<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

યાજ્ઞિક રોડ પર નવા બનતા મલાબાર ગોલ્‍ડના ગોડાઉનમાં રૂા. ૧.૦૩ લાખના સામાનની ચોરી

શો-રૂમના મેનેજર વીજયભાઇ બુલચંદાણીની એ-ડીવીઝન પોલીસમાં ફરિયાદઃ તસ્‍કરો કોપરની પટ્ટી અને વાયર ઉઠાવી ગયા

રાજકોટ, તા. ર૧: યાજ્ઞિક રોડ પર રામકૃષ્‍ણ આશ્રમની બાજુમાં નવા બનતા મલાબાર ગોલ્‍ડ એન્‍ડ ડાયમંડ લીમીટેડના શોરૂમના ગોડાઉનમાં તસ્‍કરોએ ત્રાટકી રૂા. ૧,૦૩,પ૯પ નો કોપરની પટ્ટી અને વાયર સહિતનો સામાન ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મોટા મવા રંગોલી પાર્ક પાસે, ગુજરાત હાઉસીંગ બોર્ડ પંડિત દીન દયાલનગર એફ-૧૦૧ માં રહેતા વીજયભાઇ સંતોષભાઇ બુલચંદાણી (ઉ.વ. ૪૩) એ એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં પોતે યાજ્ઞિક રોડ પર બોમ્‍બે કોર્પોરેટ યાજ્ઞિક રોડ પર નવા બનતા મલાબાર ગોલ્‍ડ એન્‍ડ ડાયમંડ લીમીટેડ કલાસીક જેમાં શો રૂમ નં. ૧૧ માં મેનેજર તરીક ેનોકરી કરે છે.

ગત તા. ૭/૧૧ ના રોજ સવારે પોતે ઘરે હતા ત્‍યારે યાજ્ઞિક રોડ પર નવા બની રહેલા મલાબાર ગોલ્‍ડના શોરૂમના સિકયુરીટી ગાર્ડ અમરભાઇ સોલંકીનો ફોન આવતા તેણે કહેલ કે ‘આપણા નવા બનતા શોરૂમના ગ્રાઉન્‍ડ ફલોરમાં આવેલા અલગ-અલગ ગોડાઉન પૈકીના એક ગોડાઉનના શટરનું તાળુ તુટેલુ છે' વાત કરતા પોતે તથા એકાઉન્‍ટન્‍ટ અક્ષયભાઇ બન્ને શો-રૂમે ગયાં ત્‍યાં ગોડાઉનનાં શટરનું તાળુ તુટેલુ હતું. પોતે રાત્રીના સમયે સીકયુરીટી ગાર્ડ આશીષભાઇ વાઢેરને પુછતા તેણે જણાવેલ કે રાત્રે બે વાગ્‍યા આસપાસ પોતે ચેક કરતા ગોડાઉનનું તાળુ તુટેલુ ન હતું. તેમ કહેતા પોતે પ્રોજેકટ હેડને જાણ કરતા પ્રોજેકટ હેડે તેના ઇન્‍ચાર્જને ગોડાઉને મોકલ્‍યો તેણે તા. ૧૪/૧૧/ર૪ ના રોજ શો-રૂમના પ્રોજેકટ માટે ખરીદ કરેલા વાયર તેમજ અન્‍ય સામાનનો સ્‍ટોક વેરીફાઇ કરતા તેમાથી રૂા. ૧,૦૩,પ૯પ ના વાયરના બંડલ તથા અલગ-અલગ કોપરની પટ્ટી જોવા ન મળતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. આ અંગે શો-રૂમના મેનેજર વિજયભાઇએ એ-ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ ફરિયાદ દાખલ કરી પી.એસ.આઇ. બી.આર. સાવલીયાએ તપાસ હાથ ધરી છે.

(2:37 PM IST)