<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

હૃદય બેસી જતાં મહિલા અને પ્રોૈઢના મૃત્‍યુ

શાપરના પૂનમદેવી ભારદ્વાજ અને આનંદનગર કોલોનીના કમલેશભાઇ પાટડીયાએ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડતાં પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૩: હૃદય રોગના હુમલાથી મૃત્‍યુની ઘટનાઓ યથાવત રહી છે. વધુ બે બનાવમાં મહિલા અને પ્રોૈઢે જીવ ગુમાવતાં તેમના પરિવારજનોમાં શોક છવાઇ ગયો છે.

શાપરમાં ટીલાળા ગેઇટ પૂજા કાસ્‍ટીંગ પાસે રહેતાં મુળ બિહારના પૂનમદેવી રામજીસિંગ ભારદ્વાજ (ઉ.વ.૫૪) સાંજે ઘરે હતાં ત્‍યારે એકાએક છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેમના પતિ હયાત નથી. સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. પુત્રો કારખાનામાં કામ કરે છે. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું.

બીજા બનાવમાં કોઠારીયા રોડ આનંદનગર કોલોની બી-૧૧માં રહેતાં કમલેશભાઇ ગુલાબરાય પાટડીયા (ઉ.વ.૫૬) રાતે ઘરે જમીને ઉભા થયા બાદ એકાએક ઢળી પડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તે બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં અને ચાંદીના શો રૂમમાં નોકરી કરતાં હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. નોકરીએથી ઘરે આવી જમીને ઉભા થયા બાદ હાર્ટએટેક આવી ગયો હતો.

લક્ષ્મીનગરના ગોવિંદ સોલંકીનું બેભાન હાલતમાં મોત

ત્રીજા બનાવમાં લક્ષ્મીનગર જીઇબી સામે આવાસ ક્‍વાર્ટરમાં રહેતો ગોવિંદભાઇ અમરશીભાઇ સોલંકી (ઉ.વ.૩૨) રાતે બારેક વાગ્‍યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. તે પરિવારનો એકનો એક આધારસ્‍તંભ હતો અને બકાલુ વેંચી ગુજરાન ચલાવતો હતો. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. બિમારીથી મૃત્‍યુ થયાનું સગાએ કહ્યું હતું. ત્રણેય બનાવમાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, જયદિપસિંહ જાડેજા, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ શાપર અને ભક્‍તિનગર પોલીસને જાણ કરી હતી.

(11:03 AM IST)