<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

ભગવાન! આ તો ખોટું જ છે ને

આમ મરી જવુ એ તો ખોટું જ છે ને.

માંડ ધપી ધપીને

નિરાતનો શ્વાસ લેવા બેઠા હોઇએ કાંઠે

ત્‍યાં ડૂબી જવું એ તો ખોટું જ છે ને.

કાળ કંઇક રહેમ-દયા તો રાખ

તારી બીકે અમો બિચારા બનીને જીવ્‍યા છીએ

તો થોડુંક તો વધારે જીવવા દે

તારૂં ન ચાલતું હોય તો

ભગવાન જરા પૂછી જોજે.

મારે નામ એમનું લેવું છે

અને એથી તરાય એટલું તરવું છે

બાકી તો ડૂબી જ મરવાનું છે.

આમ મરી જવું એ તો ખોટું જ છે ને.

અને ડૂબીને મરવું એ પણ ખોટું જ છે ને

ચંદ્રકાંતભાઇ રૂપારેલીયા

મો.નં.૯૪૦૮૦૯૫૪૨૯

(12:08 PM IST)