<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

કાલાવાડ રોડ સ્‍વામિનારાયણ મંદિરને ત્રણ અલગ-અલગ વીજ કનેકશન બાબતે કાર્યપાલક ઇજનેરની નોટીસઃ કનેકશન મર્જ કરો

ત્રણેય વીજ જોડાણો વચ્‍ચે પાવર હદ નથીઃ કલમ ૪ર૮ મુજબ એક કરતા વધુને પ્રિમાઇસીસ વાળી જગ્‍યા એક કરતા વધુ વીજ જોડાણ નહિ ચાલે... : પ્રેમવતી-કુમાર છાત્રાલય વચ્‍ચે પણ હલાણ બંધ કરવા વીજતંત્રની સૂચના : બીજી બાજુ મહિલા કોલેજ સબ ડિવીઝનના ડે. ઇજનેર ગઢવી મેડમ કહે છે... ત્રણેય વીજ કનેકશનમાં અલગ અલગ સર્વે નંબર હોય મર્જ કરવાની જરૂરિયાત નથીઃ અમે ઉપર રીપોર્ટ કરી દીધો છે

રાજકોટ તા. ર૧: રાજકોટ વીજ તંત્રના શહેર વિભાગ-રના એકઝીકયુટીવ ઇજનેર શ્રી પટેલ કાલાવાડ રોડ પરના વિખ્‍યાત સ્‍વા. મંદિરના કોઠારી સ્‍વામીને નોટીસ ફટકારી સ્‍વામિનારાયણ મંદિર ખાતે આવેલા વીજ જોડાણો બાબત. ખાતે તાકિદે યોગ્‍ય કરવા સુચના આપી છે. તેમાં ઉમેરાયું છે કે આપના તા. ૯ નવેમ્‍બરના પત્રના અનુસંધાને જણાવવાનું કે, મંદિર કેમ્‍પસમાં મંદિર તથા નિલકંઠ વર્ણી અભિષેક મંડપ ફાઇનલ પ્‍લોટ નંબર ૭૯ માં ૧૦૦ કીવોનું ગ્રાહક નં. ૩૧૮૦૭૦૪ર૬૭૭, અક્ષર બ્રહ્મ સંકુલ ફાઇનલ પ્‍લોટ નં. ૭૮ માં ૧૦૦ કીવોનું ગ્રાહક નં. ૩૧૮૦૭૦રર૮૮૯, તથા સંત આશ્રમ તથા પ્રમુખ સ્‍વામી સભાગૃહ ફાઇનલ પ્‍લોટ નંબર ૧૦૭૪ માં ૯પ કીવો નું ગ્રાહક નં. ૩૧૮૦૧પ૮પ૬૦૧ એમ કુલ ત્રણ વીજ જોડાણો ધરાવો છો.

ઉપરોકત સંદર્ભમાં દર્શાવેલ આપનાં પત્ર દ્વારા અત્રેની કચેરીને રજૂ કરવામાં આવેલ ડોકયુમેન્‍ટનો અભ્‍યાસ કરતાં સદર ત્રણેય પ્‍લોટની માલીકી હકક ‘‘બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોતમ સ્‍વામિનારાયણ સંસ્‍થા''નાં નામે છે. હાલમાં આ ત્રણેય વીજ જોડાણોની પાવર હદ (પાવર બાઉન્‍ડ્રી) વચ્‍ચે કોઇ આડશ/દિવાલ આવેલ નથી. વીજ પુરવઠો સંહીતાનાં કલોઝ નંબર ૪.ર૮ મુજબ એકજ માલીકી હકક ધરાવતા એક કરતાં વધુ પ્રિમાઇસીસ વાળી જમીન પર એક કરતાં વધુ વીજ જોડાણો આપી શકાય નહીં. તેથી આ ત્રણેય વીજ જોડાણો મર્જ કરાવવા અને તેને આનુષંગિક એક એચટી વીજ જોડાણ માટે અરજી કરી સૂચના છે.

તથા સહકાર નગર રોડની સામેની તરફ આવેલ પ્રેમવતી અને કુમાર છાત્રાલયનાં પ્રિમાઇસીસ વચ્‍ચે જે હલાણની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે તે કાયમી ધોરણે બંધ કરી દેશે. જેથી બન્‍ને પ્રીમાઇસીસની પાવર બાઉન્‍ડ્રી અલગ અલગ રહેવા પામે.

દરમિયાન સ્‍વા. મંદિર મહિલા કોલેજ વીજ સબ ડિવીઝન હેઠળ આવે છે, તેમના ડે. ઇજનેર શ્રી ગઢવી મેડમનો સંપર્ક કરતા તેમણે આજે સવારે ‘‘અકિલા''ને જણાવેલ કે સ્‍વામિનારાયણ મંદિર તરફથી અમને જે ડોકયુમેન્‍ટ મળ્‍યા છે, તેની ચકાસણી કરતા દરેકમાં અલગ અલગ જમીનના સર્વે નંબર અને વીજ કનેકશન છે, તેથી મર્જ અંગે જરૂરિયાત રહેતી નથી તેમજ ચેરીટી કમિશ્‍નર કચેરી પાસેથી પણ મંગાવાયેલ ડોકયુમેન્‍ટ ચકાસણીમાં પણ તમામ બાબતો બરોબર હોય તે બાબતે અમે ઉપર રીપોર્ટ કરી દીધો છે.

(3:06 PM IST)