તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
જૈન પરિવારના સુશીલાબેન મહેતાનું અવસાન થતાં ચક્ષુદાન

રાજકોટઃ જૈન પરિવારના સ્વ.સુશીલાબેન વિનોદરાય મહેતાનું અવસાન થતાં તેમના પુત્રો મનીષભાઇ, બીનેશભાઇ, અને પુત્રી બીનાબેન જીનેશભાઇ મહેતા અને પરિવારે માતાની ઇચ્છા મુજબ તેના ચક્ષુ નું દાન કરી બે દ્રષ્ટિહિન વ્યકિતને દ્રષ્ટિ દાન આપી માનવતાનું ઉતમ ઉદાહરણ આપેલ છે. અર્હમ સેવા યુવા ગૃપના અલ્કેશભાઇ અજમેરા એ કરેલ. સ્વ.સુશીલાબેન ના ચક્ષુ નું દાન જૈન સોશ્યલ ગૃપની આશ્રય કમિટી ના ચેરમેન ઉપેનભાઇ મોદી અને વિવેકાનંદ યુથ કલબના માર્ગદર્શક મુકેશભાઇ દોશી અને ચક્ષુદાન અભિયાન સમિતિ ના અનુપમભાઇ દોશી (મો.૯૪ર૮ર૩૩૭૯૬) દ્વારા કરવામાં આવેલ અને ડો.ધર્મેશ શાહ દ્વારા સ્વીકારવામાં આવેલ હતું બન્ને સંસ્થાઓનું આ ૧૩૧ મું ચક્ષુદાન છે.
(12:06 PM IST)










