તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
પગમાં ફ્રેકચર સાથેના દર્દીએ આયાબેન સાથે ખુબ માથાકુટ કરી હતી, જાતે જ સ્ટ્રેચરમાંથી ઉતરી ગયેલ
સીસીટીવી ફૂટેજ ચેક થતાં સત્ય સામે આવ્યું: જો કે દર્દી જતુ રહ્યા બાદ કોઇએ તસ્દી લીધી નહોતીઃ કમિટીએ રિપોર્ટ તૈયાર કરીને તબિબી અધિક્ષકને આપતાં ડીનને મોકલાયો

રાજકોટઃ શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ૧૯/૧૧ના રોજ કાલાવડ રોડ અવધના ઢાળ પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં ખસેડાયેલ મનોજ નામના આશરે પાંત્રીસ વર્ષના દર્દીને સર્જરી વોર્ડમાં દાખલ કરી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે તપાસ શરૂ કરીહ તી. બીજી તરફ આ દર્દી ૧૯મીએ રાતે અગિયારેક વાગ્યે વોર્ડમાંથી નાશી ગયાની જાણ જે તે વોર્ડ દ્વારા સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં કરવામાં આવી હતી. જો કે આ દર્દી બીજા દિવસે એટલે કે ૨૦મીએ સવારે સિવિલ હોસ્પિટલના એમ્બયુલન્સ રૂમ નજીક રસોડા વિભાગમાં માત્ર ચડ્ડી પહેરેલી હાલતમાં કણસતુ, ધ્રુજતુ મળી આવતાં ચકચાર જાગી હતી. હેલ્પડેસ્કના સ્ટાફે તેને ફરી દાખલ કરાવ્યું હતું. આ દર્દીને પગમાં ફ્રેકચર હોઇ તે વોર્ડમાંથી કઇ રીતે ભાગી શકે? તેવા અનેક સવાલો ઉભા થતા તપાસ શરૂ કરવામાં આવી હતી. તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયા, ઇન્ચાર્જ તબિબી અધિક્ષક ડો. હેતલ કયાડાએ કમીટી રચી તપાસ કરાવતાં સીસીટીવી ફૂટેજ પરથી સ્પષ્ટ થયું છે કે આ દર્દીને એક્સ-રે કરાવવા આયાબેન સહિત બે કર્મચારી પોલીસ ચોકી પાસેના એક્સ-રે રૂમ પાસે લઇ ગયા ત્યારે દર્દી જાતે જ સ્ટ્રેચરમાંથી ઉતરી ગયેલ અને ખુબ તોફાન કર્યા હતાં. તેને એક્સ-રે કરાવવા માટે શાંત પાડવા માટે ખુબ પ્રયાસ થયો હતો પરંતુ તે ધમાલ મચાવી તેની રીતે જતો રહેલ. આ પછી આયાબેન અને બીજા કર્મચારીએ વોર્ડમાં જઇ દર્દી નાસી ગયાની જાણ કરતાં પોલીસ ચોકીમાં નોંધ કરાવાઇ હતી. એ પછી દર્દી એક્સર-રે રૂમથી આગળ એમ્બ્યુલન્સ રૂમ પાસે રસોડાની લોબીમાંથી મળી આવ્યું હતું.
(3:15 PM IST)










