તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
ચુનારાવાડમાં અજયને ભાઇના સાળા સોમાએ ધોકાથી ફટકાર્યો
તું પાનની દૂકાને શું ઉભો છો? કહી તૂટી પડયો

રાજકોટ તા. ૨૩: ચુનારાવાડ-૫/૬ના ખુણે રહેતાં અને છુટક મજૂરી કરતાં અજય કરસનભાઇ ચાવડા (ઉ.વ.૩૦)ને રાતે સાડા નવેક વાગ્યે ઘર નજીક પાનની દૂકાન પાસે ઉભો હતો ત્યારે તેના નાના ભાઇના સાળા સોમાએ તું શું અહિ પાનની દૂકાને ઉભો છો? કહી ધોકાવાળી કરી હતી. અજયને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. અજયના કહેવા મુજબ સોમો અવાર-નવાર આ રીતે અમારી સાથે માથાકુટ કરે છે. રાતે તે કોઇ બીજા સાથે બબાલ કરતો હતો. ત્યારે હું પાનની દૂકાન પાસે ઉભો હોઉ મારી પાસે આવી ઝઘડો કરી ધોકાથી માર માર્યો હતો.
(11:02 AM IST)










