તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
ભકિતનગર વિસ્તારની સાધના સોસાયટીમાં ૭ દિ'થી દુર્ગંધ ગંદા પાણીનું વિતરણઃ રોષ

રાજકોટઃ શહેરના ભકિતનગર વિસ્તાર સિથત સાધના સોસાયટીમાં પીવાનું પાણી દુર્ગધ યુકત અને ગંદુ આવતા સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે છેલ્લા એક સપ્તાહથી આ પ્રકારના પાણીથી સ્થાનિકોમાં કોલેરા થઇ જવાનો ભય વ્યાપી ગયો છે. સોસાયટીનાં સ્થાનિકો મુજબ મનપામાં અવાર નવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઇ ઉકેલ નહીં આવતા આગામી સમયમાં ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશેની ચિમકી પણ સોસાયટીવાસીઓએ ઉચ્ચારી હતી.
(3:26 PM IST)










