<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

રોગચાળો વકર્યોઃ છ વર્ષની જીલનો ઝાડા-ઉલ્‍ટીએ ભોગ લીધો

બે દિવસ બાળકીની ખાનગી દવાખાનામાં સારવાર કરાવાઇઃ સારૂ ન થતા ઝનાના હોસ્‍પિટલમાં ખસેડાઇ! તીઃ એક ની એક લાડકવાઇ દિકરીના મૃત્‍યુથી પુજારા પ્‍લોટના રાઠોડ પરિવારમાં આક્રંદ

રાજકોટ તા. ૨૩: શહેરમાં શરદી, ઉધરસ, મેલેરીયા, ડેન્‍ગ્‍યુ, કમળા, સહિતના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્‍યારે ભકિતનગર સર્કલ પાસે પુજારા પ્‍લોટમાં  રહેતા એડવોકેટની એકની એક વર્ષની દિકરીનો ઝાડા-ઉલ્‍ટી એ ભગ લેતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ એંસીફૂટ રોડ પર ભકિતનગર સર્કલ પાસે પુજારા પ્‍લોટ બ્‍લોક નં. ૨૦૧ માં રહેતા એડવોકેટ હિતેષભાઇ રાઠોડની છ વર્ષની દિકરી જીલને બે દિવસ પહેલા ઝાડા-ઉલ્‍ટી થતા તેની ખાનગી દવાખાનામાં સારવાર કરાવાઇ હતી જયા સારવાર લીધા બાદ બાળકીને સારૂ થઇ જતા ઘરે લાવ્‍યા હતા. દરમ્‍યાન ગઇકાલે બાળકીની તબીયત ફરી બગડતા તેને આંચકી આવતા તુરત જ સારવાર માટે ઝનાના હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી પરંતુ તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હતું મૃતક  બાળકીના પિતા એડવોકેટ છે. બનાવની જાણ થતા ભકિતનગર પોલીસ મથકના હેડકોન્‍સ પી.એન. ગોહિલે કાર્યવાહી કરી હતી. એક ની એક લાડકવાઇ દિકરીના મૃત્‍યુથી પુજારા પ્‍લોટના રાઠોડ પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

(12:14 PM IST)