<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

પ૦૦૦ ભકતો માટે આવાસ-ભોજન સુવિધા

સદભાવના વૃધ્‍ધાશ્રમનાં નવનિર્મિત ભવનના લાભાર્થે તા. ર૩ નવેમ્‍બરથી રાજકોટમાં પૂ.મોરારીબાપુના શ્રીમુખે વૈશ્વિક રામકથાઃ શ્રવણ અર્થે બહારગામથી આવેલા ભાવિકો માટે શહેરના વિર તાત્‍યાટોપે ટાઉનશીપ ખાતે ઉતારાની અફલાતુન વ્‍યવસ્‍થા

 

સેવાનું પરમ ધામ સર્જવાની નેમ સાથે શહેરની ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદભાવના વળધ્‍ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહયું છે તેમજ વૈશ્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્‍યામાં વળક્ષો વાવવાના ઉમદા હેતુથી સદભાવના વળધ્‍ધાશ્રમ ઘ્‍વારા પૂ. મોરારી બાપુના શ્રીમુખે વૈશ્વિક રામકથાનું આયોજન આપણા રાજકોટના આંગણે કરવામાં આવેલ છે, રાજકોટમાં ૧૨ વર્ષ પછી વળદ્ધો અને વડીલોનાં શુભાર્થે મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. રામકથા તા. ૨૩ નવેમ્‍બરથી શરુ થઈને તા. ૧ ડિસેમ્‍બર સુધી ચાલશે. દરરોજ ૫૦ હજારથી વધુ લોકો રામકથા શ્રવણ ક૨શે અને પ્રસાદ ગ્રહણ કરશે. રાજકોટના આંગણે આ ભવ્‍યાતિભવ્‍ય આયોજનને આખરી ઓપ અપાઈ રહયો છે, ત્‍યારે રાજકોટ શહેર ラજિલ્લા તેમજ બહારગામ અને દેશラવિદેશથી બહોળી સંખ્‍યામાં ભકત સમુદાય રામકથા શ્રવણનો લ્‍હાવો લેવા રાજકોટના આંગણે પધારી રહયો છે ત્‍યારે રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે રામકથા મઘ્‍યસ્‍થ કાર્યાલય ખાતે મહેમાનોને રહેવાની (ઉતારા)ની વ્‍યવસ્‍થા અંતર્ગત સાધુસંતો,વી.આઈ.પી. મહેમાનો, કલાકારો, સંગીતકારો, સહીત ભાવિકો માટે ઉતારાની વ્‍યવસ્‍થાનું સુચારૂ આયોજન હાથ ધરવામાં આવી રહયું છે.વૈશ્વિક રામકથા દરમ્‍યાન વિવિધ સામાજીક -સેવાકીય સંસ્‍થાઓ, સમાજ શ્રેષ્ઠીઓ, પ્રબુધ્‍ધ નાગરિકો પોતપોતાની રીતે આ ધાર્મિકોત્‍સવમાં યથાશિકત પોતાનું યોગદાન આપી આ સેવાયજ્ઞમાં સેવારૂપી આહુતિ આપી રહયા છે. જેમાં દેશવિદેશથી રામકથા શ્રવણ કરવા આવનાર ભાવિકો માટે ઉતારાની વ્‍યવસ્‍થા માટે આવાસ સમિતિના કિરીટભાઈ ગોહેલ, શૈલેષભાઈ ભીમાણીની ટીમ ઘ્‍વારા ઉતારાની સુંદર વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. આ ઉતારામાં રહેવા, જમવા, ચાラપાણી, નાસ્‍તા સહિત ભાવિકોને કથાસ્‍થળે પહોંચાડી પરત લાવવા માટે વાહનની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી રહી છે.

 ‘માતળદેવો ભવ, પિતળદેવો ભવ ની ભાવના ચરિતાર્થ કરવાના હેતુથી આ વૈશ્વિક રામકથા સદભાવનાનું આયોજન કરવામાં આવ્‍યું છે. વૈશ્વિક રામકથા શ્રવણઅર્થે બહારગામથી આવેલા ભાવિકો માટે શહેરના વીર તાત્‍યાટોપે ટાઉનશીપ, ઇન્‍ડીયન ઓઈલ પેટ્રોલ પંપની પાછળ, સોરઠીયાવાડી, ૮૦ ફુટ મેઈન રોડ, રાજકોટ ખાતે ઉતારો રાખવામાં આવેલ છે તેમજ સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટી કેમ્‍પસ વગેરે જગ્‍યાઓ પર ઉતારાની વ્‍યવસ્‍થા કરવામાં આવેલી છે. આ ઉતારામાં ૪૫૦૦ થી ૫૦૦૦ માણસો ને રહેવા તથા ત્રણેય ટાઈમ જમવા, ચાラપાણી-નાસ્‍તા સહિતની સંપુર્ણ સુવિધાનું જડબેસલાક આયોજન કરવામાં આવેલ છે.

રામકથા દરમ્‍યાન બહારગામથી આવેલા ભાવિકો માટે ઉતારાની સંપૂર્ણ વ્‍યવસ્‍થા આવાસ સમિતિના કિરીટભાઈ ગોહેલ, શૈલેષભાઈ ભીમાણી, પંકજભાઈ ચગ, સુધીરભાઈ પટેલ, હસુભાઈ સોની, અજયભાઈ જાદવ, મનસુખભાઈ પટોળીયા, પાર્થભાઈ સોજીત્રા, રમેશભાઈ પંડયા, પ્રદિપભાઈ રાણપરા, ચંદ્રેશભાઈ પરમાર, રમેશભાઈ દોમડીયા, ભરતભાઈ ચાવડા, દિલીપભાઈ ત્રિવેદી,સુનીલભાઈ બક્ષી સહિતના સંભાળી રહયા છે. વધુમાં માહિતી આપતા આવાસ સમિતિના કિરીટભાઈ ગોહેલ અને શૈલેષભાઈ ભીમાણીની ટીમે જણાવેલ હતું કે સદભાવના વળધ્‍ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહયું છે તેમજ વૈશ્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્‍યામાં વળક્ષો વાવવાના ઉમદા હેતુથી સદભાવના વળધ્‍ધાશ્રમ ઘ્‍વારા પૂ. મોરારી બાપુના શ્રીમુખે વૈશ્વિક રામકથાનું આયોજન આપણા રાજકોટના આંગણે કરવામાં આવેલ છે ત્‍યારે કથાશ્રવણ માટે બહારગામથી લાખો ભાવિકો ઉમટી પડવાના છે ત્‍યારે આ ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટે શહેરના વિવિધ સ્‍થળોએ તેમના ઉતારાની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે. આ ઉતારામાં ભાવિકોને રહેવા-જમવા ચાラપાણી અને નાસ્‍તાની સુવિધાની સાથોસાથ કથા સ્‍થળ સુધી લેવાラ મુકવા માટે વાહનની વ્‍યવસ્‍થા પણ કરવામાં પણ આવેલ છે. આ ઉતારામાં તા.૨૨,૨૩ નવેમ્‍બરના રોજ સવારે ૭.૦૦ થી જ મોડી રાત સુધી ચાલુ રહેશે, જેમાં ઉતારા માટેનું ૨જીસ્‍ટ્રેશન કથા સ્‍થળ, રેસકોર્ષ ગ્રાઉન્‍ડ, એરપોર્ટવાળા ગેઈટ પરથી જ થશે. તેમજ કથા દરમ્‍યાન ચાલુ દિવસોમાં પણ રજીસ્‍ટ્રેશન ચાલુ રહેશે. રજીસ્‍ટ્રેશન માત્ર કથાસ્‍થળ ઉપર જ કરવામાં આવશે જેની ખાસ નોંધ લેતા જણાવેલ હતું.

(4:12 PM IST)