તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
સગીરા ઉપરના દુષ્કર્મના પોકસો હેઠળના કેસમાં આરોપીના વચગાળાના જામીન રદ

રાજકોટ, તા. ર૩: તાજેતરમાં પોકસો કોર્ટમા ચાલતા એક ગંભીર કેસના આરોપી ભુપેન નટવરલાલ લુવાણાએ પોતાને ૩૦ દીવસના જામીન મળવા માટે નામદાર કોર્ટમાં કરેલ અરજી ફંગાવી દેવામા આવેલ છે.
બનાવની ટુંક હકિકત મુજબ આરોપી ભુપેન નટવરલાલ લુવાણાએ નરાધમ બની બાળકી ઉ૫૨ હેવાનીયત કરી અને વર્ષો સુધી તેને પીંખી હતી. જે પાપ છેવટે ભોગબનનાર બાળાક ગર્ભવતી બનતા છતુ થયેલુ. આરોપીએ પોતાને પોતાની માતાની બીમારી સબબ ૩૦ દીવસના જામીન મળે તે માટે જામીન અરજી કરેલી.
અરજીની સુનવણી વખતે સરકાર પક્ષેથી દલીલો કરવામાં આવેલી કે, કેસ નાજુક તબક્કે છે. ફરીયાદ પક્ષે વિલંબ દાખાવ્યા વગર પોતાનો પુરાવો પુરો કરેલ છે. ત્યારબાદ આરોપીએ પોતાની સાક્ષીઓ તપાસવા માટેની અરજી મુકેલ છે. જેમાં લાંબો સમય થઈ જવા છતા તેઓ સાક્ષીઓને રજુ કરતા નથી અને જે સાક્ષીને લીસ્ટમાં દર્શાવે છે તેની બીમારી સબબ જામીન માંગવામા આવી રહ્યા છે.
આમ જાણી જોઈને કેસને વીલંબમાં નાખવાની નીતી અપનાવી રહ્યા છે. આરોપી ઉપર ખુબ જ ગંભીર પ્રકારનો તહોમત છે અને હાલના તબક્કે તેને જામીન આપવા જોઈએ નહી.
આ તમામ બાબતોને ધ્યાને લઈને પોકસો કોર્ટના જજશ્રી વી એ.રાણા સાહેબે આરોપી ભુપેન નટવરલાલ લુવાણાની ટેમ્પરરી બેલ અરજી નામંજુર કરેલ છે. જે કામમાં એ.પી.પી. તરીકે મહેશકુમાર જોષીએ દલીલો કરેલ હતી.
(2:25 PM IST)










