તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
રાજકોટ જીલ્લા ઉદ્યોગ અધીકારી મોરીની વડોદરા ખાતે બદલીઃ ભવ્ય વિદાય સન્માન અપાયું

રાજકોટ તા. ર૩: જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી કે. વી. મોરીની બઢતી સાથે બદલી વડોદરા ખાતે થતા તેઓનો વિદાય સન્માન કાર્યક્રમ ધારાસભ્ય શ્રી રમેશભાઇ ટીલાળાનાં અધ્યક્ષ સ્થાને એન્જીન્યરીંગ એસોશીએશન ખાતે રાખવામાં આવેલ, કાર્યક્રમમાાં વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રના ચેમ્બર્સ તેમજ રપ થી વધુ ઇન્ડસ્ટ્રીયલ એસોશીએશનના પ્રતિનિધિઓ હાજર રહી શ્રી મોરીને સન્માનિત કર્યા હતા.
શ્રી મોરીના કાર્યકાળ દરમિયાન તેમની વહીવટી કુશળતા અને મિલનસાર સ્વભાવને કારણે રાજકોટ જીલ્લાના તમામ પ્રકારના ઉદ્યોગોને ખુબજ સારો સહકાર મળેલ તેના કારણે રાજકોટ જીલ્લામાં એમએસએમઇ ઉદ્યોગોને સારૂં માર્ગદર્શન મળેલ, જીલ્લામાં એમએસએમઇ ઉદ્યોગોએ પ્રગતિ કરેલ છે. કોવીડ-૧૯ દરમિયાન ઉદ્યોગકારોને પોતાના એકમો ઉપર આવવા-જવાના પરિવહન પાસ માટે સતત રાત-દિવસ સરાહનીય કામગીરી કરી ઉદ્યોગકારોની મુશ્કેલીઓ દુર કરેલ. ઉદ્યોગકારોને સરકારી યોજનાઓના સેમીનાર જરૂરી માર્ગદર્શન સતત મળેલ હતા. આ પ્રસંગે અગ્રણીઓ સર્વશ્રી વી. પી. વૈષ્ણવ, અમૃતભાઇ ગઢીયા, રતિભાઇ સાદરીયા, વિનુભાઇ ધડૂક વિગેરે ખાસ હાજર રહ્યા હતા.
(2:27 PM IST)










