<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

શહેરમાં મનપા હસ્તક ૨૧૦ અને ખાનગી ૩૩૪ હોર્ડીંગ સાઇટ

રાજકોટઃ જનરલ બોર્ડમાં સભ્યશ્રી હિરેનભાઇ ખીમાણીયા દ્વારાહોર્ડીગના પુછવામા આવેલ પ્રશ્નો જવાબ તંત્રએ આપ્યો  છે. વોર્ડ નં. ૧ ના કોર્પોરેટર હિરેનભાઇ ખીમાણીયાએ રાજકોટ મહાનગરપાલિકા હસ્તક હોર્ડિગ બોર્ડ કેટલા ખાનગી મિલકતો પર હોર્ડીગ કેટલા હોર્ડીગ બોર્ડ રાખવા અંગેની નીતિ નિમયો શું? છેલ્લા ૧ વર્ષમાં કુલ કેટલી આવક થઇ? તથા કઇ કઇ સાઇઝના બેનરો રાખવામાં આવે છે? જેવી માહિતી માંગી હતી. જેના જવાબમાં તંત્રએ મહાનગરપાલિકા હસ્તકના ટેન્ડર સાઇટ બોર્ડની સંખ્યા- ૨૧૦ છે. ખાનગી મિલકતો પર હોર્ડિગ બોર્ડની સંખ્યા- ૩૩૪ છે. જયારે ટેન્ડર સાઇટ હોર્ડિગ બોર્ડ ટેન્ડરની શરતો સ્થાપિ સમિતિ ઠરાવની આધિન બોર્ડ લગાવવાની પરવાનગી આપવામાં આવે છે. ખાનગી હોર્ડીગ બોર્ડ અંગે જીડીસીઆરની જોગવાઇને આધિન બોર્ડ લગાવવાની પરવાનગી આપવામાં આવે છે. ઉપરાંત ટેન્ડરસાઇટ,  ખાનગી બોર્ડ તથા કિયોસ્ક બોર્ડની નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ ની આવક રકમ રૂ. ૮૨૬૭૫ (લાખમાં) થયેલ છે. સાથે જ સાઇઝની માહિતી આપતા તંત્રએ જવાબ આપેલ કે, હોર્ડીગ બોર્ડ અલગ અલગ સાઇઝ જેવી કે ૧૦* ૨૦, ૨૦*૧૦, ૨૦*૧૫, ૩૦*૧૫, ૪૫*૧૦, ૪૦*૨૦, ચો.ફુટ વિગેરે સાઇઝ ના આવેલ છે.

(3:15 PM IST)