<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

સનસાઇન ગૃપ ખાતે પ્‍લેસમેન્‍ટ ડ્રાઇવ

રાજકોટઃ ‘એશીયન પેઇન્‍ટસ' કંપનીના કેમ્‍પસ પ્‍લેસમેન્‍ટ એમ.બી.એ.ના વિદ્યાર્થીઓ માટે સનસાઇન ગૃપ ખાતે યોજાયા હતાં. આ પ્‍લેસમેન્‍ટ ડ્રાઇવમાં સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છની કોલેજો અને યુનિવર્સિટીના કુલ ૭૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ડ્રાઇવને સફળ બનાવવા સનસાઇન ગૃપના ડિરેકટર, ડો. પ્રો. વિકાસ અરોરાના નેતૃત્‍વ હેઠળ, પ્રો. રવિ પઢિયાર, ટ્રેનિંગ એન્‍ડ પ્‍લેસમેન્‍ટ ઓફિસર, પ્રો. દિશા ભટૃ, આસિસ્‍ટન્‍ટ ટ્રેનિંગ એન્‍ડ પ્‍લેસમેન્‍ટ ઓફિસર, ડો.કોમલ પટેલ સેન્‍ટ્રલ કો-ઓર્ડીનેટર, એમ.બી.એ. ડીપાર્ટમેન્‍ટ સહિતના સનસાઇન ગૃપના તમામ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. ‘એશિયન પેઇન્‍ટસ' તરફથી હેડ એચ.આર. એકઝીકયુટીવ, સેલ્‍સ મેનેજર, પ્રોજેકટ મેનેજર સહિતના એ વિદ્યાર્થીઓના ઇન્‍ટરવ્‍યુ લીધા હતાં.

(12:08 PM IST)