<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

એડવોકેટ કેવલ ડી. સાવલીયાની નવી ઓફીસનો કાલે મંગલ પ્રારંભ

રાજકોટ બાર એસો.નાં સભ્‍ય રેવન્‍યુ સીવીલ પ્રેકટીશનર

રાજકોટ તા. ર૩ :.. રાજકોટ બાર એસોસીએશનના સભ્‍ય રેવન્‍યુ પેકટીશનર એડવોકેટ કેવલ ડી. સાવલીયાનુ નવું સોપાન ઓફિસનું કાલે તા. : ૨૪ ને રવિવારના શુભ દિવસે સવારે ૯ થી બપોરે ૧ ના શુભ મુહુર્તમાં મંગલ પ્રારંભ કરવા જઈ રહ્યો છે.

રાજકોટ જીલ્લાનાં પડધરી તાલુકાના ગામ ખજુરડી ગામનાં હાલ રાજકોટ નિવાસી કેવલ ડી. સાવલીયાએ સને ૨૦૧૭ માં એડવોકેટની સનદ મેળવી સીનીયર એડવોકેટ  શ્રી કશ્‍યપ જે. પટેલ,  જયદીપ એસ. વોરા તથા સંદીપ જે. પટેલ સાથે વકીલાતનાં વ્‍યવસાયમાં જોડાયા હતા. ૦૮ થી. ૧૦ વર્ષનાં એડવોકેટનાં વ્‍યવસાય દરમિયાન રેવન્‍યુ તથા સીવીલ પ્રેકટીસમાં બહોળો અનુભવ મેળવ્‍યો છે.

એડવોકેટ કેવલ ડી. સાવલીયાની નવી ઓફીસ નં. ૪૦૪, ચોથા માળે, શાશ્વત વર્લ્‍ડ, સરદાર ચોક, ૮૦ ફુટ રોલેક્ષ રોડ, કોઠારીયા મેઈન રોડ, કોઠારીયા રાજકોટ ૩૬૦ ૦૨૨ ખાતે સગા-સંબંધી તોહીજનોને ઉપસ્‍થિત રહી પ્રોત્‍સાહીત કરવા અપીલ કરી છે.

એડવોકેટ કેવલ ડી. સાવલીયાને મો.નં. ૮૪૬૦૬ ૦૦૬૬૪ ઉપર તેના નવા સાહસનાં ઉદઘાટન પ્રસંગે શુભેચ્‍છા મળી રહી છે.

(11:52 AM IST)