તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
વાહ રાજકોટીયનો... છેલ્લા એક વર્ષમાં રેસકોર્ષ સંકુલમાં ર૩ હજાર સભ્યો જોડાયાઃ તંત્રને ૧૧૧.૮૭ લાખની આવક
સૌથી વધુ એથ્લેટિક ટૂંકમાં ૧૪,રર૩ સભ્યો

રાજકોટ : ગત સપ્તાહે મળેલ જનરલ બોર્ડમાં સભ્ય દ્વારા રેસકોર્સ સંકુલમાં એથ્લેટિક ટ્રેક, ટેનીસ, ક્રિકેટ, બેડમિન્ટન તથા અન્ય રમતનો છેલ્લા ૧ વર્ષમાં કેટલા શહેરીજનોએ લાભ લીધેલ છે ? કુલ કેટલી આવક થઇ ? આ મેદાનો માટે છેલ્લા ૧ વર્ષમાં નિભાવણી ખર્ચ કેટલો કરવામાં આવ્યો ? છે સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતાં. જેના જવાબમાં તંત્રએ સત્તાવાર જણાવ્યુ હતું કે, રેસકોર્સ સંકુલમાં આવેલ વિવિધ રમતોની તા. ૧ નવેમ્બર-ર૦૧૩ તા. ૩૧ ઓકટોબર ર૪ માં એથ્લેટિક ટ્રેકમાં ૧૪રર૩, ટેનિસમાં ૧૬૯, સ્કેટીંગમાં પ૦૦, વિવિધ જીપમાં ૩૮૭ર, હોકીમાં પ૦, બાસ્કેટબલમાં ર૯૬, ક્રિકેટમાં ૭પ૦, વોલીબોલમાં ૧ર૭, ફુટબોલમાં ૧ર૦૦ તથા ઇન્ડોર સ્ટેડિયમમાં રર૭૦, ગેમ્સ (સરગમ કલબ સંચાલિત) સહિત કુલ ર૩,૪પ૭ સભ્યો જોડાતા તંત્રને રૂ. ૧૧૧.૮૭ લાખની આવક થઇ છે.
(3:14 PM IST)










