હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટ-અમદાવાદ અને જામનગર રોડને જોડતા બીજા રીંગ રોડ ઉપર રંગોલી પાર્ક - કાલાવડ રોડ નજીક બસ પોર્ટ આપવાની માંગણી
બીજા રીંગ રોડ ઉપર થઇ રહેલા વિકાસને દાવાને લઇને માર્ગ પરિવહન ખાતાના ચેરમેનને પ્રપોઝડ જગ્યા દર્શાવી પત્ર પાઠવતા ભીખાલાલ સહાયતા

રાજકોટ તા.ર૧ : ઓખા-દ્વારકા-ખંભાળિયા જામનગર-રાજકોટ અને અમદાવાદને જોડતા. જામનગર રોડ અને બીજારીંગ રોડ રાજકોટ ને જોડતા ક્રોસિંગ પર GSRTC નું મીની બસ પોર્ટ આપવા અને રંગોલીપાર્ક સર્કલથી કાલાવડ તરફ જતા. માર્ગ પર GSRTCનું આધુનિક પીક અપ અને ડ્રોપીંગ પોઈન્ટ આપવા રંગોલી પાર્ક સોસાયટી ફલેટ ધારક હિત સમિતિ અધ્યક્ષ ભીખાલાલ સહાયતાએ ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ અમદાવાદ-ગાંધીનગરના ચેરમેને પત્ર પાઠવીને જણાવેલ છે.
રાજકોટ શહેરનો વિકાસ દરેક ક્ષેત્રમાં નોંધપાત્ર રીતે થઈ રહ્યો છે. આ વિકાસને કારણે હાલના પ્રથમ ૧૫૦ રીંગ રોડ માધાપર ચોકડી પર ભારે ટ્રાફિક જામ જોવા મળે છે. બીજા રીંગ રોડનું નિર્માણ, જે લગભગ પૂર્ણ થવામાં છે. તેગોંડલ રોડને જોડીને અને કાલાવડ રોડને ઓળંગીને ભગેલ હોય વર્તમાન ટ્રાફિક જામને દૂર કરવાનો હેતુ ધરાવે છે, આ હવો બીજો રીંગ રોડ મુંજકા, મોટા માવા, ઈશ્વરિયા અને અન્ય આસપાસના ગામો સહિત ગ્રેટર રાજકોટના વિસ્તારોમાંથી ટ્રાફિકને ડાયવર્ટ કરશે.
ઉપરાંત, બીજો રીંગ રોડ ન્યુ રેસ કોર્સ, અટલ સરોવર, AIMS, સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ અને ગ્રેટર રાજકોટના નવા રહેણાંક વિસ્તારો જેવા આકર્ષણો સાથે વિકાસનું કેન્દ્ર મી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાએ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં લઈને આ માર્ગ પર સિટી બસ સેવાઓની ઘનતા અને ફ્રિક્વન્સી વધારવાની ખાતરી આપી છે
આ વિકાસને ધ્યાનમાં રાખીને, અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ને બીજા રીંગ રોડ પર, ખાસ કરીને જામનગર રોડ સાથેના તેના ક્રોસ પર મીની બસ પોર્ટ / આધુનિક પીકઅપ પોઇન્ટ સ્થાપિત કરવાનો જરૂરી આદેશ આપવામાં આવે. તેમજ આ વ્યૂહાત્મક સ્થાન માત્ર હાલના માધાપર ચોકડી બસ સ્ટોપ પરના દબાણને દુર કરશે જ ઉપરાંત બીજા રીંગ રોડ વિસ્તારના રહેવાસીઓ અને ગ્રેટર રાજકોટ (પヘઉિપરાંત રાજકોટના રાજમાર્ગ સમાન કાલાવડ રોડ ખૂબ વિકસી રહ્યો છે ત્યારે અમારી રંગોલી પાર્ક સોસાયટી જેમાં ૧૧૬૪ પરીવાર એટલેકે અંદાજે ૬૦૦૦ નાગરીકો રહે છે ત્યારે રાજકોટ, જુનાગઢ, ગોંડલ થી અમદાવાદ કે કાલાવડ તરફ જતી ઞ્લ્ય્ત્ઘ્ની બસ આ સોસાયટી નજીકમાંથી પસાર થતા કાલાવડ રોડ ના રંગોલીપાર્ક સર્કલ તેમજ કાલાવડ તરફ જતી બસ માટે થોમસ સ્કૂલ નજીક રીક્વેસ્ટ સ્ટોપ આપવા અમો આ વિસ્તારમાં રહેતા નાગરીકો હિતમાં અને અહીં પ્રવર્તતી ટ્રાફિક સમસ્યા અને આ વિસ્તારમાં ટ્રાફિકના વધવાથી પ્રદષણની વધી રહેલ સમસ્યા ઘટાડવાના ઉદેશથી વિનતી કરીએ છીએ. તેમ ભીખાલાલ સહાયતાએ જણાવેલ છે.










