તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
કરોડો અનુયાયીઓને સંદેશો આપનારશ્રી સત્યસાંઇ બાબાનો આજે ૯૯મો જન્મદિન
માનવ સેવા એ જ માધવ સેવા

રાજકોટ તા. ર૩: આજે ભગવાન શ્રી સત્યસાઇ બાબાનો ૯૯મો જન્મ દિવસ દેશ-વિદેશમાં સંપૂર્ણ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવાઇ રહેલ છે.
માનવ સેવા એ જ માધવ સેવાનો કરોડો અનુયાયીઓને સંદેશો આપનાર ભગવાન શ્રી સત્યસાઇ બાબાનો જન્મ આંધ્ર પ્રદેશના અનંતપુર જીલ્લામાં પુરપર્તી ગામે ૧૯ર૬-ર૩-૧૧ ના રોજ થયેલ. બાબાના માતા-પિતા તરફથી સુચના આપવામાં આવેલ છે કે છેવાડાના ગામના નાનામાં નાના માણસને આરોગ્ય સેવા સારામાં સારી પ્રાપ્ત થવી જોઇએ ને ભગવાન શ્રી સત્યસાઇ બાબાના આશિર્વાદથી દેશ-વિદેશમાં નિઃશુલ્ક પ્રાપ્ત થઇ રહેલ છે. બાબા સર્વ-ધર્મ એક સમાન છે તેવો પણ આગ્રહ રાખતા હતા. જન્મ દિવસે કરોડો-કરોડો કોટી પ્રણામ શ્રી પુનિત ભજન સમાજના પ્રમુખ શ્રી જયેશભાઇ નથવાણીએ એક યાદીમાં જણાવ્યું હતું.
(3:42 PM IST)










