર્કીંગ કેપેસીટી ૧૦૦૦ ટુ વ્હિકલ પાર્કીંગ, (૧૧) કિશાનપરા ચોક સાયકલ શેરીંગવાળી જગ્યામાં પાર્કીંગ કેપેસીટી ૧૦૦ ટુ વ્હિકલ પાર્કીંગ, (૧૨) રેસકોર્ષ મેદાન અંદર રમેશભાઇ પારેખ ઓપન થીયેટર સામે ફનવર્ડની દિવાલ તરફ પાર્કીંગ માટે, (૧૩) રીલાયન્સ ગ્રાઉન્ડ આયકર વાટીકા પાછળ પાર્કીંગ કેપેસીટી ૩૦૦ બસો પાર્કીંગ, ઉપરોકત સ્થળોએ ફોરવ્હિકલ, ટુ-વ્હિકલ તથા બસો માટે પાર્કીંગના સ્થળો નક્કી કરવામાં આવેલ હોઇ જેથી શ્રીરામકથા સાંભળવા આવનાર લોકોએ આ જગ્યાએ વાહન પાર્કીંગ કરવા રાજકોટ શહેર ટ્રાફિક શાખા તરફથી અપીલ કરવામાં આવી છે.
(2:29 PM IST)










