News of Thursday, 21st November 2024
સીંગતેલ - કપાસીયા તેલમાં વધુ ૧૫ રૂા. તૂટયા

રાજકોટ તા. ૨૧: ખાધતેલમાં મંદીનો દોર જારી રહ્યો છે આજે સીંગતેલ અને કપાસીયાતેલમાં વધુ ૧૫ રૂપિયાનો ઘટાડો થયો હતો.
સ્થાનીક બજારમાં સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળીની આવકો વધ્યાના અહેવાલે સીંગતેલમાં ૧૫ રૂા. તૂટયા હતા. સીંગતેલ લુજ (૧૦ ક્રિ.ગ્રા.) નં ભાવ ૧૪૬૫ રૂા. હતા તે ઘટીને ૧૪૫૦ રૂા. અને સીંગતેલ નવા ટીનના ૨૫૫૫ રૂા. થયા હતા. સીંગતેલની અને કપાસીયા તેલમાં પણ ૧૫ રૂા નો ઘટાડો થયો હતો. કપાસીયા તેલ લુઝના ભાવ ૧૨૬૫ રૂા. હતા તે ઘટીને ૧૨૫૦ અને કપાસીયા ટીનના ભાવ ૨૨૦૧પ થી ૨૨૬૫ રૂા. હતા તે ઘટીને ૨૨૦૦ની ૨૨૫૦ રૂા ની સપાટીને ભાવ પહોંચ્યા હતા ચાલુ સપ્તાહમાં સીંગતેલ અને કપાસીયા તેલમાં ૫૦ થી ૫૫ રૂા. નું ગાબડુ પડયું છે.
(4:40 PM IST)










