News of Thursday, 21st November 2024
જામનગરથી આવતા વાહનોને પરાપીપળીયા પાસેથી ડાયવર્ટ કરોઃ બેડી ચોકડીના વાહન વ્યવહારને એઇમ્સ ચોકથી ડાયવર્ઝન આપો
માધાપર ચોકડી ટ્રાફીક સમસ્યાઃ મ્યુ.કમિશનર અને પોલીસ કમિશનરને જાગૃત નાગરિકનો નકશા અને નિવારણ સાથેનો પત્ર : ૧પ૦ ફુટ રીંગ રોડ પર માધાપર ચોકડીથી બેડી તરફ અન્ડરબ્રિજની કાર્યવાહી તાકિદે કરવા પણ શહેરીજનોની માંગ

રાજકોટ તા.૨૧: શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર દિવસેને દિવસે ટ્રાફીકની સમસ્યા વકરતી જાય છે. મનપા અને પોલીસ તંત્ર દ્વારા આ મુશ્કેલી નિવારવા પગલા લેવામાં આવે છે. જેમાં વિવિધ સર્કલો નાના કરવા, ટ્રાફીક સિગ્નલો મુકવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
તેમ છતા શહેરના જામનગર રોડ સ્થિત માધાપર ચોકડીએ અવાર-નવાર ટ્રાફીકની સમસ્યા સર્જાતા લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. તેવામાં જાગૃત નાગરિક ગુણવંતરાય રાવલે મ્યુ.કમિશનર તથા પોલીસ કમિશનરને સંબોધીને મુશ્કેલી અને તેના હલ માટે નકશા સાથે વિસ્તૃત પત્ર લખ્યો છે.
પત્રમાં જણાવ્યા મુજબ રાજકોટ શહેર માધાપર ચોકડીથી જામનગર-મોરબી-અમદાવાદ-ભાવનગર અવર જવર માટે માધાપર ચોકડીથી બેડી ચોકડી સુધી ૧૫૦ ફુટ રીંગ રોડ આવેલ છે આ રસ્તા પર મોટા પાયે લાઈટ હેવી વાહનોની અવર જવર થાય છે. બેડી ચોકડીથી જામનગર કે જામનગરથી બેડી ચોકડી જવા માટે માધાપર ચોકડી આવેલ છે અને આ જ કારણે મોટા પાયે અવર- જવર થતી હોય તેથી ટ્રાફીક સમસ્યા સર્જાય રહી છે.
માધાપર ચોકડી થી બેડી ચોકડી કે જયાંથી વાયા બેડી ચકોડી મોરબી-અમદાવાદ- ભાવનગર તરફે આવી જવાય છે આ બંને ચોકડી વચ્ચે આશરે પાંચ થી સાડાપાંચ કી.મી. અંતર આવેલ છે આમ માધાપર ચોકડી થી બેડી ચોકડી તરફ જતા આશરે દોઢ કી.મી. અંતરે ડાબી બાજુ એમ્સ હોસ્પીટલ તરફ જવાનો રસ્તો આવેલ છે તેમ બેડી ચોકડી થી એમ્સ બાજુ જવાનો રસ્તો આશરે સાડાચાર કી.મી. આવે છે આ પોઈન્ટ ઉપર થી એક રસ્તો રેલનગર બાજુ જાય છે અને સામે આવેલ રસ્તો ડાયરેકટ એમ્સ હોસ્પીટલ બાજુ જાય છે.
રાજકોટ જામનગર રોડ વચ્ચે પરાપીપળીયા ગામ જવાનું પાટીયુ આવે છે જે માધાપર ચોકડીથી જામનગર જતા આશરે ચાર કી.મી.ના અંતરે આવેલ છે પરાપીપળીયાના સામે યુ-ર્ટનની જગ્યા રાખવામાં આવેલ છે એમ્સ તરફે જતા રસ્તો પરાપીપળીયા જાય છે એમ્સ ચોકડી થી પરાપીપળીયા જતા પહેલો ચોક આશરે એક થી દોઢ કી.મી.આવેલ છે. આ રસ્તાની પહોળાઈ ૫૦ ફુટની હોય વચ્ચે ડીવાયડર હોય અને પાકો રસ્તો બનાવવામાં આવેલ છે પહેલા ચોક થી પરાપીપળીયા જવા ડાયરેકટ રોડ ૬૦ ફુટ હોય જેમાં વચ્ચે ડીવાયડર હોય જે ડાયરેકટ પરાપીપળીયા જાય છે જે ડાયરેકટ રાજકોટ-જામનગર હાઈવેને ટચ થાય છે.
આમ જો જામનગર થી આવતા વાહનોને (પરાપીપળીયા પાસે લેફટ ર્ટન સાઈન બોર્ડ મારી એમ્સ બાજુ ડાયવર્ટ ક૨વામા આવે અને બેડી ચોકડીથી આવતા વાહનોને હાઈવે પર એમ્સ ચોકડીથી ૫૨ાપીપળીયા તરફે ડાયવર્ટ ક૨વામાં આવે તો મોટે ભાગે ટ્રાફીક સમસ્યાનુ હલ થઈ જાય તે વાત નકારી શકાય નહી. આ બાબતે તંત્ર તરફથી કોઈ જાહેરનામુ બહાર પાડવામાં આવેલ નથી કે કોઈ આદેશ આપવામાં આવેલ નથી જો આપવામાં આવેલ હોય તો આનો અમલ કેમ થતો નથી એ એક મોટો પ્રશ્ન છે.
(3:06 PM IST)










