હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વોર્ડ નં. ૧૧ માં બાલાજી હોલ વિસ્તારના રહેવાસીઓને પાણી ફરિયાદમાં મુકિત મળશે
ર૦ લાખના ખર્ચે ડી.આઇ.પાઇપ લાઇન કામનું સંસદ પરસોતમભાઇ રૂપાલાના હસ્તે ખાત મુહૂર્ત

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૧૧ માં રૂા.ર૦ લાખના ખર્ચે ‘‘ જનભાગીદારી યોજના'' હેઠળ અને કોર્પોરેટરની ગ્રાંટમાંથી રૂક્ષિ વિલા સોસાયટી, ‘‘ ધ મિલેનિયમ'' વાળો રોડ, ૧પ૦ ફુટ રિંગ રોડ અને એપલ વિલા સોસાયટી, ધોળકીયા સ્કુલ પાછળ, બાલાજી હોલ પાસેડી.આઇ.પાઇપલાઇન નાખવાના કામનું ખાતમુર્હૂત સાંસદ પરસોતમભાઇ રૂપાલાના વરદ્ હસ્તે કરવામા઼ આવ્યુ.
આ ખાતમુહૂર્ત કાયક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના સાંસદ શ્રી પરસોતમભાઇ રૂપાલા, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, શાસ્ક પક્ષ નેતા લીલુબેન જાદવ, પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન, અશ્વિનભાઇ પાંભર, કોર્પોરેટ રણજીતભાઇ સાગઠીયા, વિનોદભાઇ સોરઠીયા, ભારતીબેન પાડલીયા, વોર્ડ ન઼. ૧૧ ના પ્રમુખ મહેશભાઇ પીપળીયા, મહામંત્રી વિનોદભાઇ ઇસોટીયા, મુળુભાઇ ઓડેદરા, બક્ષીપંચ પ્રમુખ સુરેશભચાઇ ઝીંઝુવાડીયા, મહામંત્રી નિખીલભાઇ શિશાંગીયા, કિશાન મોરચા પ્રમુખ જીતુભાઇ ધામેલિયા, ભાસ્કરભાઇ જસાણી, અગ્રણી બાવનજીભાઇ કોઠીયા, ફર્નાન્ડીઝભાઇ પાડલીયા, ધીરૂભાઇ ઘાડીયા, હિતેશભાઇ મૂંગરા, અંકુરભાઇ ધામેલીયા, જીજ્ઞેશભાઇ અધ્યારૂ, આનંદસિંહ ઠાકુર, યોગેશભાઇ પાંચાણી, હસમુખભઇાઇ વેકરીયા, પરેશભાઇ વેકરીયા, દેવરાજભાઇ વેકરીયા, ખોડાભાઇ સોરઠીયા, દિનેશભાઇ પીપળીયા, નીતિનભાઇ ટાઢાણી, છગનભાઇ રૈયાણી,રાજેશભાઇ પાંચાભાઇ, ધર્મેશભાઇ, રાજેશભાઇ વેકરીયા ઉપસ્થિત રહેલ.










