<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

એડવોકેટ કમલેશભાઇ શાહ દ્વારા સદભાવના વૃધ્‍ધાશ્રમમાં વિનામુલ્‍યે સેવા

 

રાજકોટમાં વૈશ્વિક રામકથા  માનસ સદભાવના અનેક રીતે વિશેષ બની રહી છે. સદભાવના વળદ્ધાશ્રમ અને વળક્ષારોપણ આ બંને પ્રકલ્‍પો માટે રાજકોટ, સૌરાષ્‍ટ્ર, ગુજરાત અને વિદેશોમાંથી દાતાઓ કથામાં એક સેવક રૂપે કાર્ય કરી રહ્યા છે. સદભાવના વળદ્ધાશ્રમમાં વિના મૂલ્‍યે કાનૂની સેવા આપનાર જાણીતા એડવોકેટ કમલેશભાઈ શાહ જે પોતે સદભાવના વળદ્ધાશ્રમમાં ટ્રસ્‍ટી તરીકે સેવા આપી રહ્યા છે તેમણે જણાવ્‍યું હતું કે, નિરાધાર વળદ્ધોને સહારો મળે, સધિયારો મળે એ આજના સમયની જરૂરિયાત છે. મારા સદભાગ્‍યે મને સદભાવના વળદ્ધાશ્રમની સેવા કરવાનો મોકો મળ્‍યો છે. સદભાવના વળદ્ધાશ્રમ દ્વારા વળક્ષારોપણનું જે અભિયાન ચાલુ છે તે માત્ર વળક્ષો વાવવા એટલું જ નહીં, પરંતુ તેને ઉછેરીને મોટા કરવા અને કોઈ પણ સ્‍તિથિમાં એ વળક્ષને નુકસાન થાય તો એ જ સ્‍થળે નવું વળક્ષ વાવી દેવું ત્‍યાં સુધીનું છે. આ કઠિન કાર્ય હોય છે જે કાર્ય વિજયભાઈ ડોબરિયા અને તેની સમગ્ર ટીમ નિષ્ઠા પૂર્વક કરી રહી છે અને વિજયભાઈએ સમગ્ર ભારત દેશમાં ૧૫૦ કરોડથી પણ વધારે વળક્ષો વાવવાનો સંકલ્‍પ કર્યો છે એની સાથે હવે આપણે સૌ એ જોડાવવાનું છે, કારણ કે વળક્ષો છે તો જ જીવન છે.

અત્રે ઉલ્લેખનીય રહેશે કે કમલેશ ભાઈ શાહ એ વકીલ ઉપરાંત કોઈ પણ કુદરતી કે માનવ સર્જિત આફત વખતે પોતાની ટીમ સાથે સેવા માટે ખડેપગે હોય છે. વૈશ્વિક બીમારી કોરોના કાળ દરમિયાન તેમણે અનેક શ્રમિકોને ભોજન, આર્થિક સહાય તેમજ તેઓને વતન જવા માટેની વ્‍યવસ્‍થા કરવા સહિતની સેવા કરી હતી.

કમલેશભાઈ શાહએ વધુમાં જણાવ્‍યું હતું કે, ઘણા લોકો એવું કહે છે કે વળદ્ધાશ્રમો સમાજ માટે યોગ્‍ય નથી, પરંતુ આજે જ્‍યારે કોઈ વળદ્ધ માવતર સંતાન ન હોય કે સંતાનમાં એક માત્ર દીકરી હોય એવી સ્‍થિતિમાં આવકનોસ્ત્રોત ન હોય ત્‍યારે આવા માવતરો માટે વિજયભાઈ ડોબરિયા ખરા અર્થમાં સદભાવના વળદ્ધાશ્રમ દ્વારા પિતળ તર્પણનું મોટું કાર્ય કરી રહ્યા છે અને જ્‍યારે રાજકોટમાં ૧૨ વર્ષ  પછી પૂ. મોરારિ બાપુની વૈશ્વિક રામ કથા યોજાતી હોય ત્‍યારે આવા સદકાર્યના સહભાગી બનવા અમે માત્ર વકિલો જ નહીં પરંતુ ડોક્‍ટર,આર્કિટેક્‍ટ,સી.એ,બિલ્‍ડર્સ,પોલીસ અધિકારીઓ અને વિવિધ પદાધિકારિઓમાં અનેરો ઉત્‍સાહ પ્રવર્તી રહ્યો છે. આ સદભાવના કથા માત્ર રાજકોટ જ નહીં દેશ વિદેશના શ્રોતાઓ પણ ટેકનોલોજીના માધ્‍યમથી જોડાવાના છે. સમગ્ર કથા એક વૈશ્વિક રૂપ ધારણ કરે તેવી શકયતા નકારી શકાતી નથી

(4:11 PM IST)